કડી વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરું છું. સરળ અને સૌમ્ય સ્વભાવ તથા સાદગીપૂર્ણ વ્યવહાર માટે તેઓ હંમેશા યાદ રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે, તથા સ્વજનો અને સમર્થકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.
ॐ શાંતિ 🙏
दधाना करपद्माभ्यामक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।।
આદ્યશક્તિ જગદંબાના દ્વિતીય સ્વરૂપ માતા બ્રહ્મચારિણી સૌને સંયમ અને સિદ્ધિ આપે તેવી પ્રાર્થના.
મન કી બાત કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કડી વિધાનસભાને પ્રથમ નંબરે લાવવા બદલ મન કી બાતના કડી વિધાનસભાના ઇન્ચાર્જ શ્રી રમેશભાઈ પટેલ તથા કાર્યક્રમમાં સહભાગી થનાર શ્રોતાશ્રીઓને તથા સહયોગ આપવા બદલ કડી વિધાનસભાના(કડી શહેર, કડી તાલુકા, જોટાણા તાલુકા) તમામ હોદ્દેદારો, ખૂબ ખૂબ આભાર