મહોરમ (તાજિયા) તહેવારને ધ્યાનમાં રાખી શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. જેમાં સમાજના આગેવાનો તથા યુવાનો સાથે તહેવાર બાબતે ચર્ચા કરવામાં આવી તથા તહેવાર શાંતિપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ખેડા પોલીસ હેડક્વાર્ટર ખાતે અધિકારી/કર્મચારીઓ તથા નવા તાલીમ મેળવનાર તાલીમાર્થીઓ દ્વારા યોગ કરી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
આગામી મહોરમ તહેવારને ધ્યાનમાં રાખીને મહેમદાવાદ પોલીસ દ્વારા વિસ્તારમાં સઘન ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
👮♂️ નાગરિકોની સુરક્ષા અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે પોલીસ સતત કાર્યરત છે.
#Mahemdavad@SPKheda
આજ રોજ નડિયાદ તાલુકાની સલુણ પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬ ના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને શાળામાં પ્રવેશ કરાવી શાળાના આચાર્ય, શિક્ષકગણ, વાલીઓ તથા બાળકો સાથે સંવાદ કર્યો. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat@collectorkheda
જિલ્લા સુરક્ષા સોસાયટી અંતર્ગત ધોરણ ૧૦ તથા ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કરિયર કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં Statue Of Unity ની વર્ચ્યુઅલ ટુર કરાવી પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું.@CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat
નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે ૪૮ પરથી એક ગાડી માંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ ૫૪૦ સાથે બે ઈસમોને કિં. રૂ. ૫,૫૯,૭૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા. @CMOGuj@sanghaviharsh@GujaratPolice@dgpgujarat