આગામી સપ્તાહમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં હોઈ જેથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઘોઘંબા તાલુકાની આસપાસના યુવક યુવતીઓએ દિવસ ૨ માં રાજગઢ પોલીસ સ્ટેશન આવી પોતાનું નામ મોબાઇલ નંબર લખાવી દેવો જેથી બેઠક વ્યવસ્થાનો ખ્યાલ આવે.
Speech by Respected PI Shri M. B. Gadhvi Sir on Sardar Vallabhbhai Patel. His inspiring words highlighted Sardar Patel's vision, leadership, and invaluable contribution to the unity and integrity of India.
પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશભાઈ દુધાત તથા DYSP શ્રી વી. જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ પાવાગઢ ખાતે જંગલ ટ્રેકિંગ, ઐતિહાસિક સ્થળોની મુલાકાત, ધ્વજારોહણ અને મા મહાકાલીના આશીર્વાદ સાથે પાવાગઢ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું
#PanchmahalPolice@dgpgujarat@GujaratPolice
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી ડો. હરેશભાઈ દુધાત સાહેબ દ્વારા દામાવાવ પોલીસ સ્ટેશન ખાતે ઇન્સ્પેક્શન પરેડ યોજી પોલીસ સ્ટેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
ત્યારબાદ ફોરેસ્ટ વિભાગની ટીમ સાથે સંકલન કરી જંગલ વિસ્તારમાં ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું.
@dgpgujarat@GujaratPolice
Annual inspection by SP Sir Dr. Haresh bhai Dudhat Sir at Rajgadh Police Station was conducted successfully with dedication, discipline, and excellence.
Public Grievance Meeting chaired by SP Sir Dr. Hareshbhai Dudhat at Rajgadh Police Station.
આજરોજ પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ આવનાર તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય ત��� હેતુસર શહેરના સંવેદનશીલ તથા જાહેર વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું.
@dgpgujarat @sanghaviharsh @GujaratPolice
સમયસર મળેલી મદદથી બચ્યા બે અમૂલ્ય જીવ..
ગોધરા B ડિવિઝન PCR ટીમને માહિતી મળી કે એકસઠપાટિયા નર્મદા કેનાલ પાસે એક યુવક અને યુવતી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. માહિતી મળતા જ PCR ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેને સમજાવી સલામત રીતે બચાવ્યા.
@dgpgujarat@GujaratPolice
આજરોજ પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હરેશભાઈ દુધાત સાહેબના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એલ. દેસાઈ સાહેબની હાજરીમાં આગામી સમયમાં આવનારા તહેવારોને અનુલક્ષીને ગણપતિ વિસર્જન રૂટ પર LCB, SOG તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફ સાથે ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું.
@GujaratPolice
પંચમહાલ જિલ્લાના ડૉ. હરેશ દુધાત સાહેબ ના માર્ગદર્શન હેઠળ માનનીય વડાપ્રધાન શ્રી નાઓની વિચારધારા મુજબ પેટ્રોલ-ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તે અપીલને સંપૂર્ણ સમર્થન આપતા આજરોજ જિલ્લા લેવલની ક્રાઈમ કોન્ફરન્સ Google Meet ના માધ્યમથી ઑનલાઇન ગોઠવીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શહેરા પોલીસ સ્ટેશનની 112 જનરક્ષક વાનને છોગાળા ગામે એક વ્યક્તિ,જંગલ વિસ્તારમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવા ગયેલ હોવાનો સંદેશ પ્રાપ્ત થતાં, તે વ્યક્તિને સુરક્ષિત રીતે શોધી કાઢી કાઉન્સેલિંગ કરીને સમાધાન કરાવતા એક અમૂલ્ય જીવન બચાવવામાં સફળતા પ્રાપ્ત થઈ.
@dgpgujarat@GujaratPolice