ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં પ્રમુખશ્રી તથા મંત્રીશ્રીની આગેવાની હેઠળ ચિંતન શિબિર યોજાઈ. સરકારશ્રી સાથે થયેલી ચર્ચા અને ગ્રામસેવક કેડરના પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
આંદોલનમાં સહકાર આપનાર તમામ ગ્રામસેવક ભાઈ-બહેનોનો હૃદયપૂર્વક આભાર. 🙏
ગ્રામસેવક કેડરના હિત માટે એકતા સાથે આગળ વધવાનો સંકલ્પ. ✊
#GramsevakNyayLadat #Gramsevak
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળની પડતર માંગણીઓ અને ગ્રામસેવક કેડરના વિવિધ પ્રશ્નો અંગે માનનીય કૃષિ મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને બેઠક યોજી, પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી સકારાત્મક અભિગમ સાથે ચર્ચા કરવા બદલ માનનીય કૃષિ મંત્રીશ્રીનો હૃદયપૂર્વક આભાર.
ગ્રામસેવક કેડરના પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે આપેલ સમય, સહકાર અને સકારાત્મક પ્રતિસાદ બદલ સમગ્ર ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ આપનો આભાર વ્યક્ત કરે છે.
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
🙏 આભાર અને અપેક્ષા સાથે…
कल से ग्रामसेवकों द्वारा सभी प्रकार की ऑनलाइन कार्यवाही का बहिष्कार किया जाएगा। कंप्यूटर, पोर्टल और मोबाइल एप्लीकेशन के माध्यम से होने वाले ऑनलाइन कार्य भी बंद रखे जाएंगे।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@CMOGuj@SandeshNews
📢 બનાસકાંઠા જિલ્લા ગ્રામસેવક મંડળ તરફથી ખેડૂતોને ટૂંકી અપીલ.
વધુ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી તમામ ખેડૂતોને વિનંતી છે કે પોતાના પરિવારજનો તેમજ માલ-ઢોરની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો.
નીચાણવાળા અને પાણી ભરાતા વિસ્તારોમાં જવાનું ટાળો.