✍️ આપના પુત્ર કર્તવ્યમ ને મારા તરફથી પણ જન્મદિવસની શુભેચ્છા.
સાહેબ.... આપના પુત્રને આવા મોટી હસ્તીઓ ગણાતા સંતો ઘરે આવીને જન્મદિવસના આશીર્વાદ આપી જાય છે એનું એકમાત્ર કારણ આપ ધારાસભ્ય છો.
એટલે જ આપના પુત્રને આ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અન્યથા આવા મોટા મંદિરોના અધ્યક્ષ કે સંતોને મળવું એ નાના લોકો માટે શક્ય નથી.
નાના ભાવુક લોકોના ભાગ્યમાં મંદિરોની ભીડની ધક્કા મુક્કી જ લખાયેલી છે.
બીજીવાત ધર્મસત્તા જ્યારે રાજસત્તાની આશ્રિત બને ત્યારે સમાજમાંથી નૈતિક મૂલ્યોનું અનાયાસે નિકંદન નીકળી જાય છે.
અને આજના કાળમાં આનું હૂબહૂ ચિત્રણ જોવા મળે છે.
અસ્તુ.
#પોલ_ખોલ
✍️ નેતા અને સોશિયલ મીડિયા (1)
પ્રથમ સવાલ:
નેતાઓ સોશિયલ મિડિયા પર શામાટે છે?
હમણાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ દરેક પાર્ટીઓ મુરતિયાની શોધમાં લાગી ગઈ છે ત્યારે જાણવા મળ્યું છે કે બીજેપીના સંગઠનકર્તા @iJagdishBJP દ્વારા ઉમેદવારોના સોશીયલ મીડિયા એકાઉન્ટ પણ ધ્યાનમાં લેવામાં આવ્યા છે!
એમાં કેટલા ફોલોઅર છે, ક્યા કયા પ્લેટફોર્મ પર 🆔 છે, સરકારની વાહવાહી માટે કેટલી પોસ્ટ કરો છો એ બાબતને ધ્યાનમાં લેવામાં આવી.
પરંતુ એક બાબત ધ્યાનમાં લેવામાં ન આવી અને એ બાબત છે કે તમે સોશીયલ મીડિયા પર લોકોના પ્રશ્નો સાંભળો છો કે નહીં?
વિશ્વકર્મા સાહેબ તમે એક બાબત નોટિસ નથી કરી કે આ ઉમેદવારોને છોડો પરંતુ હાલ જે મંત્રીઓ છે તેના X ના એકાઉન્ટ ચેક કરી જુઓ ખબર પડી જશે કે મોટા મોટા 🆔 હોવા છતાં ભોજીયો ભાઈ પણ એકાઉન્ટની મુલાકાત લેતો નથી તો પછી શાની વાહવાહી!!!
ગમે તેટલી વાહવાહિની પોસ્ટો કરશે પણ કોઈ જોતું જ નથી તો શું ફાયદો?
શામાટે લોકો વાહવાહી જુએ અને સાંભળે? જ્યારે લોકોને જરૂર પડે, કંઇ મુશ્કેલી હોય, કોઈ સુજાવ હોય, કોઈ સૂચન આપવાનું હોય ત્યારે મેન્શન કરેલા આપણા માનનીય અને સન્માનીય એક પણ નેતાગણ દ્વારા યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી કે કોઈ પણ ઈશ્યૂને ધ્યાનમાં લેવામાં આવેલ નથી.
અરે ગુજરાતના ધારાસભ્યોથી લઈને સાંસદ સુધીના નેતાઓની સોશિયલ મીડિયા પોસ્ટ પર 80 થી 90 વ્યૂઝ આવતા હોય ત્યારે તમારી સોશિયલ મીડિયા પરની સરકારની યોજનાઓ વિશેની માહિતી આપતી પોસ્ટ નો શું મતલબ રહી જાય છે?
આ આજની પ્રથમ પોસ્ટ છે અને મારી પાસે વર્તમાન સરકારના મંત્રીઓની પોસ્ટ ના કેટલાય સ્ક્રીન શોટ પડ્યા છે જેના વ્યુ જોઈને તમને હસવું આવી જશે!
સોશિયલ મીડિયામાં પકડ બનાવવી હોયતો સોશિયલ મિડિયા સાથે જોડાયેલા લોકોનો અવાજ સાંભળવો પડે એની સાથે જોડાઈ રહેવું પડે એના સૂચનોને લક્ષમાં લેવા પડે તો જ નક્કર પરિણામ મળે.
અન્યથા....
જલસા કર બાપુ જલ્સા કર,
જનતા જાય તેલ લેવા જલસા કર.
આ નેતા અને સોશિયલ મીડિયા એપિસોડની પ્રથમ પોસ્ટ હતી હવે આગળ ક્રમશ: ચાલુ રહેશે......જે નેતાઓ ના સોશીયલ મીડિયા એકાઉન્ટને વધારે નબળા પાડશે.
@sanghaviharsh@Bhupendrapbjp@drpradyumanvaja
તસવીર : Ai
@sanghaviharsh
સાહેબ તમને જન્મ દિવસ ની શુભકામનાઓ આપવાં માટે નાયબ મુખ્યમંત્રી નથી બનાવ્યા
આવા ફાલતું નાં મેસેજ પર્સનલ માં આપી દેવાય
તમારે દરરોજ એક પોસ્ટ કરવાની હોય કે હું આજે પ્રજા માટે આ કાર્ય કરી રહ્યો છું
પ્રજા નાં હિત માટે ની વાતો કરી અને કામ કરવાનુ હોય
આશા છે કે તમે પ્રજા નાં પ્રશ્ન નુ સોલ્યુશન લાવશો
✍️ સાહેબ સોશીયલ મિડીયાનો ઉપયોગ માત્ર જન્મદિવસના અભિનંદન પૂરતું મર્યાદિત ન રહેતા લોકોની વેદના સાંભળવા પણ થવો જોઈએ.
લોકો મોટી આશા સાથે નેતાઓ અને મંત્રીશ્રીઓ ને પોતાની વ્યથા સંભળાવતા હોય છે જેને ક્યારેય યોગ્ય જવાબો મળતા નથી એટલેજ સોશીયલ મીડિયામાં નેતા લોકોના એકાઉન્ટની કોઈ વેલ્યુ રહી નથી.(આપ અપવાદ છો)
આપ સોશીયલ મીડિયાની તાકાતથી સારી રીતે વાકેફ છો.
✍️ એક મહિના સુધી ઈઝરાયલ વોર કવર કર્યા બાદ ભારત પરત ફરેલા @AdityaRajKaul ભાઈનો પ્રથમ પોડકાસ્ટ જય થડેશ્વર @jaythadeshwar સાથે.
ફુલ 1 કલાક અને 52 મિનિટ તમને જકડી રાખશે.
• કોણ છે આદિત્ય ધાર અને શું છે તેનું બેકગ્રાઉન્ડ?
• ધુરંધર ફિલ્મનો આઇડિયા આદિત્યધાર ને ક્યાંથી આવ્યો?
• આદિત્યધાર અને બીજેપી RSS નો સંબંધ શું?
• કંદહાર પ્લેન અપહરણની ઘટના માં સરકારે જલ્દબાજી કેમ કરી?
• ઝહૂર મિસ્ત્રીની મોત કેમ ટર્નિંગ પોઇન્ટ હતી?
• દાઉદ ઈબ્રાહિમ જીવે છે કે મૃત્યુ પામ્યો?
• દાઉદના ઘરે આદિત્યરાજે રિપોર્ટર ને કેમ મોકલ્યો હતો?
• નોટબંધી નો ફાયદો કે નુકસાન?
• 26/11 ના મુંબઈ હુમલાના ઇનપુટ્સ સુરક્ષા એજન્સીઓને મળ્યા હતા પરંતુ હુમલો કેમ રોકી ન શકાયો?
• પાકિસ્તાનની ISI અને ભારતની RAW માંથી શ્રેષ્ઠ કોણ?
• શું ISI નુ નેટવર્ક ભારતના રાજનેતાઓ સાથે હતું?
• હાલ વિશ્વના ફલક પર પાકિસ્તાનની હેસિયત શું છે?
આવી અનેક ન સાંભળેલી માહિતી માટે જુઓ ફુલ એપિસોડ...
https://t.co/w8BH4M2nWS
✍️ આજે ન્યૂઝ નેશન નેશનલ ટીવી ચેનલના સિનિયર એડિટર અને પત્રકાર મધુરેન્દ્ર કુમાર @Madhurendra13 જે હાલ ઈઝરાયલ વોર ઝોન થી રિપોર્ટિંગ કરી રહ્યા છે તે આપણી સાથે લાઇવ સ્પેસમાં જોડાશે.
તો વૈશ્વિક ક્રાઇસીસ સંદર્ભે તેઓની પાસેથી આપણે આંખો દેખી સાંભળીશું.
સાથે આપના કોઈ પ્રશ્નો હોય તો તેનું સંકલન કરી રાખવું જેથી તે સાહેબને પૂછી શકીએ.
સમય સાંજના 7:00 કલાકે.
કોશિશ કરશું @AdityaRajKaul ભાઈ પણ જોઈન થાય એવી.
#પોલ_ખોલ
✍️ માનનીય @sanghaviharsh
ભાઈ.
આપના મંત્રીઓ તો પોતાની જાતને તિસમારખાં સમજે છે અને સોશીયલ મીડિયામાં કોઈને જવાબ આપતા નથી કે કોઈની વાત ધ્યાનમાં લેતા નથી એટલે આપનું જ ધ્યાન દોરવું પડે છે.
સ્વચ્છ ભારત અભિયાન માટે આટલો ખર્ચો થવા છતાં અમલ કેમ થતો નથી?
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત 2 ઓક્ટોબર 2014ના રોજ કરી હતી.
બધાએ ખૂબ ફોટા પાડ્યા પબ્લિસિટી મેળવી વાહવાહી મેળવી પણ પછી જમીન લેવલે કાર્યાન્વિત કરવાનો સમય આવ્યો ત્યારે?
હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરીને કચરાના નિર્મૂલન માટેના સાધનો અને વ્યવસ્થાઓ આજે ગામડે ગામડે ધૂળ ખાય છે કચરાના નિકાલ માટેના ટ્રેક્ટરો ક્યાંક પડ્યા ધૂળ ખાય છે, કચરાની ટ્રોલિયોના ટાયરો પંચર થયેલા પડ્યા છે અને કચરાના વર્ગીકરણ અને નિર્મૂલન માટેના બનાવેલા સ્ટોરેજ અને ટેન્કમાં જાળા વળી ગયા છે અને જંગલી ઝાડ ઊગી ગયા છે જે સાબિતી રૂપે તમે આપણા @drpradyumanvaja સાહેબના મત વિસ્તારના એક ગામના દ્રશ્યો દ્વારા જોઈ શકો છો અને આ સ્થિતિ લગભગ ગુજરાતના તમામ ગામોની છે.
શોભાના ગાંઠિયા સમાન એક ખૂણામાં બધું નિષ્ફળતાની સાક્ષી પૂરે છે.
આ અભિયાનને 12 વર્ષનું એક તપ પૂરું થવા આવ્યું પણ સ્થિતિ જૈસેથે જ છે.
જો ફોલોઅપ લેવું જ નથી તો પછી શામાટે પ્રજાના કરોડો રૂપિયા વેડફી નાખો છો?
@Bhupendrapbjp
@Mukesh_vala12@CMOGuj@sanghaviharsh ક્યાંક નકલી દૂધની રેલમછેલ તો ક્યાંક દારૂની રેલમછેલ.
જે ગુજરાત ને મોડલ બનાવીને મોદી સાહેબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા એ ગુજરાતના હાલ બેહાલ છે.
पूरी दुनिया में किसी से भी पूछले की पेट्रोल, डीजल और गैस की समस्या का जिम्मेदार कौन है सब ईरान, इजरायल और अमरीका को दोषी ठहराएंगे।
भारत में मूर्ख चमचे मोदी को जिम्मेदार मान रहे है।