આજે અમારા લગ્નના ૮ વર્ષ પૂર્ણ થયા.
સદેહે આજે "પ્રજ્ઞા" નથી
૮ વર્ષ પહેલાનો સમય યાદ આવે છે.
પ્રેમ,અહોભાવ અને કૃપાના વરસાદમાં હું મારી જાતને ધન્ય માનતો.
પ્રજ્ઞાની હિંમત પર આજે પણ અતિશય ગર્વ થાય છે.
અમારા લવ મેરેજ હતા.
ETV માં જર્નાલિસ્ટથી કારકિર્દી શરૂ કરીને અનેક ચેનલ સાથે તે જોડાયેલી.
હું હિમાલયની યાત્રા કરીને આવ્યો હતો,
અને એ પછી અમારી મુલાકાત થઈ.
પહેલી જ મુલાકાતમાં મેં યોગીઓ &યાત્રાના અનુભવ શેર કર્યા.
ત્યારે હું કશું જ નહોતો
ના પદ, ના પ્રતિષ્ઠા
પણ તેણે કોઈ પણ શરત વગર મારો સ્વીકાર કરેલ.
જ્યારે લગ્નની વાત આવી
તેણે ઘેર નિર્ભયતાથી કહી દીધું —
"હું લગ્ન તો વિવેક સાથે જ કરીશ"
અને તે જ તેના મમ્મી-પપ્પાને મળવવા મને પોતાના ઘરે લઈ ગઈ.
મેં તેઓ સામે તેના જ ઘરે લગ્નનો પ્રસ્તાવ મૂકેલ.ને કહેલ કે " સામાજિક રીતરિવાજ મુજબ પણ મને એક પણ વસ્તુ કે પૈસા/ધન ના આપવા એ મારી પ્રથમ શરત છે" આ સાંભળીને તેઓ અવાક થઈ ગયેલ અને કહે કે "દીકરીને અમારે કઈક તો રિવાજ મુજબ આપવું પડે ને!"
પણ પછી થોડા સંકોચ બાદ તેઓ રાજી થયા
📍 ૧૮-૦૩-૨૦૧૮
ગિરનારની ગોદમાં, પૂ.ભાઈ (નાથાલાલ જોશી )ના જન્મસ્થળ ની સામે આર્યસમાજ જુનાગઢ ખાતે અમારા લગ્ન થયા.
એ વખતે મારુ ડેપ્યુટી કલેક્ટર તરીકેનું રિઝલ્ટ આવી ગયેલ આને મારુ પ્રથમ પોસ્ટિંગ પોરબંદર. એ છોકરી પોતાનું બધું છોડીને મારી સાથે પોરબંદર આવવા નીકળી પડી અને મારી આધ્યાત્મિક યાત્રામાં એક સહ-પ્રવાસી બની ગઈ.તે હંમેશા મને "દોસ્ત" જ કહેતી.
આજે પાછું જોઉં છું ત્યારે સમજાય છે —
જે હું પુસ્તકો, શાસ્ત્રો અને લોકોમાંથી શીખ્યો,
તે બધું તો તેમાં પહેલેથી જ જીવતું હતું.
૨૦૨૨માં તેને કોલોન કેન્સર ડિટેક્ટ થયું…
જ્યારે મેં તેને કહ્યું —
“તને કેન્સર છે…”
તેના ચહેરા પર એક રેખા પણ ન બદલાઈ.
કેન્સરની અસહ્ય પીડામાં પણ…
તે કહેતી — “મને મૃત્યુનો જરાય ડર નથી.”
ડોક્ટરો સમય મર્યાદા બતાવતા રહ્યા…હવે માત્ર ૩ તરહી ૬ મહિના...
પણ એ દૃઢ મનોબળથી ૨ વર્ષ જીવી,
છેલ્લા શ્વાસ સુધી એ જ હિંમત, એ જ ખુમારી…
"પ્રજ્ઞા" —
નામ જ તેના સ્વરૂપનું પ્રતિબિંબ હતું.
મને તો લાગે છે…
કોઈ ઋષિ પરંપરાની જ્ઞાની આત્મા હતી.
મને હંમેશા તેના પર ગર્વ રહેશે.
આજે સમજાય છે —
અમારું ૬ વર્ષનું સહજીવન…
૬૦ વર્ષ જેટલું સમૃદ્ધ હતું.
ઋણાનુબંધ પૂર્ણ કરીને,
મને માર્ગ બતાવી,
તે આગળની અનંત યાત્રામાં નીકળી ગઈ…
હે સાથી,
તને મેરેજ એનિવર્સરીની શુભકામના…
તું જ્યાં હશે, ખુશ જ હશે. ખૂબ વ્હાલ, ખૂબ પ્રેમ,
અપણે ફરી મળીશું —
નવા રંગ-રૂપમાં…
આ જ અનંત યાત્રામાં…
~ વિવેક
(૧૮-૦૩-૨૦૨૬, બુધવાર)
ગુડ ગવર્નન્સ: ખેડૂત કલ્યાણલક્ષી અભિગમ, ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વેગ...
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહેસૂલ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યમાં પ્રમોલગેશન થયેલા ગામોમાં માપણી અંતર્ગત રહી ગયેલી ક્ષતિઓની સુધારણાની અરજીઓનો એકસમાન પદ્ધતિ અને આયોજનબદ્ધ ધોરણે નિકાલ હાથ ધરવા માટે ભૂમિ સીમાંકન માટેના દિશાનિર્દેશો આપ્યા; જિલ્લાઓમાં કલેક્ટરની અધ્યક્ષતામાં ભૂમિ સીમાંકન સમિતિ કાર્યરત કરવા અને તેની કામગીરીની સમીક્ષા કરવા અંગે પણ સૂચનાઓ...
આવી જિલ્લા સ્તરીય સમિતિમાં કલેક્ટર ઉપરાંત નિવાસી અધિક કલેક્ટર, SLR/નાયબ નિયામક જમીન દફતર, પ્રાંત અધિકારી, DILR, મામલતદાર, TDO, જમીન સંપાદન અધિકારી, સરદાર સરોવર પુન:વસવાટ એજન્સી કે અન્ય સંપાદક સંસ્થાના પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવશે...
ભૂમિ સીમાંકન અંતર્ગત પ્રમોલગેશન બાદ માપણીની ક્ષતિ સુધારણા માટે આવેલી અરજીઓના આયોજનબદ્ધ અને સુચારૂં નિવારણ માટે મુખ્યમંત્રીશ્રીના દિશાનિર્દેશોને પગલે મહેસૂલ વિભાગ દ્વારા સાત જેટલી અલગ-અલગ કેટેગરી નિયત કરવામાં આવી છે...
#GujaratGovernment
Heartiest congratulations to Shri Uday Kotak, Founder & Director of Kotak Mahindra Bank, on being conferred the Padma Bhushan! 🇮🇳Your visionary leadership has transformed Indian banking and inspired generations. A truly deserving honour for excellence in trade & industry.
@udaykotak #PadmaBhushan #UdayKotak #ProudMoment
GIFT City extends its warm welcome to Mr Uday Kotak on his appointment as Chairman of GIFT City Company Ltd.
We look forward to progressive leadership and continued momentum in advancing India’s Global Financial Gateway.
#GIFTCity#Leadership#GovernmentOfIndia #FinancialServices #IndiaGrowthStory
🚨 Uday Kotak appointed Chairman of GIFT City
Gujarat Government names Kotak Mahindra Bank founder as Chairman of GIFT City with immediate effect
🔹 Replaces Dr Hasmukh Adhia
🔹 Appointment effective immediately until further orders
🔹 Terms and conditions to be notified separately
Uday Kotak :
🔹 Founder of Kotak Mahindra Bank
🔹 Led India’s first NBFC to secure a banking licence in 2003
🔹 Former MD & CEO, stepped down in September 2023
🔹 Among India’s leading banking and financial sector leaders
Move seen as a strategic push to strengthen GIFT City’s global financial positioning 🏦
Follow @gujarat_plus_
ઓગડ તાલુકાની અતિપ્રાચીન અને દિવ્ય ધાર્મિક ભૂમિ દેવદરબાર મઠ તથા ઓગડ થળી ખાતે શુભેચ્છા મુલાકાત લીધી.
આ પવિત્ર સ્થાનના દર્શન કરી, પરંપરા મુજબ ઘોડાને ઘાસ ખવડાવી સમગ્ર પરિસરની મુલાકાત લીધી અને તેની ઐતિહાસિક તથા ધાર્મિક મહત્તા અંગે માહિતી પ્રાપ્ત કરી.
આ અવસરે દેવદરબારના મહંત પૂ. ૧૦૦૮ શ્રી બળદેવનાથજી બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પિલિયાતર, સાથે વરિષ્ઠ રાજકીય અને સામાજિક અગ્રણીશ્રીઓ તથા કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કરવાની તક મળી.
આધ્યાત્મિક ઊર્જા, પરંપરા અને સમાજની એકતાને પ્રગટ કરતી આ મુલાકાત મનને સ્પર્શે તેવી યાદગાર અનુભૂતિ બની.
@SwachhBharatGov@MoHUA_India@CMOGujarat@AmdavadAMC
Complaint ID 33469977 pending for over 30 days on Swachh city
No resolution, no accountability, only status updates.
Citizens are forced to suffer due to administrative negligence. Immediate action expected.
#FailureOfSystem
Bollywood Actor Sonu Sood: અભિનેતા સોનુ સૂદે હવે ગૌસેવાનું પણ ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સોનુ સુદે ગુજરાતના પાટણ જિલ્લાના વારાહી ગામની ગૌશાળાને રૂ. 22 લાખની આર્થિક સહાય કરી છે. આ ગૌશાળામાં લગભગ 7000 જેટલી ગાયોનું પાલન-પોષણ કરવામાં આવે છે, જેમાં મુખ્યત્વે તરછોડાયેલી, ઈજાગ્રસ્ત અને કતલખાનેથી બચાવેલી ગાયો સામેલ છે. આટલી મોટી સંખ્યામાં ગાયોની સંભાળ રાખવા માટે સતત સંસાધનોની જરૂરિયાત રહેતી હોવાથી સોનુ સૂદે આ મદદનો હાથ લંબાવ્યો છે.
આ પ્રસંગે સોનુ સૂદે જણાવ્યું હતું કે, ગૌશાળાની આ સફર જે થોડી ઘણી ગાયોથી શરૂ થઈ હતી અને આજે સાત હજાર સુધી પહોંચી છે. આ ખૂબ જ ગર્વની વાત છે. અહીં ગાયોનું સંરક્ષણ અને જાળવણી ઉત્તમ રીતે કરાય છે. આ મોડેલ તો આખા ભારતમાં લાગુ કરવું જોઈએ.
#ActorSonuSood #Gujarat #Patan #Gaushala #Donation #Cow #Gscard #Gujaratsamachar