આજ રોજ લીલીયા પંથકના ભોરીંગડા–ક્રાંકચ માર્ગ પર તાજેતરમાં બનેલી દુઃખદ ઘટનાના અનુસંધાને ઘટનાસ્થળની મુલાકાત લઈને સ્થળની વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું.
આ ઘટનામાં શિક્ષક શ્રી જગદીશભાઈ રંગપરાના અકાળ અવસાનથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું. તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું અને પરમાત્માને દિવંગત આત્માને શાંતિ અર્પવા પ્રાર્થના કરું છું.
સ્થાનિક ગ્રામજનો સાથે ચર્ચા કરી માર્ગની સુરક્ષા અંગે જરૂરી સૂચનો મેળવ્યા. ભવિષ્યમાં ચોમાસા દરમિયાન આવી કોઈ દુઃખદ ઘટના ફરી ન બને તે માટે જોખમી કોઝવે પર તાત્કાલિક નવું નાળું (કલ્વર્ટ) બનાવવાની સૂચના સંબંધિત અધિકારીઓને આપવામાં આવી છે.