ઓટોમોબાઇલ હબ બનવા તરફ ગુજરાત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે હાંસલપુરમાં આવેલ સુઝુકી મોટર પ્લાન્ટ ખાતે ભારતમાં બનેલ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કારનું લોકાર્પણ તેમજ બેટરી ઉત્પાદન પ્લાન્ટનો શુભારંભ.
#PMinGujarat
ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે સુદૃઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે રોડ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાં ₹307 કરોડના 6 જેટલા રોડ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#Gandhinagar#GNR
ગુજરાતને મળશે વિકાસની સોગાત !
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે અમદાવાદ ખાતે થશે નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં અભિવૃદ્ધિ કરતા ₹5,477 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#ViksitBharatViksitGujarat#Gandhinagar#GNR
ઘરના ઘરનું સ્વપ્ન થયું સાકાર.
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાતમાં અત્યારસુધીમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત ગુજરાતને વર્ષ 2019માં વિવિધ કેટેગરીમાં કુલ 6 અને વર્ષ 2022માં વિવિધ કેટેગરીમાં કુલ 7 એવોર્ડ પ્રાપ્ત થયા છે.
લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે કલેક્ટર શ્રી મેહુલ દવેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જેમાં નિયમાનુસાર પ્રશ્નોને પ્રાથમિકતા આપી. જરૂરી મુદ્દાઓ પર ઉકેલ લાવવા માટે સૂચન કર્યા. ગાંધીનગર જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા 14 જેટલા પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લોકોને મળ્યો.
જમીન સંપાદન, પરિવહન, દબાણ, આકારણી વળતર, ગેરકાયદેસર બાંધકામ સહિતના પ્રશ્નો રજૂ થયા હતા. જે મુદ્દાઓને ગંભીરતાથી લઈ જે તે અધિકારી શ્રી સાથે વિગતવાર વિસ્તારથી ચર્ચા કરી. આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે. પટેલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી દિગંત બ્રહ્મભટ્ટ, જમીન સંપાદન અધિકારી શ્રી અર્જુનસિંહ વણઝારા, પ્રાંત અધિકારી શ્રી પાર્થ કોટડીયા તથા ટી.ડી.ઓ. શ્રી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#Gandhinagar #GNR
#GNRNEWS
@AmitShah@AmitShahOffice@revenuegujarat@CMOGuj@InfoGujarat@JayantiRavi@sanghaviharsh
ગુજરાતની ચાર દિવસીય મુલાકાતે પધારેલ ભારતના માન.રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીનું રાજભવન, ગાંધીનગર ખાતે જિલ્લા વહીવટી તંત્ર વતી કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું.
@CMOGuj@InfoGujarat@revenuegujarat@JayantiRavi
*ગાંધીનગર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આ વર્ષે રામકથા મેદાન ખાતે યોજાશે*
.......
*રજા છે અને નહીં જઈએ તો ચાલશે! એવું નહીં વિચારતા દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા સૌ અધિકારી કર્મચારીઓને સહ પરિવાર દેશભક્તિના મહાપર્વમાં હાજર રહેવા કલેકટરશ્રીનો અનુરોધ*
........
ગાંધીનગર, ૦૩- જાન્યુઆરી
ગાંધીનગર કલેકટરશ્રી મેહુલ કે. દવેની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત આયોજન બેઠક મળી હતી. જેમાં આ વર્ષે ગાંધીનગર સેક્ટર- 11 રામકથા મેદાન ખાતે યોજાનાર પ્રજાસત્તાક પર્વની ઉજવણીને સવિશેષ બનાવવા પર ભાર મુકતા કલેક્ટરશ્રીએ ઉપસ્થિત તમામ અધિકારીઓને જરૂરી સૂચન કર્યું હતું.
બેઠક અંતર્ગત કલેકટરશ્રી એ ઉમેર્યું હતું કે, સુંદર આયોજન સાથે માત્ર અને માત્ર દેશભક્તિના રંગો વિખેરાઈ તેવું આયોજન કરવાનું છે. તેમાં દેશ કે રાષ્ટ્રીય ચિન્હોની મર્યાદા ભંગ ન થાય તેની તકેદારી રાખવા પણ ખાસ સૂચન કર્યું હતું. સાથે સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરવામાં આવે તેમાં પણ માત્ર અને માત્ર દેશભક્તિ છલકે તેવી કૃતિ પસંદગી પર ભાર મૂકવા જણાવ્યું હતું.
ઉપરાંત કલેક્ટરશ્રીએ ઉપસ્થિત સર્વેને દેશભક્તિના આ મહાપર્મમાં હર્ષભેર સામેલ થવા પણ અનુરોધ કર્યો હતો. 'રજા છે અને નહીં જઈએ તો ચાલશે! એવું નહીં વિચારતા દેશ પ્રત્યે પોતાની લાગણી અને પ્રેમ દર્શાવવા સૌ અધિકારી કર્મચારીઓએ સહ પરિવાર આ મહાપર્વમાં હાજર રહેવા જણાવ્યું હતું.'
આ બેઠકમાં ઉપસ્થિત જવાબદાર અધિકારીઓ સાથે પરેડ, ટેબ્લોના વિષય, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સુશોભન જેવી અન્ય વ્યવસ્થાઓ અંગે પણ ચર્ચા કરી સારામાં સારું આયોજન થાય તે હેતુથી જરૂરી માર્ગદર્શન પણ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું.
આ આયોજન બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી, અધિક નિવાસી કલેકટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગાંધીનગર મામલતદાર શ્રી પાર્થ કોટડીયા, તાલુકા વિકાસ અધિકારી શ્રી મલય ભુવા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.@AmitShah@CMOGuj@InfoGujarat@revenuegujarat@JayantiRavi@sanghaviharsh
*રમત ગમત રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંધવી પ્રોટોકોલ છોડી બાળકોને રમતના મેદાન પર મળ્યા અને તેમની સાથે વોલીબોલ પણ રમ્યા*
...............
*ખેલ મહાકુંભ 3.0 નો ગાંધીનગરમાં રાંધેજા ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલથી પ્રારંભ કરાયો*
............
ગાંધીનગર, 2 જાન્યુઆરી
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર,ગાંધીનગર દ્વારા આયોજિત KMK-3.0 શાળા/ગ્રામ્ય કક્ષા સ્પર્ધા ગાંધીનગર ઈન્ટર નેશનલ પબ્લિક સ્કૂલ, રાંધેજા રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતમાં યોજાઈ હતી.
આ પ્રસંગે ગૃહ રાજ્ય તથા રમતગમત મંત્રીશ્રી હર્ષ સંઘવીએ શાળાના બાળકોને જણાવ્યું હતું કે, નવી ટેકનોલોજીથી જરૂર જોડાવાનુ છે, પરંતુ મનને તંદુરસ્ત રાખવા જીવનમાં ગમે તેટલા પડકાર આવે તેને પાર કરવા, મેદાનની માટીમાં રમવાનું ચાલુ રાખજો, રમતમાં થોડી શારીરિક તકલીફો ઉઠાવવાનું ચાલુ કરવું પડે.
તેમણે રાંધેજા સ્કૂલના બાળકોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, જીવનમાં કંઈક બનવાનું સપનું જોયું હોય એને સફળ કરવા માટે ખૂબ મહેનત કરવી પડે, અને અત્યારથી જ કરવી પડે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી. ભારતનો તિરંગો દુનિયામાં લહેરાવવા માટે નરેન્દ્ર ભાઈ મોદી અથાક પ્રયત્નો કરી રહ્યા છે, ગુજરાતના રમતવીર દીકરા - દીકરી જેવી નામના તમે પણ પ્રાપ્ત કરો અને દરેક રમતમાં શાળામાં ભાગ લો.
દર વર્ષે ખેલ મહાકુંભ કે કોઈ એક રમતમાં ભાગ લો અને રમત સાથે જોડાયેલા રહો.
રમત મંત્રીશ્રી સંઘવીએ દોડ, વોલીબોલ, કબડ્ડી, રસ્સા ખેંચના
રમતવીરોને મેદાન પર જઈને મળ્યા હતા અને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વોલીબોલના રમતવીરો માટે તેઓએ બાળકની જેમ વોલીબોલ હવામાં ઉછાળીને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી. તેઓ થોડીવાર વોલીબોલ રમ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, આઈ આર વાળા સચિવ, SAG,DEO, DPEO, જિલ્લા રમત ગમત અધિકારી તેમજ અન્ય અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.
@AmitShah@CMOGuj@InfoGujarat@sanghaviharsh@JayantiRavi@revenuegujarat