'Healthcare with Humanity'; આરોગ્ય રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં રાજ્યમાં હૃદય રોગની સારવારના વિસ્તરણ અંગે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ...
🔹 આ બેઠક અંતર્ગત રાજ્યમાં આગામી દિવસોમાં કાર્યરત થનાર યુ.એન. મહેતા કાર્ડિયાક ઇન્સ્ટિટ્યૂટના પોરબંદર, ભાવનગર, સુરત, સોલા - અમદાવાદ ખાતેના સેટેલાઈટ સેન્ટર્સના બાંધકામની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરાઈ...
🔹 યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યૂટનો રેકોર્ડ; ગત વર્ષે 8,504 સફળ હૃદયના ઓપરેશન અને 3.94 લાખથી વધુ OPD ચકાસણી : આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા
🔹 દરેક ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીને ગુણવત્તાસભર, સુલભ અને આધુનિક સારવારની સાથે માનવીય સંવેદનાનો સ્પર્શ મળે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ...
#GujaratGovernment #healthcare #UNMehtaInstitute #HealthcareWithHumanity
માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા મધ્યપ્રદેશના માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી રાકેશ સિંહ; બંને રાજ્યોના વિવિધ વિકાસલક્ષી કાર્યો અને લોકકલ્યાણકારી યોજનાઓના અમલીકરણ અંગે અત્યંત સાર્થક અને ગહન ચર્ચા...
મંત્રી શ્રી રાકેશ સિંહે માન. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી અને ગ્રામ વિકાસના ક્ષેત્રે થઈ રહેલા કાર્યો વિશે ઉત્સુકતા દર્શાવી...
એક જનપ્રતિનિધિ તરીકે શ્રી રાકેશ સિંહનો બહોળો અનુભવ અને સમાજ પ્રત્યેનું તેમનું અતૂટ સમર્પણ ખૂબ જ પ્રશંસનીય છે : માન. રાજ્યપાલશ્રી
#GujaratGovernment
મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરમાં પણ ગુજરાત બનશે દેશનું હબ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં સર્વિસ સેક્ટર એટલે કે સેવા ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપીને એક અલાયદા 'સર્વિસ કમિશનરેટ'ની સ્થાપના કરવાનો અને 'સર્વિસ કમિશનર'ની સત્તાવાર જગ્યા ઊભી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય; IT, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોના MSMEs અને સ્ટાર્ટઅપ્સને મળશે વેગ...
#GujaratGovernment #MSMEs
ધોરણ-10 (SSC) ગુણચકાસણી બાબત...
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ-10ના પરિણામ બાદ ગુણચકાસણી માટે નિયત સમય મર્યાદામાં મળેલ અરજીઓ પરત્વે ચકાસણીની પ્રક્રિયાના અંતે થયેલ આખરી સુધારા દર્શાવતો રિપોર્ટ વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. ઉમેદવારો 03/06/2026 થી 13/06/2026 સુધી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://t.co/Gsamm0oM9B અથવા https://t.co/UvkKmullvR પર જઈ Seat Number, Mobile Number અને Password દ્વારા લોગ-ઈન કરી રિપોર્ટ ડાઉનલોડ કરી શકશે...
#GSEB #SSC #Result2026 #GujaratBoard
📒પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાના વરદહસ્તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની 'વિકાસ વાટિકા' પુસ્તિકાનું વિમોચન કરાયું
📒‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિકાસ કાર્યોનું આલેખન. @CMOGuj@InfoGujarat@kunvarjibavalia
પરંપરાગત ખેતીમાંથી ગ્લોબલ એગ્રી-બિઝનેસ તરફ…
દક્ષિણ ગુજરાતના ખેડૂતો કાચા ફળો વેચવાને બદલે કેરી સહિતના ફળોનો પલ્પ અને પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ બનાવીને અમેરિકા, બ્રિટન અને અખાતી દેશોના સુપરમાર્કેટ્સ સુધી પહોંચાડી રહ્યા છે. સરકારી સહાય અને હાઈટેક ટેક્નોલોજીના સથવારે સમૃદ્ધિ પામેલા ગુજરાતના મહેનતુ ખેડૂતો આજે ફળોના મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન દ્વારા વૈશ્વિક ફલક પર નવી ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યા છે...
#GujaratGovernment #naturalfarming #agriculture @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh@jitu_vaghani@RameshKataraMLA@GujAgriDept
12 વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં અને જનકલ્યાણનાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની અનન્ય ઊંચાઈઓ સર કરી છે. વિકાસના નવા પરિમાણો આલેખતું આપણું ગુજરાત ભારતના ગ્રોથ એન્જિન તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની અમીટ છાપ પ્રસ્થાપિત કરી માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સદૈવ અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ અને કર્તવ્યબદ્ધ છે...
માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગુજરાતને મળેલી વિવિધ વિકાસ કાર્યોની ભેટ અંગે ગુજરાત પાક્ષિકના તાજેતરના અંકમાં વિગતવાર વાંચો...
ગુજરાત પાક્ષિક માટેની લિંક : https://t.co/BnyI2NNWwm
#GujaratPakshik #ગુજરાત_પાક્ષિક #GujaratInformation #Gujarat