કિંજલ દવેની પવન જોશી સાથેની સગાઈ તૂટતાં જાણે કે આભ તૂટી પડ્યું હોય એમ મીડિયા પર બધા મંડી પડ્યા છે. પોતાના જીવન બાબતે નિર્ણય લેવાનો દરેકનો અધિકાર છે અને એ જ રીતે એમણે નિર્ણય કર્યો હશે એમાં ક્યાં દુનિયા ઊંધી ચતી થઈ ગઈ ?
ગુજરાતી સમાચાર વાળાને કોઈના અંગત જીવનની આ વાત એટલી મહત્વની લાગે છે કે "કિંજલ દવેની સગાઈ તૂટતા લોકોને લાગ્યો મોટો આંચકો" આવું ટાઇટલ આપીને લોકો માટે જાણે કે આ પ્રાણઘાતક સમાચાર હોય એવું ફીલ કરાવે છે.
અરે ભાઈ,
🥊આંચકો તો ત્યારે લાગે છે જ્યારે કમોસમી વરસાદ અને વાવાઝોડના કારણે હજારો ખેડૂતોની દિવસ-રાતની કાળી મજૂરી ધૂળ ધાણી થઈ જાય છે.
🥊આંચકો તો ત્યારે લાગે છે જ્યારે વ્યાજે પૈસા લઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા યુવાનો અનેક સપનાઓ સાથે પરીક્ષા આપવા જાય અને પેપર ફૂટી ગયાના સમાચાર મળે છે.
🥊આંચકો તો ત્યારે લાગે છે જ્યારે સાક્ષાત જગદંબા સ્વરૂપ કુમળી કળી જેવી દીકરીઓ કોઈના દુષ્કર્મનો ભોગ બનીને પીંખાઇ જાય છે.
🥊આંચકો તો ત્યારે લાગે છે જ્યારે ભારતના ભવિષ્ય સમાન કોઈ વિદ્યાર્થી કે યુવાન આપઘાત કરે છે.
🥊આંચકો તો ત્યારે લાગે છે જ્યારે દારુણ ગરીબીમાં જીવતા કોઈ પરિવારની મદદ કરવા ખજૂરભાઈ પહોંચી જાય છે પણ જેની આ જવાબદારી છે તે પહોંચી શકતા નથી.
કહેવાતા પત્રકારોને માલૂમ થાય કે અમને કોઈની સગાઈ તૂટવાના આંચકા નથી લાગતા, અમને માણસાઈ તૂટવાના આંચકા લાગે છે.
#વિજયસિંહ_રાજપૂત
#Vijaysinh_Rajput