શક્તિપર્વ નવરાત્રિના પ્રારંભે જિલ્લા પંચાયત દ્વારા તેજસ્વી દીકરીઓનો સન્માન કરવો એક પ્રશંસનીય પગલું છે. IAS અને IPS જેવી ઉચ્ચ પદવીઓ હાંસલ કરીને રાષ્ટ્રસેવાનું સ્વપ્ન જોતી આ દીકરીઓને હાર્દિક શુભકામનાઓ અને આશીર્વાદ.
"યુવા પેઢી માટે શ્રેષ્ઠ શિક્ષણ,
ગુજરાત સરકાર આપી રહી છે ઉત્તમ પ્રશિક્ષણ"
ગુજરાતના વિદ્યાર્થીઓને ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ સુવિધા ઉપલબ્ધ કરાવવાની નેમ થઈ રહી છે સાકાર..
નવરાત્રિ એટલે નારીશક્તિની વંદનાનું પર્વ.
નવરાત્રિના પ્રથમ દિવસે 'સેવા પખવાડિયા' અંતર્ગત વડોદરા જિલ્લા-તાલુકા કક્ષાએ ધોરણ-8માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 43 વિદ્યાર્થીનીઓને સન્માનિત અને પ્રોત્સાહિત કરીને વડોદરા જિલ્લા પંચાયતે સાચા અર્થમાં શક્તિસ્વરૂપાની અભિવંદના કરી છે.
નવરાત્રિ એ શક્તિની ભક્તિનું પર્વ છે. નવરાત્રિના પ્રથમ દિવસે સેવા પખવાડિયા અંતર્ગત જિલ્લાની પ્રાથમિક શાળાની તેજસ્વી વિદ્યાર્થીનીઓનું જિલ્લા પંચાયત દ્વારા સન્માન કરવામાં આવ્યું, એ પહેલ સરાહનીય છે.
આ દીકરીઓને ભણી-ગણીને IAS - IPS-ડૉક્ટર-CA જેવી ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરવી છે, અને રાષ્ટ્રની સેવામાં પોતાનું યોગદાન આપવું છે, તે જાણીને ઘણા આનંદની અનુભૂતિ થાય છે.
સૌ દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ. માતાજીની કૃપા આપ સૌ પર બની રહે.
નાનકડા મનના મોટા સપના જ ભવિષ્યનો આધાર બને છે. ધોરણ 8ની વાર્ષિક પરીક્ષામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓએ પોતાના સપના – ડૉક્ટર, ઇજનેર, વકીલ બનવાના વિઝન રજૂ કરી નવા ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. આ સપનાઓને સાકાર કરવા રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ સદા પ્રતિબદ્ધ છે.