Ancient Shivalinga Discovered at Trimbakeshwar Temple, Nashik
Nashik: During ongoing conservation works by the Archaeological Survey of India (ASI) at the Trimbakeshwar Temple, a stone Shivalinga was unearthed while desilting the historic Amrit Kund.
The Shivalinga was found at the bottom of the 65-foot-deep Peshwa-era tank after removing accumulated silt and debris. Water from this sacred kund has been used for centuries in Lord Shiva’s puja and abhishek.
This discovery highlights how conservation efforts continue to reveal and preserve India’s rich cultural and sacred heritage.
— Atulya Varso News, Maharashtra @ASIGoI #ASINews #Nasik
Hon’ble Union Minister for Culture and Tourism, @gssjodhpur Sir, graciously went through the inaugural edition of Atulya Varso and appreciated the initiative. His encouraging words and support inspire us to continue our mission of promoting India’s rich heritage, culture, and tourism. #newspaper #atulyavarso
નમસ્કાર મિત્રો, રાજ્યના વિવિધ વિસ્તારોનાં હેરિટેજ પ્રેમીઓ મળી શકે અને પોતાના વિચારોની આપ-લે કરી શકે એ માટે ટીમ અતુલ્ય વારસો દ્વારા ઘણા સમયથી અતુલ્ય વારસો ટી પાર્ટીનો પ્રયોગ કરવામાં આવ્યો હતો જો કે વર્તમાન સમયમાં આ કાર્ય થોડું ધીમું થયું હતું જેને પુનઃ વેગ આપી પ્રારંભ કરવામાં જઈ રહ્યા છીએ. ટૂંક સમયમાં જ રાજ્યના વિવિધ શહેરોમાં સમયાંતરે ટી પાર્ટી કરીશું અને ચાયની ચૂસકી સાથે સાથે વાતો કરીશું. #teaparty #atulyavarso
*સરહદી વિસ્તાર સૂઈગામ બોર્ડર નજીક એક નાનું ગામ છે બેણપ. બેણપ (Benap) ગામને ઐતિહાસિક અને પૌરાણિક રીતે બાણાસુર નગરી* તરીકે ઓળખવામાં આવે છે. લોકવાયકા મુજબ, આ સ્થળ મહાભારતકાળના બાણાસુર સાથે સંકળાયેલું છે, જેના કારણે તેને બાણાસુર નગરી કહેવામાં આવે છે. હવે આ *ગામ વિશે મજાની વાત તો એ છે કે તત્કાલિન સમયે અહી સમૃદ્ધ બંદર હતું*. અતુલ્ય વારસોની ટીમ તત્કાલીન સમયનાં બંદર અને વર્તમાન રણ કાંઠે આવેલા આ ગામની મુલાકાતે ગઈ અને સ્થાનિક લોકોને મળી વિગતો જાણવાનો પ્રયાસ કર્યો. અહી ગામનો મુખ્ય ટીંબો અનેકવિધ પુરાતત્વીક પુરાવાઓ સાચવી બેઠો છે જ્યારે આજે પણ સ્થાનિક લોકોને ખોદકામ અને ચોમાસા દરમ્યાન જુના સિક્કાઓ મળી આવે છે. *અમારા સંપૂર્ણ સર્વેક્ષણને અહી વિડીયોરૂપે પ્રસ્તુત કરી રહ્યા છીએ*.
એક સમયનું બંદર આજે થયું રણ | ગુજરાતનું પ્રાચીન બંદર બેણપ | સુઈગામ | ATULYA VARSO
https://t.co/Px0Egdc0Ln
કચ્છ યુનિવર્સીટી ખાતે એક દિવસીય નેશનલ સેમિનારનું આયોજન થયું. એ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો અને સ્થાનિક વિધાર્થીઓ/અધ્યાપકશ્રીઓ સાથે વાર્તાલાપ કરવાનો મોકો મળ્યો. અહીની સૌથી મહત્વની વાત અહી નોંધવા યોગ્ય લાગી એ છે કે *વર્ષ ૨૦૨૩માં અહી ઇતિહાસ વિભાગ અમલમાં આવ્યો અને વિધાર્થીઓએ સૌથી પ્રારંભમાં જ જે પ્રોજેક્ટ હાથમાં લીધો તે હતો સ્થાનિક ગામડાઓનાં ઇતિહાસ, સંસ્કૃતિની દસ્તાવેજીકરણ*. યોગાનુયુગ સેમીનાર દરમ્યાન આ થયેલ દસ્તાવેજીકરણનું વિમોચન કરવામાં આવ્યું. ખુબ સરસ ઘટના અને આ પ્રયોગો દરેક શૈક્ષણિક સંસ્થાઓ હાથ ધરે તે અતિ આવશ્યક છે. #heritageeducation #kutch @kskvku
*એડવેન્ચર એન્ડ આર્કીઓલોજી*
ગુજરાતમાં હજુ પણ ઘણા સ્થળો વણખેડાયેલા છે અને એ સારી બાબત છે ખાસ કરીને સંશોધનોમાં રસ ધરાવનાર સમુદાય માટે. અમારી ટીમ સતત વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરતી હોય છે જેનો હેતુ નવા નવા સર્વેક્ષણો થકી *પુરાતત્વ અને ઇતિહાસનાં છુટેલા પાનાઓનો અભ્યાસ* કરવો. તાજેતર અમોએ તારંગામાં *ટ્રેકિંગ સહ પુરાતત્વનો અભ્યાસ કાર્યક્રમ* કર્યો જેમાં અમોને વિવિધ ધાર્મિક અવશેષો ઉપરાંત પુરાતન ગુફાઓ જેમાં *માનવ સર્જિત બાંધકામ હોય, જુના ચિત્રો, તત્કાલિન સમયે ઉપયોગમાં લેવાયેલા ઠીકરાઓ, જૂની ઈંટ વગેરે મળી* આવ્યા. અમારી ટીમમાં *પુરાતત્વવિદ્દ, ઈતિહાસવિદ્દ, ફોટોગ્રાફર, ટ્રેકિંગનાં નિષ્ણાંત સભ્યો* હતા. જો આપ શારીરિક અને માનસિક રીતે સજ્જ હોવ તો આપ પણ અમારા આગામી સર્વેક્ષણમાં જોડાઈ શકો છો. આગામી ટુરની માહિતી વહેલીતકે શેર કરીશું. જય હિંદ #taranga #adventuretime #Archaeology
*પુરાતાત્વિક સંશોધનો અને સાહસ સિક્કાની બે બાજુ* છે. જો તમે ગમે તેવા રફ રસ્તાઓ, પહાડો, નદીઓમાં રખડવા તૈયાર હોવ તો જ તમે કંઈક નવું શોધી શકો. વળી *પહાડોમાં ચઢવું, ડુંગરા ખુંદવા એ વ્યક્તિનાં શારીરિક સહ માનસિક તણાવને દુર કરવા માટે પણ એટલો જ અગત્યનો ફાળો* ભજવે છે. જો આપ અમારી આ વાતોમાં સંમત હોવ અને ડુંગરાઓમાં ફરતા ફરતા નવા હેરિટેજ સ્થળો જોવા અને નવી શોધો કરવા માંગતા હોવ તો આગામી રવિવારે (૧૮ જાન્યુઆરી ૨૦૨૬) ની *એક દિવસીય એડવેન્ચર સહ પુરાતત્વને જોડતી યાત્રા* નો લાભ લઈ શકો છો. વધુ માહિતી માટે આપ અહી આપેલા નંબર પર *મેસેજ અથવા ફોન કરી શકશો - ૯૩૨૮૩૧૨૩૬૩.* #adventuretime #Archaeology #tourism #taranga #vadnagar
*હેરિટેજ બ્રિગેડ અંતર્ગત જિલ્લા અને તાલુકાવાર સંસ્કૃતિ સંવર્ધકોને જોડવા* ટીમ તૈયાર થઈ રહી છે અને આ કામ સરળતાથી પાર પાડવા દરેક ઝોનમાં કન્વીનરની નિયુક્તિ કરવામાં આવી છે જેઓની યાદી નીચે મુજબ છે. *ઉત્તર ઝોનમાં શ્રી શૈલેશભાઈ પંચાલ, કચ્છ ઝોનમાં શ્રી નરેશભાઈ અંતાણી, સૌરાષ્ટ્ર ઝોનમાં શ્રી હર્ષભાઈ પટેલ, મધ્ય ઝોનમાં શ્રી ભરતભાઈ પ્રજાપતિ, પૂર્વ ઝોનમાં ડૉ. સુરેશભાઈ ચૌધરી અને દક્ષિણ ઝોનમાં શ્રી રજનીભાઈ પટેલનો સમાવેશ* કરવામાં આવે છે. આ ટીમનાં સંયુક્ત સંકલન સાથે ખુબ વહેલીતકે સુચારુ આયોજનો પાર પાડીશું તેવી આશા સહ જય હિંદ.for more : https://t.co/lXacPpzTHs
*અંબાજી તીર્થ દર્શન સર્કિટ* ધીમે ધીમે લોકભોગ્ય બની રહી છે અને અનેકવિધ વિધાર્થીઓ સમયાંતરે આ સર્કિટનો લાભ લઈ રહ્યા છે. *મુખ્ય મંદિર અને ગબ્બર ઉપરાંત અન્ય દેવસ્થાનો, પ્રાકૃતિક સ્થળો, સ્થાનિક લોક સંસ્કૃતિ* ઉજાગર થાય તેવા હેતુસર અંબાજી તીર્થ દર્શન સર્કિટ તૈયાર કરવામાં આવી છે. આ સર્કિટ થકી અહી આવનાર યાત્રિકો ઉપરાંત ખાસ કરીને વિધાર્થીઓ સમગ્ર અંબાજી તીર્થનાં દર્શન કરે, ઐતિહાસિક, ધાર્મિક ઉપરાંત *સાંસ્કૃતિક અને પ્રાકૃતિક દ્રષ્ટિએ અંબાજી* ને જાણે અને માણે તે પ્રાથમિકતા છે. #atulyavarso #ambaji @CollectorBK@GujaratTourism
આગામી લાભપાંચમનાં રોજ *અંબાજી તીર્થ દર્શન સર્કિટની પ્રથમ સફર* આયોજન કરી રહ્યા છીએ. આપ સૌને આ દિવ્ય સફરમાં જોડાવવા અને સંપૂર્ણ અંબાજી તીર્થને જોવા જાણવા આવકારીએ છીએ. #atulyavarso#ambaji
દિવાળી નિમિત્તે આપણા સ્થાપત્યો સ્વચ્છ રહે અને શુશોભિત થાય એ માટે ટીમ અતુલ્ય વારસો પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ખેડબ્રહ્મા નજીક આવેલા ગોતા ગામનું શિવ પંચાયતન મંદિરને સ્થાનિક લોકોને જોડી સ્વચ્છ કરી રંગોળીથી શુશોભિત કરવામાં આવ્યું હતું. ઈ.સ. ૧૪મી સદીનું આ દેવાલય સફાઈ અને શુશોભન બાદ ઝળકી ઉઠ્યું હતું. #atulyavarso #Sabarkantha #Heritage
દિપાવલી પર્વની પૂર્વસંધ્યાએ ખેડબ્રહ્મામાં આવેલ જળ સ્થાપત્યના બેજોડ નમુનારુપ વાવમાં દિપમાળાનો દિવ્ય ઉત્સવ રાખવામાં આવ્યો હતો. સૌ પ્રથમ આ વાવની સફાઈ કરવામાં આવી અને સાંજે વાવને દીવડાઓથી સુશોભિત કરી, મહાઆરતી કરવામાં આવી હતી. *જેમ દિવાળીમાં આપણે ઘરમાં સાફ સફાઈ કરીએ છીએ એમ શું આપણા ગામ/નગરનાં આવેલા હેરીટેજ સ્થળો સ્વચ્છ ના કરી શકીએ?* આ જ વિચારને અનુસરીને ટીમ અતુલ્ય વારસો દ્વારા સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને આ અભિયાન પાર પાડવામાં આવ્યું હતું. #atulyavarso #khedbrahma @PrantKhedbrahma@CollectorSK@sanghaviharsh