|| महामंत्री - गांधीनगर महानगर ||
|| भारतीय जनता युवा मोर्चा (BJYM)||
|| पूर्व गुजरात प्रदेश कारोबारी सदस्य(BJYM)||
|| पूर्व गांधीनगर विभाग सहसंयोजक,ABVP||
પંડિત દિનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–2026 અંતર્ગત ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગમાં ઉપસ્થિત રહી વિવિધ સત્રોના માધ્યમથી સંગઠનાત્મક વિષયો, કાર્યપદ્ધતિ તેમજ વર્તમાન સમયને અનુરૂપ વિવિધ વિષયો અંગે વક્તાશ્રીઓનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
ગાંધીનગરના માર્ગ વિકાસને નવી ગતિ ₹૧૬ કરોડના વિકાસકાર્યને સૈદ્ધાંતિક મંજૂરી
ગાંધીનગર મહાનગરમાં ઘ-૭ (પ્રેસ સર્કલ)થી પેથાપુર સુધીના માર્ગને વધુ સુવિધાસભર અને સુરક્ષિત બનાવવા સર્વિસ રોડ તથા બ્યુટિફિકેશન સાથે રોડ વાઇડનિંગના કામ માટે ₹૧૬ કરોડના ખર્ચને સૈદ્ધાંતિક મંજૂરી આપવા બદલ ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તથા સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબ તેમજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબનો હૃદયપૂર્વક આભાર.
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજરોજ મારા નિવાસસ્થાને ભારતીય જનતા યુવા મોરચા ગાંધીનગર મહાનગરના અધ્યક્ષશ્રી યુવરાજસિંહ ચાવડા સહિત ઉત્સાહી યુવા કાર્યકર્તાઓ દ્વારા રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવામાં આવ્યો.
દેશની આન, બાન અને શાન સમાન ત્રિરંગો દરેક ઘર પર લહેરાઈ અને દરેક નાગરિકના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત વધુ પ્રજ્વલિત થાય તે દિશામાં યુવા મોરચાનો આ ઉત્સાહ અત્યંત સરાહનીય છે.
આવો, આપણે સૌ પણ પોતાના ઘર પર ગૌરવભેર તિરંગો લહેરાવીને દેશની એકતા અને અખંડિતતાના આ મહાઉત્સવમાં સહભાગી બનીએ.
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી @iJagdishBJP જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર દ્વારા આયોજિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે ખોરજ સ્થિત કલ્પ હોમ્સ, શાલિગ્રામ લેન્ડ વ્યૂ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં માનવતાની સેવાના ઉમદા ભાવ સાથે રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી કોઈ જરૂરિયાતમંદના જીવન માટે આશાનું કિરણ બનવાનો સંકલ્પ સાકાર કર્યો.
કુશળ સંગઠનકર્તા, પ્રખર વક્તા અને ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
#HBDayJagdishVishwakarma