આત્મવિશ્વાસ, માર્ગદર્શન અને સહકારના આશયથી લોન્ચ કરેલ “બનાસ પરીક્ષા પથદર્શક” ધોરણ 10–12ના વિદ્યાર્થીઓ માટે વિષય નિષ્ણાતો, મનોચિકિત્સક સહાય અને કંટ્રોલરૂમ વિગતો સાથે માર્ગદર્શનનું એક વિશ્વસનીય સાધન બની રહેશે.@CMOGuj@InfoGujarat
બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા, દિયોદર, લાખણી, સુઈગામ, ભાભર, થરાદ અને વાવ તાલુકામાં આવતીકાલે તા. 9 સપ્ટેમ્બર, 2025ના રોજ તમામ આંગણવાડી, શાળાઓ, કોલેજો તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે.@InfoGujarat
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણમાં શ્રેષ્ઠ કામગીરી માટે તેમજ SSC,HSC (સા. પ્ર.) પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવવા બદલ 79 માં સ્વાતંત્ર દિન નિમિત્તે માન. કલેક્ટર સાહેબશ્રીના હસ્તે પ્રમાણપત્ર તેમજ શીલ્ડ આપી ડૉ. હિતેશ પટેલ @Team Education, Banaskathanનું સન્માન કરવામાં આવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મિશન સ્કુલ ઓફ એક્સલન્સ-2.O અંતર્ગત રાજ્યની ગ્રાન્ટ-ઇન-એઈડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને માળખાકિય સુવિધા સુદ્રઢ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અન્વયે વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે ₹10 લાખથી ₹1.50 કરોડ સુધીની આર્થિક સહાય ખૂટતા વર્ગખંડ, પુસ્તકાલય, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, વોકેશનલ રૂમ, ગર્લ્સ રૂમ, નવા ટોયલેટ બ્લોક્સ, પીવાના પાણીની સુવિધા અને અન્ય મેજર રિપેરીંગ તેમજ રંગરોગાન, કમ્પાઉન્ડ વોલ અને દિવ્યાંગ માટે જરૂરી સુગમ્ય સુવિધાઓ જેવી વિવિધ માળખાકીય સગવડો ઊભી કરવા માટે ફક્ત એક જ વાર મળી શકશે.
શાળાકીય સુવિધાઓ માટેની આ સહાય 80:20ના પ્રમાણમાં આપવામાં આવશે, એટલે કે થનારા ખર્ચના 80 ટકા રાજ્ય સરકાર આપશે તથા બાકીના 20 ટકા રકમ સંબંધિત શાળા મંડળ દ્વારા ભોગવવાની રહેશે. આ સહાય માટે પાત્રતા ધરાવતી શાળાઓ તા.30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં નિયત નમૂનામાં દરખાસ્ત કરીને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીને મોકલી શકશે.
મુખ્યમંત્રીશ્રી દ્વારા કરવામાં આવેલ આ શિક્ષણ હિતલક્ષી નિર્ણય ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોની ગ્રાન્ટ-ઇન-એઈડ શાળાઓમાં વિદ્યાર્થીલક્ષી માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં મદદરૂપ બનશે અને સંચાલકો પરનું આર્થિક ભારણ પણ ઓછું થશે.
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા, ભારતના લોકલાડીલા વડાપ્રધાન આદરણીય શ્રી @narendramodi સાહેબનું ગુજરાતની ધરા પર હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત છે.
સુસ્વાગતમ્ મોદીજી.
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ગુજરાતની મુલાકાતે પધારી રહ્યા છે, ત્યારે આજે સુરતમાં એક બહુ મહત્ત્વનો કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે.
મોદીજી આજે ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’નો શુભારંભ કરાવીને જિલ્લાના અંદાજે 2 લાખ લાભાર્થીઓને ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ હેઠળ વિના મૂલ્યે અનાજનું વિતરણ કરશે.
સુરત જિલ્લાના 100 ટકા લાભાર્થીઓને અન્ન સુરક્ષાનો લાભ મળે તે સામે ચાલીને સુનિશ્ચિત કરતું આ અભિયાન ખૂબ મહત્ત્વનું બની રહેશે.
માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભ પ્રત્યેક લાભાર્થી સુધી પહોંચે.. સાચો લાભાર્થી લાભથી વંચિત ન રહે, અને કોઈ ખોટો વ્યક્તિ લાભ મેળવી ન જાય તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.