ગ્રામ પંચાયત કચેરી કાલેજ ખાતે જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કામગીરી દૈનિક ધોરણે કરવામાં આવી રહેલ છે. દરેક ગ્રામજનો સમય મર્યાદામાં જન્મ-મરણ અને લગ્નની નોંધ કરાવે અને સત્તાવાર દસ્તાવેજ મેળવે.
@collectorjunag@DdoJunagadh@TDO_MANGROL_JND@InfoJunagadhGoG
#ગામમુલાકાત
વિસાવદર તાલુકાના રાવણી મુંડિયા ગામની મુલાકાત દરમિયાન ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ, તલાટી દફ્તરની તપાસણી કરવામાં આવી.
સાથે જ ગ્રામજનો સાથે ગામના પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરી તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંગે ગામ લોકોને માહિતગાર કર્યા.
@CMOGuj@sanghaviharsh
જાહેર સૂચના | ઓઝત વિયર, વંથલી
તા. 01/05/2026
સમય: સવારે 8:00 કલાકે
ઓઝત વિયર, વંથલી ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી ડેમનું રૂલ લેવલ 27.00 જાળવવા માટે ડેમના 6 દરવાજા 0.10 મીટર સુધી ખોલવામાં આવ્યા છે.
નાગરિકોને વિનંતી છે કે નદીના પટમાં અવરજવર ન કરે તથા સાવચેત રહે.
@CMOGuj
🗳️ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026
આજરોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અન્વયે જૂનાગઢ જિલ્લા તથા તાલુકા પંચાયતની મતગણતરી પ્રક્રિયા ચાલી રહેલા કેન્દ્રની મુલાકાત લીધી.
લોકશાહીના આ મહત્વપૂર્ણ તબક્કે તમામ અધિકારીઓ અને કર્મચારીઓ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા છે.
ઓઝત–૨ સિંચાઈ યોજનાના યાત્રીંક રિપેરિંગ/રિનોવેશન કામગીરી
જે અન્વયે આગામી : 30/04/2026 ના રોજ ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવનાર છે. જે અનુસંધાને આજરોજ સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી જરૂરી આયોજન કરવામાં આવ્યું.
(1/2)
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja@ikaushikvekaria
સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી અનુસંધાને આજરોજ વંથલી જિલ્લા તથા તાલુકા પંચાયત ચૂંટણીના મતગણતરી કેન્દ્રની મુલાકાત લઈને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
🗳️ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026
આજરોજ પે સેન્ટર કુમાર શાળા, મેંદરડા ખાતે આવેલ મતદાન મથકની મુલાકાત કરવામાં આવી.
મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, વ્યવસ્થિત અને પારદર્શક રીતે ચાલી રહી છે.
લોકશાહીના આ પાવન પર્વે સૌ મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા વિનંતી.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - 2026
માખિયાળા ગામમાં ફરજ અને સંસ્કારનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
માખિયાળા ગામની નવવધૂ ડેનીશાબેન ગજેરાએ લગ્નના પવિત્ર ફેરા ફરતા પહેલાં મતદાન મથકે પહોંચી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી જાગૃત નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
🗳️ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી – 2026
વિસાવદર તાલુકાના કાનાવડલા ગામે લોકશાહી પ્રત્યે અનોખો ઉત્સાહ જોવા મળ્યો…
કેનીલભાઈ હરસુખભાઈ વાલાણીએ પોતાના લગ્ન પ્રસંગ દરમિયાન જાનૈયાઓ સાથે મતદાન મથકે પહોંચી મતાધિકારનો ઉપયોગ કરી ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી.
આજરોજ વંથલી તાલુકાના ઝાંપોદડ ગામની મુલાકાત કરવામાં આવી.
ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટી દફ્તરની તપાસણી કરી, કામગીરીની સમીક્ષા કરવામાં આવી.
સાથે જ પ્રાથમિક શાળા અને મતદાન બૂથની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી, સંબંધિત કર્મચારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજરોજ માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામની મુલાકાત કરી, તલાટી દફતરની તપાસણી કરવામાં આવી.
હુસેનાબાદ ગામના મતદાન મથકની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ સુવિધાઓનું વિગતવાર નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
@revenuegujarat@JayantiRavi
ગ્રામ પંચાયત કચેરી કાલેજ ખાતે જન્મ-મરણ અને લગ્ન નોંધણીની કામગીરી દૈનિક ધોરણે કરવામાં આવી રહેલ છે. દરેક ગ્રામજનો સમય મર્યાદામાં જન્મ-મરણ અને લગ્નની નોંધ કરાવે અને સત્તાવાર દસ્તાવેજ મેળવે.
@collectorjunag@DdoJunagadh@TDO_MANGROL_JND@InfoJunagadhGoG