તા.૦૪/૦૧/૨૦૧૫ ના રોજ સીમ પ્રા.શાળા ખાતે cooking compensation 24-2025 નું આયોજન કરેલ જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર વાળા સ્પર્ધકને સન્માન પત્ર આપીને સંબોધિત કર��યા
સરકારશ્રી દ્વારા પ્રજાકીય પ્રશ્નો/કામોની કામગીરી ગામ મુકામે થઈ શકે તેવા અભિગમરૂપે આજરોજ મેંદરડા તાલુકાના ગઢાળી ગામ (પ્રાથમિક શાળા) ખાતે 'સેવા સેતુ' કાર્યકર્મનુ આયોજન કરવામાં આવેલ. તેમાં વિવિધ પ્રકારની કુલ-૫૬ સેવાઓ લોકોને ગામ ખાતે ઘર આંગણે મળી રહે તે રીતે સેવાઓ ���ુરી પાડવામાં આવેલ.
તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ શ્રી ગુંદીયાળી પ્રાથમિક શાળા અને શ્રી રાણીધાર પ્રાથમિક શાળા ખાતે પી.એમ. પોષણ યોજના કેન્દ્રોની તપાસાણી કરવામાં આવી. અને આચાર્યશ્રી તથા સંચાલકશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.
તા.૦૫/૧૦/૨૦૨૪ ના રોજ નાયબ કલેક્ટર સાહેબ મેંદરડાના અધ્યક્ષ સ્થાને મેંદરડા તાલુકા સંકલન અને ફરિયાદ સમિતિની મિટિંગ યોજવામાં આવેલ જેમાં રજુ થયેલ પ્રશ્નો અંગે તમામ સબંધિત અધિકારીઓને માન.સાહેબ દવારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
''સ્વચ્છતા હી સેવા'' અભિયાન અંતર્ગત તા.૩૦/૦૯/૨૪ ના રોજ શિવમ અગરબત્તી ઉદ્યોગ મેંદરડા ખાતે તેમના સ્ટાફ દવારા સાફ સફાઈ કરાવવામાં આવેલ અને સ્વચ્છતા જાળવવા અંગે પ્રતિજ્ઞા લેવળાવામા આવી.