તમારી એક ભૂલ અને જિંદગી દાવ પર
મૂળ સાબરકાંઠાનો એક યુવાન પાલનપુર તાલુકાના નરસલ ગામે ભાગિયું રાખી ખેતીકામ કરતો. આશરે ત્રણ મહિના પહેલા તેને એક કૂતરાએ બચકું ભર્યું હતું.
તે સમયે કદાચ તેણે આ વાતને સામાન્ય ગણી ગંભીરતાથી ન લીધી અને એન્ટી-રેબીઝ વેક્સિન (હડકવા વિરોધી રસી) લેવાનું ટાળ્યું.
આ જ તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ.
છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાનના શરીરમાં હડકવાના લક્ષણો દેખાવા લાગ્યા. સ્થિતિ એટલી હદે વણસી કે તે વ્યક્તિ હિંસક બની ગયો, અજીબોગરીબ અવાજો કાઢવા લાગ્યો અને સામે આવતા લોકોને બચકાં ભરવા દોડવા લાગ્યો.
ગભરાયેલા ગ્રામજનોએ ભારે જહેમત બાદ તેને દોરડાથી બાંધી પોલીસની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો.
હોસ્પિટલમાં પણ તેણે ભારે હોબાળો મચાવ્યો, જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સૌએ જાણવા જોગ માહિતી -
કૂતરા કે અન્ય જાનવરના કરડ્યાના 24 થી 48 કલાકની અંદર જ રસી લેવી અનિવાર્ય છે.
હડકવા (Rabies) એક એવો રોગ છે કે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે, પછી દુનિયાની કોઈ તાકાત તેને બચાવી શકતી નથી. તે 100% જીવલેણ છે.
આ રોગમાં દર્દીને પાણીથી ડર લાગે છે અને તે હિંસક બની શકે છે. જો આવો દર્દી બીજા કોઈને બચકું ભરે, તો તેને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે.
અત્યારે આ યુવાન હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ડોક્ટરો તેને સેડેશન (દવા આપીને ઊંઘમાં રાખવો) હેઠળ રાખીને સારવાર કરી રહ્યા છે, અને તેના પરિવારજનોને પણ સાવચેતીના ભાગરૂપે રસી આપવામાં આવી છે.
રખડતા કૂતરાનો ત્રાસ એક સામાજિક સમસ્યા હોઈ શકે, પણ રસી લેવી એ આપણી અંગત જવાબદારી છે.
કૂતરો કરડે ત્યારે જરાય શરમ રાખ્યા વગર કે આળસ કર્યા વગર સીધા દવાખાને પહોંચો.
તમારી એક સાવચેતી તમારા પરિવારને આવી આઘાતજનક સ્થિતિમાંથી બચાવી શકે છે.
#Gujarat #Rabies
Gen Z એટલે નવી પેઢી. આ પેઢીના માત્ર વિચાર કે વર્તન જ અલગ નથી, તેમની ભાષા પણ અલગ છે. એવી ભાષા જે રીલ્સ, વોટ્સએપ અને યુટ્યુબ કોમેન્ટ્સમાંથી જન્મી છે. જેના શબ્દો પુસ્કતના બદલે કીબોર્ડમાંથી નીકળે છે.
આ નવી પેઢીની નવી ભાષાના કેટલાક શબ્દો...
#GenZ#newage
@nishtha1415 *નવું વર્ષ, નવા વિચાર*
*નવી આશા અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ...🎉*
*નૂતન વર્ષાભિનંદન 🙏*
@kathiyawadiii 12th Fail, Reva, Gajab Thai gayo, State of siege: Temple attack, Hichki, Madam Geeta Rani, Taare Zameen Par, Stanley ka dabba, I am Kalam, Dhhh, Chhello show, Super 30 etc.