વડોદરા ખાતેથી ‘પીએમ ઈ બસ સેવા’ અંતર્ગત 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ પહેલ અંતર્ગત, વડોદરા માટે કુલ 250 ઈ-બસો મંજૂર કરવામાં આવી છે, જેમાંથી પ્રથમ ચરણમાં 130 બસો ફાળવાશે.
આ 'ઝીરો એમિશન' બસો પ્રદૂષણ ઘટાડવામાં મહત્ત્વની સાબિત થશે અને નાગરિકોને આધુનિક સુવિધાયુક્ત ગ્રીન પરિવહનની ભેટ આપશે.
મુસાફરોની સુરક્ષા માટે આ બસોમાં સીસીટીવી કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઉપરાંત, અકસ્માત સામે રક્ષણ માટે ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટની સુવિધા પણ ઉપલબ્ધ છે.
આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે. દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો તેમજ મહિલાઓ માટે ખાસ 'પિન્ક સીટ્સ' અનામત રાખવામાં આવી છે. પસંદગીની બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પની સુવિધા પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત, આધુનિક મુસાફરી માટે ડિજિટલ ટિકિટિંગ, લાઈવ ટ્રેકિંગ માટે જી.પી.એસ. સિસ્ટમ અને એનાઉન્સમેન્ટ માટે 'પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ' કાર્યરત રહેશે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ, ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ટિકિટ મેળવી શકશે.
બસોના સુચારૂ સંચાલન માટે વિવિધ સ્થળોએ ખાસ ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યા છે.
વડોદરાના જાહેર પરિવહનને આધુનિક અને ઈકોફ્રેન્ડલી બનાવવાની દિશામાં આ એક મક્કમ અને ક્રાંતિકારી ડગલું છે.
હિંમતનગર ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર અને રાજ્ય પુરસ્કારથી સન્માનિત સ્કાઉટ-ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાનો અને તેમનું સન્માન કરવાનો ગૌરવપૂર્ણ અવસર મળ્યો. આવા યુવાનો જ સેવા, શિસ્ત, સમર્પણ અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યો સાથે વિકસિત ભારતના મજબૂત પાયાનું નિર્માણ કરશે.
હિંમતનગર ખાતે રાષ્ટ્રપતિ પુરસ્કાર અને રાજ્ય પુરસ્કારથી સન્માનિત સ્કાઉટ-ગાઈડ, રોવર અને રેન્જર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવાનો અને તેમનું સન્માન કરવાનો ગૌરવપૂર્ણ અવસર મળ્યો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાણંદ તાલુકાની આદર્શ પીંપણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે ત્રીજા દિવસે આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ-1 ના ભૂલકાંઓને શૈક્ષિણક કીટ અર્પણ કરીને શાળા પ્રવેશ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી દ્વારા આ અવસરે શિક્ષણ સહિતની વિવિધ પ્રવૃત્તિઓમાં ગૌરવપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
#ShalaPraveshostav2026
શિક્ષણ મંત્રીશ્રીની ગાડી બની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની સવારી..!
'બેક ટુ સ્કૂલ' અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના બોડીદર અને ચીખલી ગામની શિક્ષણમાંથી ડ્રોપ-આઉટ લીધેલ દીકરીઓને તેમના નિવાસસ્થાને જઈ, અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરી, પોતાની જ કારમાં બેસાડીને શાળામાં પુન:પ્રવેશ માટે લાવવાનો રાજ્યના શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાનો માનવીય અને સંવેદનાસભર અભિગમ સાચા અર્થમાં 'બેટી બચાવો, બેટી પઢાવો' મંત્રને સાર્થક કરે છે.
પદ અને પ્રોટોકોલ બાજુમાં રાખી જ્યારે શિક્ષણ મંત્રીશ્રી પોતે દીકરીઓને ગાડીમાં બેસાડી શાળાએ મૂકવા જાય, એને જ તો ‘કન્યા કેળવણી રથયાત્રા’ કહેવાય.
#ShalaPraveshostav2026
ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા "વ્હાલી દીકરી યોજના" અંતર્ગત દીકરીઓના જન્મથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી કુલ ₹1,10,000ની આર્થિક સહાય આપવામાં આવે છે...
#Gujarat
હિંમતનગરના પેથાપુર ખાતે ‘શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ અંતર્ગત ભૂલકાંઓને શૈક્ષણિક કીટ આપી ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો.શિક્ષણ એ સશક્ત સમાજનો આધારસ્તંભ છે. દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપી પગભર બનાવવી એ સૌની સામાજિક જવાબદારી છે.
ખેડબ્રહ્મામાં મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાની ઉપસ્થિતિમાં #ShalaPraveshotsav ની ઉજવણી. ‘મિશન સેવાલય’નું લોકાર્પણ કરી જરૂરિયાતમંદ બાળકોને કીટ વિતરણ કરાયું. ‘દીકરી ભણશે તો બે કુળ તારશે’ ના સંકલ્પ સાથે શિક્ષણનો વ્યાપ વધારવા મંત્રીશ્રીએ આહ્વાન કર્યું. 📚✨
#ShalaPraveshotsav2026
વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત હિંમતનગર ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા. પ્રાકૃતિક ખેતી, જીવામૃત નિર્માણ અને દેશી ગાય આધારિત ખેતી અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયું.
🧘♂️ સાબરકાંઠા જિલ્લામાં ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઉત્સાહભેર સંપન્ન
હિંમતનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શિક્ષણ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાયા. #Sabarkantha
દરેક બાળક સ્વસ્થ રહે — એ આપણું સંકલ્પ.
સાબરકાંઠામાં #RBSK ટીમ દ્વારા શાળાના 10 & 16 વર્ષના દીકરા-દીકરીઓ માટે ટીડી રસીકરણ અભિયાન.
આજનું #રસીકરણ, કાલના #સ્વસ્થ અને #નિરોગી ભવિષ્યની ખાતરી..
ચાલો,બાળકોના આરોગ્યની સુરક્ષા કરીએ — કારણ કે તેમનું #સ્મિત જ આપણા સમાજની સાચી #શક્તિ છે.
આજ રોજ પોગલુ ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળા તેમજ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી, ગામે પ્રધાન મંત્રી આવાસ યોજનાના લાભાર્થીના મકાનની મુલાકાત કરી તેમજ માધવ સખી મંડળની મુલાકાત લઈ બહેનો જોડે વાર્તાલાપ કરી માર્ગદર્શન આપેલ..
@CMOGuj@GujPRHDept@GujDCoffice@InfoSabarHmt@InfoGujarat
क्या आप जानते हैं? दुनिया का सबसे ऊंचा रेलवे पुल अब भारत में है। 359 मीटर ऊंचा चिनाब ब्रिज इंजीनियरिंग कौशल और आधुनिक कनेक्टिविटी का अद्भुत उदाहरण है। #12YearsOfNayaBharatNirman