મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી તૃષાબેન પટેલ અને બહુચરાજી મામલતદારશ્રી પ્રકાશભાઈ ગોસ્વામી દ્વારા બહુચરાજી ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા આયોજીત નવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો..
નવરાત્રી ના પાવન અવસર પર ગુજરાતની મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાના હેતુથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા બહુચરાજી ખાતે નવરાત્રી મેળા નુ આયોજન કરવામા આવ્યું.
આત્મનિર્ભર ભારત સાથે સ્ત્રી સશક્તિકરણના અભિયાનને સાર્થકતા આપવા ના હેતુ થી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી દ્વારા આયોજીત નવરાત્રી મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલ નો અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજથી શુભારંભ....
જન્માષ્ટમી લોક મેળો-રાજકોટ ખાતે રાજકોટના મેયરશ્રી પ્રદીપ ડવ , ડેપ્યુટી મેયર ,કોર્પોરેટર તથા જીલ્લા ના અધિકારી ની પ્રેરક ઉપસ્થિતમા મહિલા આર્ટ એન્ડ ક્રાફ્ટ ફેસ્ટિવલનો શુભારંભ.
આ કાર્યક્રમ માં વલસાડ સાંસદશ્રી ડૉ.કે.સી.પટેલ , માન.સચિવશ્રી વ કમિશનરશ્રી કે.કે.નિરાલા, માન.એમ.ડી.શ્રી ડૉ.હસરત જાસ્મીન, માન.કલેકટર શ્રી વલસાડ, માન.ડીડીઓ શ્રી વલસાડ તેમજ પદાધિકારીઓ , અન્ય મહાનુભાવો મેળામાં ઉપસ્થિત રહ્યા.
રાખી અને હસ્તકલા મેળાના શુભારંભ માન. મંત્રીશ્રી,નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ, શ્રી કનુભાઈ મોહનલાલ દેસાઈના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો.
આત્મનિર્ભર ભારત સાથે સ્ત્રી સશક્તિકરણના અભિયાનને આગળ વધારતા માન.મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા,મહિલા બાળ વિકાસ વિભાગના માન.નિયામકશ્રી ડો.રણજીત કુમાર સિંહ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ માન.મેનેજિંગ ડિરેક્ટરશ્રી ડૉ.હસરત જાસ્મીનએ સ્ટોલની મુલાકાત લઈ મહિલા ઉધમીઓનો ઉત્ષાહ વધાર્યો હતો.