અમદાવાદમાં રથયાત્રાનો ઉત્સાહ: પોલીસ દ્વારા "એકતા બાઈક રેલી"નું આયોજન :
ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાના અવસરે, અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાંતિ અને ભાઈચારાનો સંદેશ ફેલાવવા માટે "એકતા બાઈક રેલી" યોજી.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત , ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ આ બાઇક રેલીમાં જોડાયા.
પોલીસ કમિશનરશ્રી પોતે બાઈક ચલાવીને રેલીનું નેતૃત્વ કર્યું હતું અને રથયાત્રાના રૂટ પરથી પસાર થઈને જમાલપુર જગન્નાથ મંદિર સુધી પહોંચ્યા હતા.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@CMOGuj@dgpgujarat@InfoGujarat
#JagannathRathyatra #AhmedabadPolice
#GujaratPolice
#Rathyatra2026
#Ahmedabad
અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગહલૌતનાઓએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો છે.
ગુજરાત રાજ્યના ડીજીપીશ્રી જી. એસ. મલિકનાઓ દ્વારા વિધિવત રીતે આ કામગીરી આજરોજ સોંપવામાં આવી
નવનિયુકત પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેર નાઓને આ નવી જવાબદારી માટે ખૂબ ખૂબ અભિનંદન.
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
મહોરમ તાજિયા નિમિતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર ના.પો. કમી. શ્રી ઝોન-૬ નાઓના માર્ગદર્શન હેઠળ ઝોન -૬ પોલીસ દ્વારા તાજિયા રૂટ ઉપર સઘન પેટ્રોલિંગ રાખવામાં આવ્યું. #ahmedabadpolice#gujaratpolice https://t.co/HReQLT5Sdj
આગામી મોહરમ તહેવાર નિમિતે, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર અને રાજ્ય પોલીસ વડાશ્રી જી. એસ. મલિકનાઓના અધ્યક્ષ સ્થાને અમદાવાદ શહેર તાજીયા કમિટીની બેઠક યોજાઈ.
આ બેઠક દરમિયાન શહેર તાજીયા કમિટી દ્વારા પોલીસ કમિશ્નરશ્રી અને અન્ય ઊચ્ચ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું.
શહેરના અગ્રણી મુસ્લિમ બિરાદરો, શહેર પોલીસના ઊચ્ચ અધિકારીઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં, મા. પોલીસ કમિશ્નરશ્રીના અધ્યક્ષ સ્થાને તાજીયા જુલુસના આયોજન અંગે સંકલન સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી.
આ બેઠકનો મુખ્ય હેતુ મોહરમ તહેવાર દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે તાજીયા જુલુસનું આયોજન કરવા માટે શહેર પોલીસ અને મુસ્લિમ બિરાદરી વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો હતો.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@CMOGuj@InfoGujarat
#AhmedabadPolice
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - 2026
"Yoga for Healthy Ageing",
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર કચેરી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
આ શિબિરમાં મા. પોલીસ કમિશ્નરશ્રી તથા રાજ્ય પોલીસ વડાશ્રી જી. એસ. મલિકનાઓએ શહેર પોલીસના ઊચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ સાથે ભાગ લીધો.
પોલીસ દળમાં યોગ પ્રત્યે જાગૃતિ, શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિના સંદેશનો વ્યાપક પ્રસાર કરવામાં આવ્યો.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@CMOGuj@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
@ImSSanket@AhmedabadPolice@sanghaviharsh Thank you very much for your generous words of appreciation. Such recognition is deeply encouraging and serves as a source of motivation to continue striving for excellence✨✨
સમર કેમ્પ 2026 – Season 3
અમદાવાદ શહેર પોલીસ પરિવારના બાળકોના વેકેશનને યાદગાર અને પ્રોડક્ટિવ બનાવવા માટે પોલીસ કમિશનર શ્રી જી. એસ. મલિકનાઓની પ્રેરણાથી ‘સમર કેમ્પ 2026 – Season 3’ ચાલી રહ્યા છે.
મે મહિનાથી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટર સહિત શહેરના જુદા જુદા વિસ્તારોની પોલીસ લાઈનોમાં કુલ 13 સમર કેમ્પ ચાલી રહેલ છે. સવારે 7 થી 11 વાગ્યાના મુખ્ય સમય ઉપરાંત કેટલીક જગ્યાએ સાંજે પણ ખાસ સેશન્સ રાખવામાં આવ્યા છે, જેમાં 760 જેટલા બાળકો નવી નવી વસ્તુઓ શીખવા માટે ભારે ઉત્સાહ બતાવી રહ્યા છે.
આ સમર કેમ્પની પ્રગતિ નિહાળવા માટે પોલીસ કમિશ્નરશ્રી આજે મણિનગર, વટવા અને એલિસબ્રિજ પોલીસ લાઈનની રૂબરૂ મુલાકાત લઈને કેમ્પનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન બાળકોની અદભુત કૃતિઓ અને પ્રવૃત્તિઓ જોઈને તેમને શાબાશી આપી હતી, તેમજ ત્યાં હાજર પોલીસ પરિવારોના સભ્યો સાથે મુક્ત મને વાતચીત કરીને તેમનો ઉત્સાહ બેવડાવ્યો હતો.આ કેમ્પ માત્ર ટાઈમપાસ માટે નથી, પરંતુ તેનો ઉદ્દેશ્ય બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનો છે. રમત-ગમત, આર્ટ એન્ડ ક્રાફ્ટ અને સોશિયલ એક્ટિવિટીઝ દ્વારા બાળકોની ફિઝિકલ ફિટનેસ અને મેન્ટલ હેલ્થ સુધરે તેવો અનોખો પ્રયાસ અહીં થઈ રહ્યો છે. આ પ્રવૃત્તિઓ બાળકોને પોતાની છુપાયેલી ટેલેન્ટ ઓળખવામાં મદદ કરશે, જેથી તેઓ ભવિષ્યમાં દેશના એક આદર્શ, જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે ઉભરી શકે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
સમર કેમ્પ 2026 – Season 3
પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓના માર્ગદર્શન હેઠળ, વર્ષ 2024થી અમદાવાદ શહેર પોલીસ પરિવારના બાળકો માટે ઉનાળાની રજાઓ દરમિયાન સમર કેમ્પનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું.
સમર કેમ્પ 2026 – Season 3 અંતર્ગત, આજરોજ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓએ અમદાવાદ શહેરની ચાંદખેડા પોલીસ લાઇન, રાણીપ પોલીસ લાઇન અને ગાયકવાડ હવેલી પોલીસ લાઇનના સમર કેમ્પ ની મુલાકાત લીધી.
જેમાં પોલીસ પરિવારના મોટા ભાગના બાળકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.આ પ્રકારની પ્રવૃત્તિઓ બાળકોને ડિજિટલ સ્ક્રીનથી વિરામ આપે છે અને પ્રકૃતિ સાથે જોડે છે.
પોલીસ કમિશ્નરશ્રીનાઓએ બાળકો દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ નિહાળી અને ઉપસ્થિત પોલીસ પરિવાર સાથે સંવાદ કર્યો. વાલીઓ અને પોલીસ કર્મચારીઓની ભાગીદારી કેમ્પને વધુ અસરકારક બનાવે છે.
*સુરક્ષા માટે સજજ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
14/05/2026
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી જી.એસ.મલિકનાઓ દ્વારા શરૂ કરાયેલ ૧૨ અઠવાડિયાના Mission Fit Khakhi અભિયાન નવ સપ્તાહ પૂર્ણ કરી ને તેના દસમા સપ્તાહમા ચાલી રહેલ છે .
આ તબક્કે ખાસ કરીને પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવા પર વિશેષ ભાર મૂકાઈ રહેલ છે.
પોલીસ કમિશ્નરશ્રીએ આહાર માર્ગદર્શનમાં પરંપરાગત સંતુલિત ભોજન સાથે સાથે પ્રોટીન અને ફેટ આધારિત, કાર્બોહાઇડ્રેટ ઓછા હોય તેવા આહાર અંગે ચર્ચા અને સમજ કરવામાં આવી. આ પ્રકારનો આહાર પોલીસ કર્મચારીઓ માટે ઊર્જા સ્તર જાળવવામાં, તણાવ નિયંત્રણમાં અને કાર્યક્ષમતા વધારવામાં અસરકારક સાબિત થઈ શકે છે.
Mission Fit Khakhi અભિયાનનો મુખ્ય હેતુ પોલીસ કર્મચારીઓની ફિટનેસ, કાર્યક્ષમતા, અને માનસિક સ્થિરતા વધારવાનો છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
આજે પી.ટી. પરેડનું આયોજન અમદાવાદ શહેર પોલીસ મુખ્ય મથક, શાહીબાગ ખાતે કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહ્યા.
પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિકના અધ્યક્ષસ્થાને યોજાયેલા પરેડ દરમિયાન નિયમિત કસરત અને યોગ્ય આહાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
સાથે જ શહેરની કાયદા અને વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
પોલીસ કમિશ્નરશ્રી દ્વારા શરૂ કરાયેલ 12 અઠવાડિયાના Mission Fit Khakhi અભિયાન આજે આઠ સપ્તાહ પૂર્ણ કરીને, નવમા સપ્તાહમાં પ્રવેશતા આજે ખાસ કરીને પોષણક્ષમ અને સંતુલિત આહાર અપનાવવા પર ભાર મૂકાયો.
આ કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસ કર્મચારીઓની ફિટનેસ અને કાર્યક્ષમતા વધારવાનો તેમજ શહેરની સુરક્ષા વધુ સજ્જ બનાવવાનો છે.
સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે નવનિર્મિત 'પોલીસ જીમ'નું ઉદ્ઘાટન
અમદાવાદ શહેરના પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય, તંદુરસ્તી અને સર્વાંગી સુખાકારીને ધ્યાનમાં રાખીને, પોલીસ કમિશનર કચેરીના પ્રથમ માળે એક આધુનિક અને સુસજ્જ પોલીસ જીમ તૈયાર કરવામાં આવ્યું છે.
આ નવનિર્મિત જીમનું ઉદ્ઘાટન પોલીસ કમિશનરશ્રી જી. એસ. મલિકનાઓના હસ્તે કરવામાં આવ્યું.આ પ્રસંગે ખાસ આમંત્રિત મહેમાન તરીકે શ્રી નિપુણા તોરવણે , પ્રિન્સીપાલ સેક્રેટરી ગ્રુહ વિભાગ અને મેનેજિંગ ડિરેક્ટર- ગુજરાત પોલીસ આવાસ નિગમ નાઓ અને અન્ય ઊચ્ચ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ હાજર રહ્યા.
આ જીમમાં પોલીસ કર્મચારીઓ માટે વ્યાયામ સાધનો, ફિટનેસ મશીનો તથા આરોગ્યપ્રદ કસરતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી તેઓ પોતાના દૈનિક ફરજિયાત કાર્યો સાથે શરીર અને મનને તંદુરસ્ત રાખી શકે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@InfoGujarat
#AhmedabadPolice
આજરોજ, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ અનુસંધાને અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રી શ્રી જી.એસ. મલિકનાઓએ શહેર વિસ્તારના અસારવા, દાણીલીમડાના પિરાણા રોડ, બહેરામપુરા અને શાહપુર વિસ્તારના રંગીલા ચોકીમાં આવેલા સંવેદનશીલ મતદાન મથકોની મુલાકાત લીધી.
આ મુલાકાત દરમિયાન સ્થાનિક પોલીસ અધિકારીશ્રીઓ તથા ચૂંટણી અધિકારીશ્રીઓ પણ સાથે હાજર રહ્યા.
પોલીસ કમિશ્નરશ્રીએ સ્થળ પરની સુરક્ષા વ્યવસ્થાનું વિગતવાર નિરીક્ષણ કર્યું અને મતદાનના દિવસે શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું.
અમદાવાદ શહેર પોલીસ સંપૂર્ણ રીતે સજ્જ છે અને મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ, સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે પ્રતિબદ્ધ છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
#AhmedabadPolice
કાંકરિયા કાર્નિવલ જેવા વિશાળ લોકમેળામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત, મજબૂત સુરક્ષા અને સલામતીના સઘન પગલાં સમગ્ર આયોજનની સફળતાનું મુખ્ય આધાર છે.
https://t.co/KnIOISU33d
ગઇકાલ તા.૧૯/૧૨/૨૦૨૫ ના રોજ સમગ્ર અમદાવાદ શહેરમાં રાખવામાં આવેલ વાહનચેકીંગ ડ્રાઇવના ભાગ રૂપે ઝોન ૦૬ ડી.સી.પી. શ્રી ભગીરથ ગઢવી સાહેબના માર્ગદર્શન હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું.
#ahmedabadpolice#GujaratPolice#Ahmedabad#ahmedabadcity