મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય નાણામંત્રી તેમજ કેન્દ્રીય ઉદ્યોગ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ધોલેરા SIR ના એક્ટિવેશન એરિયામાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરવા રચવામાં આવેલ ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ નામની SPV ની ભૂમિકા આપી હતી. તેમણે વિશ્વાસ દર્શાવ્યો હતો કે માનનીય વડાપ્રધાનશ્રીના ‘ન્યૂ ઇન્ડિયા’ ના સપનાને ધોલેરા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સિટી સાકાર કરે છે.