ચાણસદ ગામમાં "ODF પ્લસ મોડલ ગામ" અંતર્ગત સુખાકારી સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સમિતિના તમામ સભ્યોને સ્વચ્છતાની દ્રષ્ટિએ ખૂટતી સુવિધા પૂર્ણ કરવા તેમજ સાર્વજનિક સ્થળોની સ્વચ્છતા રાખવા વિશે જણાવવામાં આવ્યું . ઉપરાંત ગામના વિવિધ સ્થળોએ સફાઈ કરી દવાનો છટકાવ કરવામાં આવ્યો.
વડોદરાની તિરંગા યાત્રા સખી મંડળની બહેનો માટે લાવી રોજગારીની તક. વડોદરા મહાપાલિકાએ તિરંગાયાત્રીઓ માટે રૂ. બે લાખના સૂકા નાસ્તા માટે રેવા બ્રાંડને પસંદ કરી. સખી મંડળની ઉત્પાદનોનું બ્રાંડ નેમ છે રેવા.
#HarGharTiranga#HarGharTirangaGuj@ddo_vadodara@CollectorVad
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાદરા તાલુકાના એકલબારા ગામના રહેવાસી રવજીભાઈ મોતીભાઈ ને એમના પરિવાર સાથે કાચા મકાનમાં રહેતા હતા. આ યોજના થકી એ પોતાનું ઘરનું ઘર બનવાનું સપનું સાકાર કરી શક્યા છે અને પરિવાર સાથે રાજીખુશી થીં રહે છે. @ddo_vadodara@CollectorVad