🌧️ ચોમાસામાં વધેલી ભેજને કારણે પશુઆહારમાં ફૂગનો વિકાસ થઈ શકે છે, જે માયકોટોક્સિન જેવા હાનિકારક તત્વોનું જોખમ વધારી શકે છે.
🌾 પશુઓને ફૂગ લાગેલો કે બગડેલો આહાર ન આપો અને યોગ્ય રીતે સંગ્રહિત, સ્વચ્છ આહાર જ આપો.
#AnimalNutrition#CattleCare#FeedSafety#LivestockHealth#MonsoonCare
ગ્લુટ્રેપ પ્રતિ��ંધ અંગે નામદાર ગુજરાત હાઇકોર્ટના તા.૧૯.૦૬.૨૦૨૬ના ઓરલ ઓર્ડર તથા રાજ્ય સરકારના તા.૧૫.૦૬.૨૦૨૬ના ઠરાવ તેમજ કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અરવલ્લી ના જાહેરનામા અંતર્ગત ગ્લુ ટ્રેપ પર ના પ્રતિબંધ અંગે જનજાગૃતિ તેમજ વેચાણ સાથે સંકળાયેલ એકમો ની આકસ્મિક ચકાસણી કરવામાં આવી.
પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ-૧૧ હેઠળ ની જોગવાઈ ને ધ્યાને લઈ અરવલ્લી જિલ્લા માં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ/ગ્લુ બોર્ડ ન ઉત્પાદન,વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ લગાવતુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.