@Bhupendrapbjp@Bhupendrapbjp@sanghaviharsh@AhmedabadPolice આ વ્યાજ ખોર થી મને હવે ડર લાગે છે કેમ કે એની ઓળખાણ પોલીસ કમિશનર સાથે છે એ તો એમ પણ કહે છે કે આ વ્યક્તિ ભરણ ભરે છે નામ તો હું નહીં કહું પણ ફોન રેકોર્ડિંગ માં એમના હોદ્દા નો ઉલ્લેખ કર્યો છે હું જાણું છું આ ખાલી ખાલી હવા બાજી મારે છે,
થરાદ ખાતે સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના આગેવાનો સાથે બેઠક કરીને ભાજપાને સમર્થનનું આહવાન કર્યું.
ગુજરાત તો સહકારી ક્ષેત્રનું ગઢ રહ્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં સહકારિતા ક્ષેત્રે આધુનિક સમયને અનુરૂપ અનેક નવી પહેલ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેના પરિણામે સહકારી ક્ષેત્ર લાખો પરિવારો માટે આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બન્યું છે.
સહકારી અગ્રણીઓનો ભાજપાની વિકાસની રાજનીતિ પ્રત્યેનો વિશ્વાસ જોઈને અત્યંત આનંદ થયો.
@AhmedabadPolice તમે જો કોઈ મદદ ન કરી શકતા હોવ તો કોઈ વાંધો નહીં આ લડાઈ મારી છે હું જાતે આનો સામનો કરીશ હવે, હવે કંટાળ્યો છું વારે ઘડીએ વ્યાજ આપી ને, હવે આ વ્યાજ ખોર ને સબક બતાવીશ આવા દો મારા ઘરે આને હવે
દૂરદર્શન ટાવર ચાર રસ્તાથી હિમાલય મોલ તરફ જતાં વચ્ચે ત્રણ રસ્તા ખાતે કોઈ ટ્રાફિક સિગ્નલ ન હોવાથી પીક અવર્સમાં ખાસ કરીને સાંજના સમયે ઘણો ટ્રાફિક જામ થઈ જવાથી સમય અને ઇંધણનો બગાડ થાય છે. ત્યાં રોજ પિક અવર્સ દરમ્યાન એક ટ્રાફિક નિયમન કર્મચારીની જરૂરિયાત છે.@PoliceAhmedabad
નારી શક્તિ વંદન અધિનિયમ એટલે મહિલાઓના હક અને સન્માનનો સંકલ્પ.. 'વિમેન ડેવલપમેન્ટ' થી આગળ વધીને 'વિમેન લેડ ડેવલપમેન્ટ'નું વિઝન..
નારીશક્તિને વિકાસ પ્રક્રિયામાં સહભાગી બનાવીને ગુજરાતે આત્મનિર્ભરતાની નવી ક્ષિતિજો પાર કરી છે.
#NariShaktiVandan
આજરોજ,
10 માર્ચ 2026 થી શરૂ થયેલ Mission Fit Khakhi કાર્યક્રમનો છઠ્ઠો તબક્કો આજથી આગળ વધ્યો છે.
પોલીસ કમિશ્નરશ્રીના સીધા માર્ગદર્શન હેઠળના 12 અઠવાડિયાના આ કાર્યક્રમમાં, આજ રોજ તમામ કર્મચારીઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી, જેમાં ધાર્યા મુજબના હકારાત્મક પરિણામો જોવા મળ્યા.
પોલીસ કમિશ્નરશ્રી અને અન્ય અધિકારીશ્રીઓની, પોલીસ કર્મચારીઓ સાથે પી.ટી. પરેડમાં ભાગીદારીથી એકતા, શિસ્ત અને ટીમ સ્પિરિટ વધુ મજબૂત બની રહી છે, જે Mission Fit Khakhi અભિયાનના લક્ષ્યોને આગળ ધપાવે છે.
આ અભિયાનથી પોલીસ કર્મચારીઓમાં માત્ર ફિટનેસ અને કાર્યક્ષમતા જ નહીં, પરંતુ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટીમ વર્ક અને સકારાત્મક જીવનશૈલી તરફ પણ નોંધપાત્ર સુધારો થશે.
✨સ્વસ્થ જીવન — સુરક્ષિત સેવા
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
#AhmedabadPolice
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરશ્રીની અધ્યક્ષતામાં તા. 16 એપ્રિલ 2026ના રોજ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સમાં શહેર પોલીસ કમિશ્નરેટના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ, મદદનીશ પોલીસ કમિશ્નરશ્રીઓ, નાયબ પોલીસ કમિશ્નરશ્રીનાઓ તેમજ સંયુક્ત/અધિક પોલીસ કમિશ્નરશ્રીનાઓ ઉપસ્થિત રહ્યા.
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટમાં નવનિયુક્ત થયેલ અધિકારીશ્રીઓને શહેર પોલીસની કાર્યપદ્ધતિ થી મે.પોલીસ કમિશ્નરશ્રી દ્વારા વાકેફ કરવામાં આવ્યા.
આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાપન અંગેની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. ચૂંટણી દરમિયાન શાંતિ, સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે જરૂરી પગલાં અંગે ચર્ચા કરવામાં આવી.
ગુનાખોરીના ડીટેકશન રેટ અને કન્વીકશન રેટમાં સુધારો લાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી.
ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા અમદાવાદ શહેર પોલીસને શહેરના નાગરિકોની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સજ્જ અને પ્રતિબદ્ધ કરવાના પ્રયાસ કરવામાં આવે છે.
*સુરક્ષા માટે સજ્જ શહેર પોલીસ*
@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
#AhmedabadPolice
@khabarantarGJ આ બનાવ તા.10-04-2026 ના રોજ બનેલ છે. તે જ દિવસે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11191065260384/2026, BNS ની કલમ -115(2), 296(b), 351(2), 326(f) અને 54 મુજબ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરાઇ છે. @khabarantarGJ