અનુસૂચિત જાતિ પૈકી ૧૨ અંત્યોદય જાતિઓ જેમાં હાડી, નાડિયા, સેનવા-સેનમા-શેનવા-ચેનવા-સેડમા-રાવત, તુરી, વગેરેનો સમાવેશ થાય છે. અંત્યોદય (અતિ પછાત) જાતિના વ્યકિતઓને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી નિગમ ધ્વારા વર્ષ:૨૦૨૬-૨૭ માટે નીચે દર્શાવેલ યોજનાઓનો અમલ કરવા ઠરાવવામાં આવેલ છે.
રાજયના સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને સ્વરોજગારી પુરી પાડવાના હેતુથી રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ થયેલ ફંડમાંથી નીચે જણાવેલ યોજનાઓ અન્વયે સફાઈ કામદાર અને તેઓના આશ્રિતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે.
તારીખ 14/04/2026 ના રોજ બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન, નવસારી ખાતે સમરસતા દિનની ઉજવણી માનનીય કલેકટરશ્રી ની હાજરીમાં કરવામાં આવી હતી.
#SamrastaDin
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે "પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ પોર્ટલ" રીઓપન
શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત
પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના ફોર્મ ભરવાનું બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓ માટે
23/02/2026 થી 15/03/2026 સુધી પોર્ટલ ઓપન રહેશે.
Digital Gujarat Portal
વિદ્યાર્થીઓ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે સરકારી કુમાર છાત્રાલય, પાટણ ખાતે એક વિશેષ મેડિકલ કેમ્પ યોજાયો.
સમરસ કુમાર છાત્રાલય, અમદાવાદ ખાતે દેશના ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં છાત્રાલયના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ શિસ્ત સાથે તિરંગાને સલામી આપી હતી.
ખાનગી ટયુશન સહાય યોજના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિ (SC) ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
#GujaratGovernment#EducationScheme#Scholarship