इस जगत में सब कुछ एंट्रोपी है मतलब जो जहां है वहां बदलाब निश्चित है, दुनिया के लगभग हर दार्शनिक और विचारक ने किसी न किसी रूप में यही सच्चाई दोहराई है।
ग्रीक दार्शनिक हेराक्लिटस ने तो बहुत पहले कह दिया था कि “जीवन में एक ही चीज़ स्थायी है और वो है परिवर्तन।” यानी यदि आप स्थिर खड़े रहना चाहते हैं, तो भी दुनिया वैसे नहीं रहती; वह आगे बढ़ती है, बदलती है, बहती है। प्रकृति खुद ही हमें बताती है कि रुकना असंभव है।
इसीलिए चार्ल्स डार्विन ने कहा कि दुनिया में वही जीवित रहते हैं जो सबसे ताकतवर या सबसे बुद्धिमान नहीं, बल्कि वे जो बदलाव के साथ खुद को ढाल लेते हैं। अगर हवा तेज़ है, तो दीवारें तुम्हें बचा लेंगी लेकिन पवनचक्कियाँ तुम्हें आगे ले जाएँगी।
लाओ त्ज़ू, जो ताओवाद के सबसे बड़े गुरुओं में से एक हैं, हमेशा कहते थे कि जीवन स्वाभाविक परिवर्तनों की श्रृंखला है। उनका विरोध करोगे तो दुख मिलेगा, और उनका स्वागत करोगे तो प्रवाह खुद तुम्हें सही जगह ले जाएगा।
इसी बात को जॉर्ज बर्नार्ड शॉ दूसरे तरीके से कहते हैं प्रगति असंभव है यदि मन बदलने की क्षमता खत्म हो जाए। मन का बदलना ही विकास की शुरुआत है। जब तुम भीतर नया स्थान बनाते हो, तभी बाहर नया संसार बनता है।
यहाँ आंद्रे गिद को भी कोट करना चाहूंगा वो बोलते है कि नए तटों की खोज वही कर सकता है जो पुराने तटों से दूर जाने का हौसला रखता हो। बदलाव डरावना हो सकता है, लेकिन उसी में नए अवसर छिपे होते हैं।
ओशो भी अपनी शैली में यही बताते हैं कि परिवर्तन को रोकना जीवन को रोकने जैसा है। ठहरा हुआ पानी सड़ता है, लेकिन बहता पानी हमेशा ताज़ा रहता है। जीवन बहने से सुंदर होता है।
सच तो यह है कि दुनिया हमेशा बदल रही है, हालात, समय, लोग सब कुछ। फर्क सिर्फ इतना है कि तुम दीवार बनाते हो या पवनचक्की।
बदलाव से डरते हो या बदलकर आगे बढ़ते हो।
विरोध करते हो या उसका उपयोग करते हो।
और यही एक चुनाव आपकी पूरी कहानी बदल देता है।
जीवन यात्रा... 🚶♂️
"जाखो राखें साईआ मार सके ना कोई।"
જન્મ ક્યારે લેવો અને મરવાનુ ક્યારે.. એ ભગવાનના હાથમાં છે,પણ કેવી રીતે જીવવું એ આપણા હાથમાં છે.એટલે જ કહેવાય કે પ્રભુની સાક્ષીએ જીવજે....બધુંયે એના હાથમાં છે
#AhmedabadPlaneCrash
"War is not the solution to any problem, war is the problem itself...Even on the path of peace the last door is war"
#IStandWithIndia#IndianArmy#jayhind🇮🇳🇮🇳
છાપા, ટીવી, શૌચાલય, બસ સ્ટેન્ડથી હવે એસ.ટી. બસ સુધી પહોંચ્યા ‘તંત્ર-મંત્ર અને મેલી વિદ્યા’ ને પ્રમોટ કરતાં પોસ્ટર!
દેખાય બધાને છે પણ સમજતું કોઈ નથી, અને કાઢતું પણ કોઈ નથી.. આ હકીકત છે આજના આપણાં સમાજની.. તમે પબ્લિક પ્લેસ પર તંત્ર-મંત્ર અને વશીકરણ વિદ્યાને લગતા પોસ્ટરો તો જોયા જ હશે, ક્યાંક શૌચાલયમાં તો ક્યાંક બસ સ્ટેન્ડ પર.. આ પોસ્ટર હવે એસ.ટી. બસોમાં પણ લાગવા માંડ્યા છે!
“આજના આધુનિક યુગમાં તંત્ર-મંત્રમાં કોણ માને એલા? બધાને ખબર પડે છે..!” આ વિચાર કદાચ અમુકના મનમાં આવશે.. તો જણાવી દઉં કે તંત્ર-મંત્ર અને વશીકરણ જેવી મેલી વિદ્યાના કિસ્સાઓ હજુયે સમાજમાં બને છે, થોડા મહિના પહેલા તાંત્રિકવિધિની આડમાં 12 લોકોનો હત્યારો તાંત્રિક નવલસિંહ જાડેજા પકડાયો હતો! અગાઉ કમળપૂજાના અમુક કિસ્સાઓ પણ આપણે સાંભળેલા જ છે! આ આધુનિક યુગમાં 10 લોકોમાંથી 3 તો ડિપ્રેશનમાં હોય છે એ આપણે નજરે જોઈએ છે શું લાગે છે એ લોકો લેશે સહારો બ્લેક મેજિકનો?
હવે વાત આવે પ્રમોટિંગની, જાહેરાતોની.. તો છાપાઓમાં ખાસ કરીને ધર્મ-ભક્તિના પેજમાં આવી અઘોર તાંત્રિકોની જાહેરાતો આપણે જોઈએ જ છીએ, શું એ છપાવવી જોઈએ? શું પબ્લિક પ્લેસ ઉપર આવા પોસ્ટરો લાગવા જોઈએ? સરકારી સંપત્તિ ઉપર ખાસ કરીને બસો કે જે દરરોજનું હજારો કિલોમીટરનું અંતર કાપીને અસંખ્ય લોકોની આંખોમાં દોડે છે એવી જગ્યાએ મેલી વિદ્યાના પોસ્ટર લાગવા જોઈએ? મીડિયાના સેલ્સ વિભાગને જાણ સારું કે, બે-પાંચ ફદિયા ઓછા મળે એ જ ને, શું સમાચાર પત્રો કે ટીવી મીડિયામાં આવતી આવી જાહેરાતો નકારી ન શકીએ?
પોસ્ટરોમાં તો તંત્ર-મંત્રના સમ્રાટોના ફોન નંબર પણ લખેલા હોય છે, તો આ કચરો સાફ કરતાં કેટલી વાર લાગે? સમાજને બગાડતાં આવા નરાધમો કાયદાકીય રીતે ગમે તેમ કરીને છટકી જાય તો પણ એક નાગરિક તરીકે આપણે આવા પોસ્ટર દેખાય એવા તરત કાઢી ન શકીએ?
તંત્ર-મંત્ર-મેલી વિદ્યા-વશીકરણ-કાલા જાદૂ આ બધુ સાચું-ખોટું એમાં પડવા કરતાં આને ઉછેરવા જ કેમ દેવું? ભોગ કોઈપણ બની શકે..
Prevention and Abolition of Human Sacrifice and Other Inhuman, Evil and Cruel Practices, Black Magic Bill, 2024 ભારતીય ન્યાય સહિંતા હેઠળ આ ગુન્હામાં 7 વર્ષની જેલ છે! જે પણ લોકો આ કાળી પ્રવુત્તિઓને પ્રમોટ કરવામાં સાથ કે સહકાર આપે છે એ લોકોએ પણ સુધરવું જોઈએ!
#Gujarat #BlackMagic