સરકારી કામ એટલે ઓફિસોના ધક્કા અને કાગળિયાની ફાઈલો—આ હવે માત્ર એક જૂની 'માન્યતા' છે. હકીકત તો એ છે કે 'સુગમ ડિજિટલ ગુજરાત'ની ૧૦૦% ફેસલેસ અને 'Verify Once' સિસ્ટમ દ્વારા હવે તમામ પ્રક્રિયાઓ ઘરે બેઠાં અત્યંત સરળ બની ગઈ છે.
આવક અને જ્ઞાતિના પ્રમાણપત્રોથી લઈને રેશનકાર્ડ સુધીની તમામ મહત્વપૂર્ણ સેવાઓ હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર માત્ર એક ક્લિકમાં ઉપલબ્ધ છે. સરકારી કચેરીઓની લાઈનોમાંથી મુક્તિ મેળવી ઘરે બેઠાં આ સુવિધાઓનો લાભ લો અને 'લાઇનથી ઓનલાઇન'ના સંકલ્પને સાકાર કરો.
એડ્મિશન હોય કે સરકારી ભરતી, છેલ્લી ઘડીની દોડધામથી બચો! હવે જાતિ, આવક અને EWS જેવા તમામ મહત્વના પ્રમાણપત્રો મેળવો માત્ર એક ક્લિક પર. સુગમ ડિજિટલ ગુજરાત સાથે તમારો કિંમતી સમય બચાવો અને ઘરે બેઠાં જ બધી પ્રક્રિયા પૂર્ણ કરો.
ગુજરાત સરકાર દ્વારા ‘સુગમ ડિજિટલ ગુજરાત’ પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ, પ્રથમ તબક્કામાં, 20 મહત્વપૂર્ણ સેવાઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવી છે, જેનાથી નાગરિકોને તેમના ઘરેથી ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ સેવાઓ સરળતાથી સુલભ બનાવવામાં આવી છે.
"જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ" અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જિલ્લા સ્વાગતમાં કુલ-૯૯ પ્રશ્નો રજૂ થયેલ. રજૂ થયેલ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યું.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે મતદાન જાગૃતિ રેલી, રંગોળી, મહેંદી, ચિત્ર સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં.
@SECGujarat
જિલ્લાવાસીઓને આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં જિલ્લા પંચાયત/તાલુકા પંચાયત/નગર પાલિકા માટેની મતદારયાદીમાં આપનું નામ ચકાસણી કરવા માટે નીચે આપેલ લીંકનો ઉપયોગ કરી ચકાસી શકો છો. @SECGujarat
https://t.co/j0Lb00C6LV…
શ્રી બહુચરાજી માતાજી મંદિર, બેચરાજી ખાતે યોજાનાર ચૈત્રી પૂનમ-2026 ના મેળા બાબતે દર્શનાર્થીઓ તથા પગપાળા શ્રદ્ધાળુઓ માટે સુવ્યવસ્થિત આયોજન સુનિશ્ચિત કરવા જિલ્લાના સંબંધિત વિભાગોના અધિકારીશ્રીઓ સાથે પૂર્વ આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ.
@CMOGuj@sanghaviharsh@revenuegujarat