આજરોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજીત મહેસૂલ તલાટી, વર્ગ-૩ની મુખ્ય પરીક્ષા અન્વયે પરીક્ષા કેન્દ્રની મુલાકાત કરવામાં આવી.
પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કરીને પરીક્ષાર્થીઓ માટેની સુવિધાઓ તેમજ પરીક્ષાની કામગીરીની તૈયારીની સમીક્ષા કરવામા આવી અને જરૂરી સૂચનાઓ આપાવામાં આવી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારત અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના “વિકસિત ગુજરાતથી વિકસિત ભારત”ના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થઇએ, અને એક અવાજે કહીએ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી…
#PostCardToPM#VikasSaptah2025
A powerful start to the National Conference on Land Administration & Disaster Management!
Hon’ble CM Shri Bhupendrabhai Patel along with eminent leaders inaugurated the event, setting the stage for impactful ideas, collaborations & innovations.
@CMOGuj@JayantiRavi@DoLR_MoRD
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળ તથા મદદગાર પરિવાર દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિનની પૂર્વસંધ્યાએ અમદાવાદ ખાતે 'નમો કે નામ રક્તદાન' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એક જ દિવસમાં 56 હજારથી વધુ રક્તદાન કરી ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ’માં સ્થાન પ્રાપ્ત કરવા બદલ આયોજકો, ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો તેમજ બ્લડ બેન્કના સૌ હોદ્દેદારોને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન હેઠળ અમદાવાદના રાણીપ ખાતે ‘સેવા સપ્તાહ’ અંતર્ગત આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં પુત્રંજીવા વૃક્ષ વાવીને ‘હરિત ગુજરાત’ની પ્રેરણા પૂરી પાડવાની સાથોસાથ નાગરિકોને વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું સંરક્ષણ કરવા અને હરિયાળા ગુજરાતના નિર્માણમાં સહભાગી થવા માટે આહવાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરનું ગ્રીન કવર વધારવાના ઉમદા આશય સાથે @AmdavadAMC દ્વારા શરૂ કરવામાં આવેલ 'મિશન ફોર મિલિયન ટ્રીઝ' અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 40.80 લાખથી વધુ રોપાનું વાવેતર પૂર્ણ થયું છે. આ ઉપરાંત, માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિન 17મી સપ્ટેમ્બરે અમદાવાદ શહેરના દરેક વોર્ડમાં ધાર્મિક સ્થળે તુલસી વિતરણના કાર્યક્રમ દ્વારા 12,820 તુલસીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા આ મિશન અંતર્ગત વૃક્ષારોપણ માટેના સ્થળો ગુગલ મેપથી શોધવામાં આવે છે. આ ઉપરાંત દરેક વાવેતર સ્થળનું જીઓ ટેગિંગ કરવામાં આવેલ છે તેમજ દરેક વાવેતર સ્થળના જીઓ ટેગીંગ કરવામાં આવેલ છે અને LIDAR સર્વે ટેક્નોલોજી દ્વારા વૃક્ષોની વૃદ્ધિ અને સર્વાઈવલ રેટનું મોનિટરીંગ કરવામાં આવશે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદથી પ્રભાવિત બનાસકાંઠાના વિવિધ વિસ્તારોની મુલાકાતે છું.
ગઈકાલે સુઇગામ અને થરાદના વિવિધ વિસ્તારોમાં ગ્રામજનોને મળ્યા બાદ આજે બીજા દિવસે વાવના માડકા ગામે જઈને સ્થાનિક ગ્રામજનો સાથે સંવાદ કરી તેમની સ્થિતિ જાણી.
ગામના લોકોની રજૂઆતો સાંભળીને વહીવટીતંત્ર તરફથી તમામ મદદની ખાતરી આપી.
રાજ્યની કૃષિ યાંત્રિકીકરણ યોજના હેઠળ સહાય મેળવતા મહત્તમ ખેડૂતોને GSTના નવા દરનો પણ લાભ મળે તે માટે રાજ્ય સરકારનો ખેડૂત હિતલક્ષી નિર્ણય...
નવા GST દરનો અમલ તા. 22 સપ્ટેમ્બરથી થવાનો હોવાથી ખરીદીની સમયમર્યાદા નવા દરના અમલથી આગામી 30 દિવસ સુધી લંબાવવામાં આવી છે : કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
#FarmerWelfare #GSTReforms #Agriculture #NextGenGSTReforms
ભારતની શ્વેતક્રાંતિના જનક, પદ્મ વિભૂષણ વર્ગીસ કુરિયનજીને તેમની પુણ્યતિથિએ સ્મરણાંજલિ.
દૂધ સહકારી મંડળીઓની અનોખી વ્યવસ્થા દ્વારા દેશને ડેરી ઉત્પાદનોના આયાતકારથી વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ બનાવવામાં તેમનો પ્રયાસ મહત્ત્વપૂર્ણ છે. તેમના દૂરંદેશી વિચારો, ગ્રામ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને 'અમૂલ'ની સ્થાપનામાં આપેલું યોગદાન અવિસ્મરણીય રહેશે.
ભરૂચના ઝઘડિયામાં આવેલ કડિયા ડુંગરની ગુફાઓ અને સિંહ સ્થંભ, પ્રાચીન ઇતિહાસ અને અદ્ભુત સ્થાપત્યનો અનોખો સંગમ છે. અહીં મળી આવેલી 7 જેટલી બૌદ્ધ ગુફાઓ એક સમયે બૌદ્ધ ભિક્ષુકોના વિહાર તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનું જણાય છે. આ સ્થળ ઇતિહાસપ્રેમીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે એક છુપાયેલું રત્ન છે.
#SereneSunday
#MahitiMorning
#Bharuch
#Caves