“NO DRUGS IN BANASKANTHA”
કંસારી ટોલનાકા નજીક હુન્ડાઇ કાર માંથી LLB,Mphil જેવી ઉચ્ચ ડીગ્રી તથા યુનિર્વસીટીમાં ગોલ્ડ મેડાલીસ્ટ ધરાવતા આરોપી તથા તેના સાગરીતના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન તથા અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.૫,૭૮,૬૪૦/-ના મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી SOG,બનાસકાંઠા
રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કરનારા તત્વો સામે ગુજરાત પોલીસનું 'ઓપરેશન ડેલ્ટા હન્ટ'
કાયદાનો ભંગ કરી આશ્રય કે નોકરી આપનારા તત્વો સામે પણ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે.
#OperationDeltaHunt
સાયબર અપરાધીઓ સામે ગુજરાત પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ‘ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0’ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું.
આ અભિયાન દરમિયાન સાઇબર ફ્રોડના વિશાળ નેટવર્કનો પર્દાફાશ કરી અનેક ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. નાગરિકોની ડિજિટલ સુરક્ષા સુનિશ્ચિત કરવા ગુજરાત પોલીસ સતત સતર્ક, સજ્જ અને પ્રતિબદ્ધ છે.
સુરક્ષિત ગુજરાત માટે આપનો સહકાર અને જાગૃતિ પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે આજે મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આવતી કાલથી "ઓપરેશન મ્યુલ હંટ 2.0" અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા. તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી તેમજ તમામ જિલ્લાના પોલીસ વડાશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં જોડાયા હતા.
સાયબર ક્રાઇમ સામે ગુજરાત પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક !
ગુજરાતના નાગરિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે હાથ ધરાયેલું 'ઓપરેશન મ્યૂલ હન્ટ ૧.૦' સાયબર ક્રાઇમની કમર તોડવામાં અત્યંત અસરકારક સાબિત થયું છે. I4C, NCRP પોર્ટલ અને ૧૯૩૦ હેલ્પલાઈનના સંકલિત ડેટા અને બેંકો સાથેના રિયલ-ટાઇમ કો-ઓર્ડિનેશનના કારણે રૂ.૨૨૮૯ કરોડના આર્થિક ફ્રોડનો પર્દાફાશ થયો છે.
🚨 આગામી સમયમાં આ લડાઈને વધુ મજબૂત કરવા માટે RBI ના માર્ગદર્શન હેઠળ Indian Digital Payment Intelligence Corporation (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અને https://t.co/o9iUwLPQyA રજિસ્ટ્રી કાર્યરત કરવામાં આવી રહી છે, જે શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન્સને તાત્કાલિક બ્લોક કરશે.
ઓપરેશનની મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ-
🚨 ૯૧૩ શંકાસ્પદ મ્યૂલ અકાઉન્ટ સામે કડક કાર્યવાહી
🚨 ૫૬૫ FIR નોંધીને ૬૩૮ સાયબર ગુનેગારોની ધરપકડ
🚨 ચેક દ્વારા થતા શંકાસ્પદ ઉપાડમાં ૭૫% નો ધરખમ ઘટાડો
🚨 ATM દ્વારા થતા ફ્રોડ ઉપાડમાં ૬૬% નો ઘટાડો
સાયબર સુરક્ષા એ હવે માત્ર આર્થિક સુરક્ષા નથી પણ રાષ્ટ્રીય સુરક્ષાનો વિષય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ સાયબર ગુનેગારોના મૂળ સુધી પહોંચીને તેમને આકરી સજા અપાવવા સજ્જ છે. ડિજિટલ યુગમાં સુરક્ષિત રહીએ, જાગૃત રહીએ. 🤝