ગુજરાત માં જ્ઞાન સહાયકો નું આંદોલન ટુંક સમય માં વિકરાળ સ્વરૂપ ધારણ કરે એવી સંભાવના ..
૫૦૦૦ થી વધારે ઉમેદવારો એ સોશીયલ મિડીયા એકાઉન્ટ ના પ્રોફાઈલ પિક્ચર બદલતા ખળભળાટ
ગુજરાત માં પોલીસ ના ડર થી બેરોજગાર આંદોલન ગુજરાત બહાર લડશે
રાજસ્થાન માં સંમેલન નું આયોજન
#GUJ_WANT_GOV_TEACHERS
આજે જોઈલો જેમને ગાંધીનગર માં આપના માટે અવાજ ઉઠાવી રહ્યા છે,પોતાના પરિવાર થી દૂર , પોતાનો કિંમતી સમય આપી રહ્યા છે, ,એટલો અન્યાય સહન કર્યો હોવા છતાં ભૂખ્યા અને તરસ્યા આપના માટે લડી રહ્યાછે.#gujrat_teacher_fight_for_right
જ્ઞાન સહાયકના વિરોધમાં ઠેર-ઠેરથી ગાંધીનગર એકઠા થયેલા યુવાનો દ્વારા શાંતિપૂર્ણ, અહિંસક વિરોધ છતા પોલીસ પ્રસાશન દ્વારા તમામને પોલીસસ્ટેશન ખસેડવામાં આવ્યા, મતલબ "માનો અથવા મરો??" આવુ જ કૃત્ય વર્ષો પહેલા આઝાદીની લડત દરમ્યાન અંગ્રેજો એ કરેલું..!! બાપુ દેશ હજુ આઝાદ થયો નથી.
@Jamawat3
લોકશાહી રીતે સરકારની દરેક નીતિરીતીનો વિરોધ કરવાનો સૌને અધિકાર છે. #TAT પાસ કરેલા યુવાનો કાયમી નોકરીની રાહ જોતા હતા, આવા યુવાનોને ૧૧ માસના કરાર આધારિત ફિક્સ પગારથી નોકરી આપી ભાજપ સરકાર યુવાનોનું શોષણ કરી રહી છે. આની સામે યુવાનો રજૂઆત કરવા જાય ત્યારે તેમની રજૂઆત સાંભળી સકારાત્મક નિર્ણય કરવાના બદલે તેમની અટકાયત કરવામાં આવે તે કેટલું વ્યાજબી છે ? આવા અહંકારી પગલાને વખોડી કાઢીએ છીએ.