આજ રોજ બનાસકાંઠા જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો માં પૂર્ણા યોજના અંતર્ગત ચોથા મંગળવાર ની પૂર્ણા દિવસ ઉજવણી થીમ " રમત ગમત સ્પર્ધા" મુજબ ઉજવણી કરવામાં આવી
જિલ્લો - બનાસકાંઠા
દાંતા ઘટક - 2 પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા ઉડાન પતંગ સુશોભન ની ઉજવણી કરવામાં આવી ICDS ની યોજનાકીય અને સેવાઓ અંગે માહિતી કિશોરીઓને આપવામાં આવી તેમજ પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
જિલ્લો - બનાસકાંઠા
આજરોજ પાલનપુર ઘટક -1 માં પૂર્ણા યોજના અંતર્ગત " પૂર્ણા ઉડાન પતંગ મહોત્સવ" ની ઉજવણી કરવામાં આવી પતંગ સુશોભન અને કિશોરીઓની આરોગ્ય તપાસ કરાવવામાં આવી ૧ થી ૩ નંબર આવેલ અને તમામ કિશોરીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું
જિલ્લો - બનાસકાંઠા
આજ રોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા,ભાભર,વાવ, ઘટકના પૂર્ણા યોજના અંતર્ગત પતંગ મહોત્સવ ની કિશોરીઓ દ્વારા પતંગ ઉપર સુશોભન અને પોષણ આરોગ્ય ના સૂત્રો લખીને ઉજવણી કરવામાં આવી
"આજે આંગણવાડી કેન્દ્રમાં કિશોરીઓ દ્વારા ' પૂર્ણા ઉડાન' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કિશોરીઓએ પોષણના સંદેશા સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક પતંગ બનાવી પોતાની સર્જનાત્મકતા પ્રગટ કરી." બનાસકાંઠા
"આજે આંગણવાડી કેન્દ્રમાં કિશોરીઓ દ્વારા ' પૂર્ણા ઉડાન' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. કિશોરીઓએ પોષણના સંદેશા સાથે ખૂબ જ સુંદર અને આકર્ષક પતંગ બનાવી પોતાની સર્જનાત્મકતા પ્રગટ કરી."
સોમનાથ સ્વાભિમાન પર્વ...
જ્યાં ઈતિહાસ પોતે ગૌરવગાથા ગાય છે, તેવા શ્રી સોમનાથ મહાદેવના સ્વાભિમાનને વંદન કરવાનો શ્રેષ્ઠ અવસર...
તા- 8 થી 11 જાન્યુઆરી
#SomnathSwabhimanParv#SomnathSwabhimanParvBAK
જીવનના સંઘર્ષ સામે હાર ન માનવાની ગગદાસની ખુમારી માત્ર યુવાનો માટે જ નહિ, પરંતુ આપણા સૌ માટે ખૂબ પ્રેરણાદાયી છે.
ગાંધીનગરમાં જ્યારે ગગદાસ સાથે મુલાકાત થઈ, ત્યારે તેની આંખોમાં ચમકતો આત્મવિશ્વાસ હૃદયને સ્પર્શી ગયો. ગુજરાત સરકારના સહયોગથી અને CSR ના માધ્યમથી ગગદાસને પ્રોસ્થેટિક પગ મળ્યા છે, અને તેના જીવનમાં નવી ચેતના પ્રગટી છે, તે જોઈને ઘણો આનંદ થયો.
ગુજરાત સરકાર એક યા બીજી રીતે ગગદાસ જેવા અનેક વ્યક્તિઓના જીવનમાં આશાનો સંચાર કરી રહી છે, જે જોઈને એક અનેરા સંતોષની લાગણી થાય છે.
આવનાર સમયમાં ગગદાસ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પોતાના પરિવાર અને રાજ્યનું નામ રોશન કરે તેવી અનેક અનેક શુભકામના.
લક્ષ્મીપુરા ગ્રામપંચાયત, તા.પાલનપુર ખાતે જિલ્લા કક્ષાના "સુશાસન દિવસ" અને "વીર બાળ દિવસ" ઉજવણી સંદર્ભે અધિકારીશ્રી/કર્મચારીઓ સાથે હાજરી આપી. જેમાં બાળાઓ દ્વારા સુંદર નૃત્ય કરવામાં આવેલ હતું.
@PMOIndia@CMOGuj@GujDCoffice@CollectorBK