આજ રોજ માં. કલેક્ટર સાહેબ દ્વારા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, અને સ્પેશીયલ એડોપ્શન એજન્સી, ખૂંધ ની મુલાકાત દ્વારા કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ તથા સંસ્થામાં બાળકોની જરૂરિયાત, ડોરમેટરી, ભોજનાલય, કોઠારરૂમ નું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો આપવામાં આવેલ.
આજ રોજ નવસારી જિલ્લાના ગણદેવી ગામમાં તલાટી કમ મંત્રીશ્રીની મિટીંગમાં તાલુકા બાળ સુરક્ષા સમિતિની મિટીંગ તથા બાળ સુરક્ષા, બાળ લગ્ન તેમજ વિવિધ યોજનાકીય સમજ આપવામાં આવેલ.
આજ રોજ મા.અધ્યક્ષશ્રી-વ-કલેક્ટર સાહેબના અધ્યક્ષપદે જિલ્લા બાળ કલ્યાણ અને સુરક્ષા સમિતિ ની તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજવામાં આવેલ. બાળ સુરક્ષા સબંધિત વિવિધ પ્રશ્નો સબંધી સૂચનો અને માર્ગદર્શન આપવામાં આવેલ.
તા.૧૯/૦૪/૨૦૨૬ ના રોજ અક્ષય તૃત્રીયા નિમિતે બાળ વિવાહ મુક્ત ભારત અંતર્ગત ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ દ્રારા નવસારી જિલ્લાના ગામોમાં જઇ “ બાળ લગ્ન એક કાનૂની અપરાધ છે “તે અંગેની સમજ આપવામા આવેલ.
તા. ૦૮/૦૩/૨૦૨૬ ના રોજ મહિલા દિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્મ કુમારી સંસ્થા દ્વારા અભિવાદિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળ સુરક્ષા સંબધિત માહિતી આપવામાં આવેલ.
આજ રોજ જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારી/કર્મચારીઓ દ્રારા નવસારી જીલ્લાના વેજલપોર ગામમાં સેવા સેતુમાં હાજર રહી બાળ લગ્ન તેમજ બાળ સુરક્ષાની વિવિધ યોજનાકીય સમજ આપવામાં આવેલ.