🌧️🏡 વરસાદની દરેક બૂંદ સાથે સુરક્ષાની ખાતરી...
વરસાદ હોય કે તોફાન, પાક્કું ઘર આપે પરિવારને સુરક્ષા, સન્માન અને શાંતિનો અહેસાસ.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) સાથે હવે પોતાના ઘરનું સ્વપ્ન બની રહ્યું છે સાકાર. ✨
"વરસાદમાં પણ સુરક્ષિત આશ્રય – તમારો અધિકાર." ☔🏠
ગામ :- ચંદ્રુમણા, તાલુકો :- પાટણ
કમ્પ્લેશન આવાસ જીઓ ટેગિંગ અને આગળ ની બાકી કામગીરી પૂર્ણ કરવા લાભાર્થી ને સમજૂત કરવામાં આવ્યા.
@crdgujarat1@DrdaPatan@PMAYGGujarat
ઠાકોર બાલાજી જેસંગજી જણાવે છે :
"પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) દ્વારા અમારું પોતાના પાકા ઘરનું સ્વપ્ન સાકાર થયું છે. હવે અમારો પરિવાર સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન જીવી રહ્યો છે. આ યોજના બદલ ભારત સરકાર અને ગુજરાત સરકારનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું."
આજ રોજ નિયામક શ્રી એ. ડી. વણજારા ના અધ્યક્ષ સાથે PMAY-G રિવ્યુ મિટિંગ કરવામાં આવી, જેમાં આવાસ મંજૂરી અને પ્રગતિની સમીક્ષા,નિર્માણાધીન આવાસોની સ્થિતિ,હપ્તાની ચુકવણીની સમીક્ષા,બાકી રહેલા કેસોની ચર્ચા,ગુણવત્તા અને સમયસર પૂર્ણતા અંગે માર્ગદર્શન,આગામી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પાટણ જિલ્લાના સમી તાલુકાના મહમદપુરા ગામ ખાતે નિર્માણાધીન આવાસોની સ્થળ મુલાકાત કરી કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
સમી તાલુકાની અનાવરપુરા ગ્રામ પંચાયત ખાતે PMAY-G અંતર્ગત લાભાર્થી શ્રી ઠાકોર કનુભાઈ હીરાભાઈના પાકા મકાનનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે હાલમાં મકાનનું ચણતર કાર્ય RCC પિલરની કામગીરી પ્રગતિ હેઠળ છે ખૂબ જ ટૂંક સમયમાં આ પરિવારને પોતાની માલિકીની કાયમી સુરક્ષિત છત પ્રાપ્ત થશે
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાંદરસર ગામ ખાતે નિર્માણાધીન આવાસની કામગીરી અન્વયે સ્થળ મુલાકાત કરી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન ચાંદરસર ગામના લાભાર્થીના આવાસની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના મકાનની ચકાસણી કરવામાં આવી.
PMAY-G હેઠળ પાટણ તાલુકાના કાંસા ગામના લાભાર્થી શ્રી ઠાકોર દશરથજી આવાસનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે.આ માત્ર ઈંટો અને સિમેન્ટથી બનેલી ઇમારત નથી,પરંતુ એક પરિવાર માટે સુરક્ષા,સન્માન અને આર્થિક વિકાસનો મજબૂત પાયો છે.પાકું મકાન મળવાથી પરિવાર અને ખાસ કરીને બાળકોના ભવિષ્યનેનવી દિશા મળી
આજે હજારો પરિવારો નિશ્ચિંત થઈને સુઈ શકે છે કારણ કે તેમની પાસે પોતાની છત છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાએ પરિવારોને માત્ર ઘર નથી આપ્યું, પણ એક ખુશહાલ અને સુરક્ષિત ભવિષ્ય આપ્યું છે.