મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા અમદાવાદ ખાતે આયોજિત ‘નેશનલ કોન્ફરન્સ ઓફ CA સ્ટુડન્ટ્સ’ નું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ આ વ્યવસાયને અર્થતંત્રનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવા આહવાન કર્યું હતું.
અમદાવાદ ખાતે આયોજિત CA સ્ટુડન્ટ્સની રાષ્ટ્રીય પરિષદમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. માન. પ્રધાનમંત્રીશ્રીના ���ેતૃત્વમાં આજે ભારત વિશ્વનું પાંચમાં ક્રમનું અર્થતંત્ર બન્યું છે ત્યારે આ અમૃતકાળમાં રાજ્ય અને દેશને વિકાસના શિખરે લઈ જવા CA પ્રોફેશનલ્સના શ્રેષ્ઠ યોગદાન માટે અનુરોધ કર્યો.