કેસ નંબર - શૂન્ય
ઓર્ડર... ઓર્ડર...
"જજ સાહેબ, આ વ્યક્તિ માણસ નથી."
"ઓબ્જેક્શન, માય લોર્ડ!"
સામેના વકીલે કાગળો ફગાવ્યા, "આરોપી પાસે આધારકાર્ડ છે, બાયોમેટ્રિક્સ છે, શરીરમાં વહેતું લોહી છે. એ સો ટકા માણસછે!"
ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ!
"જજસાહેબ, કાગળો તો રોબોટ પાસે પણ હોઈશકે!
આની આંખો જુઓ, કોઈની ચીખ સાંભળીને પણ એમાં પલકારો નથી થતો. આના હૃદયના ધબકારા માપો, કોઈની પીડા જોઈને એની ગતિ બદલાતી નથી. જેની અંદરથી સંવેદના અને કરુણા ડિલીટ થઈ ગઈ હોય, એને કઈ કલમ હેઠળ માણસ કહી શકાય?"
"ઓબ્જેક્શન, યોર ઓનર!"
બચાવ પક્ષે ટેબલ પછાડ્યું, "કાયદાના પુસ્તકમાં સંવેદના, પ્રેમ કે આત્મા જેવા શબ્દોની કોઈ કાનૂની વ્યાખ્યા જ નથી!"
ઓબ્જેક્શન સસ્ટેન્ડ!
"અદાલત કાયદાથી બંધાયેલી છે, ભાવનાઓથી નહીં."
જજે પેન સરખી કરી.
વકીલનો અવાજ ગૂંજ્યો, "તો પછી જજસાહેબ...જો માત્ર શ્વાસ લેતું ખોખું જ માણસ હોય, તો આ અદાલતને પણ બંધકરી દો. કારણ કે જ્યાં સંવેદના જ ન હોય, ત્યાં માત્ર ચુકાદાઓનું પ્રોડક્શન થાય... ‘ન્યાય ક્યારેયન થાય.."
કોર્ટ મુલતવી રહે છે, વધુ એકમુદત પડે છે..
માણસ હોવાના વધુ પુરાવા રજૂ કરવા સુધી..
~ રવિ ડોરિયા
લોકો આવશે..જશે..વોટ્સઅપ યુનિ., પર આવતા જ્ઞાનથી દૂર રહો ..ગાંધી વિચાર આજે પણ એટલો જ સા્ર્થક છે..હત્યારા ગોડસે એ બાપુની હત્યા કરી..પણ આજે બાપુના વિચારો જીવંત છે…બાપુને વંદન ..