સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીને ધ્યાનમાં રાખીને શ્રી ચિરાગ કોરડિયા આઈ.જી.પી. બોર્ડર રેન્જ દ્વારા સંવેદનશીલ મતદાન મથકોની રૂબરૂ મુલાકત લેવામાં આવી. મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી ફરજ પર હાજર પોલીસ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
આજ રોજ તા.૧૦/૦૩/૨૦૨૬ના આઈજીપી શ્રી સરહદી વિભાગનાઓની સૂચના મુજબ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સાઈબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, સરહદી વિભાગના માર્ગદર્શન હેઠળ *ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ, ભુજ* ખાતે આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ અનુસંધાને સાયબર સિક્યુરિટી અને અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
ગામ ભીમાસર તા.રાપર ની મોતીયાર સીમ વિસ્તારમા ગેરકાયદેસર માદક પદાર્થ opium ના છોડ તથા opium straw તથા માદક પદાર્થ અફીણના જથ્થા સાથે કુલ્લે કિ.રૂ. ૯,૨૮,૭૫,૪૭૫/- ના મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ.
તા.૨૧/૦૨/૨૦૨૬ ના રોજ માનનીય ડી.જી.પી. શ્રી ગુજરાત રાજ્ય ડૉ. કે.એલ.એન. રાવ દ્વારા બોર્ડર રેન્જની કચેરી ખાતે મુલાકાત લેવામાં આવેલ. તે દરમિયાન બોર્ડર રેન્જના જિલ્લાઓના પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે કાયદો અને વ્યવસ્થા અંગે બેઠક યોજી સમીક્ષા કરવામાં આવેલ.
#gujaratpolice