ગુજરાતના વણથંભ્યા વિકાસ માટે સતત પ્રયત્નશીલ, નાગરીકોના હિત માટે સદા તત્પર, મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી ને આજે પ્રદેશ ભાજપ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે મુલાકાત કરી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી.
ઈશ્વર આપને શ્રેષ્ઠ સ્વાસ્થ્ય અર્પે અને રાજ્યના કલ્યાણ અર્થે સદાય કાર્યરત રહો એવી પ્રાર્થના.
જય સોમનાથ 🙏
સર્વે સંસારના અધિપતિ તેમજ કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન તેમજ જળાભિષેક સહ પૂજા-અર્ચના કરી, ધન્યતા અનુભવી.
વડોદરા મહાનગરના પ્રવાસ દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના પ્રમુખ તથા વડોદરા લોકસભાના સાંસદ શ્રી @drhemangjoshimp જીના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી.
આ પ્રસંગે આત્મીય સંવાદ સાથે વિવિધ સંગઠનાત્મક વિષયો પર ચર્ચા-વિચારણા કરી.
સર્વે કચ્છી માડુઓને "અષાઢી બીજ" અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ સહ સાલ મુબારક.
ઈશ્વરની કૃપાથી આપ સૌ માટે આવનારું વર્ષ શાંતિમય, સમૃદ્ધિમય અને આનંદમય બની રહે એવી અંત:કરણપૂર્વક પ્રાર્થના કરું છું.
શ્રી જગન્નાથજી રથયાત્રાની સૌને હાર્દિક શુભકામનાઓ.
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબે તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શ્રદ્ધા, સેવા અને સંસ્કૃતિનું પ્રતિક શ્રી જગન્નાથજી રથયાત્રાની પાવન પરંપરાને વર્ષો સુધી શ્રદ્ધાભાવથી નિભાવી છે.
#rathyatra
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીને સરકારના વડા તરીકે સૌથી લાંબો સમય સેવા આપવાનો વિક્રમ સ્થાપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#PradhanSevakModi
"જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!"
આજે અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP ની વિશેષ ઉપસ્થિતિમાં 'વિશ્વ ગુજરાતી સમાજ'ના નવનિયુક્ત પ્રમુખ શ્રી ભાવેશભાઈ લાખાણીનો પદગ્રહણ સમારોહ સંપન્ન થયો.
આજે ધ્રાંગધ્રા ખાતે એડવોકેટ & નોટરી શ્રી કલ્પેશભાઈ ત્રિકમાણી ની નવી ઓફિસ ના શુભારંભ પ્રશંગે ઉપસ્થિત રહ્યા. ન.પા પૂર્વ પ્રમુખશ્રી,જિ.ના હોદેદારો,શહેર /ગ્રામ્ય સંગઠન પ્રમુખશ્રી,સંગઠનના હોદેદારો,પૂર્વ હોદેદારો ,ગ્રામ્યના હોદેદારશ્રીઓ, વગેરે ની પ્રેરક હાજરી રહી હતી.
નૂતન વર્ષાભિનંદન..🎆🪔
વિક્રમ સવંત ૨૦૮૨ નું આ નૂતન વર્ષ આપના માટે ખુશીઓથી ભરેલું રહે,
જીવનમાં સુખ-શાંતિ સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય જળવાઈ રહે તેવી શુભકામનાઓ સાથે આપને મારા તરફથી નવા વર્ષના જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ 🙏
🪔🌺નૂતન વર્ષાભિનંદન 🌺🪔
ૐ નમઃ શિવાય 🙏🏻
આજથી શરૂ થતાં દેવાધિદેવ મહાદેવની આરાધના અને તપસ્યાના પવિત્ર શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન શિવજી આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે તથા તેમની કૃપા દૃષ્ટિ આપ સૌ પર અવિરત બની રહે એજ મંગલ કામના.
#shravanmaas
અમદાવાદના મેઘાણીનગરમાંથી આવેલા વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું સ્તબ્ધ અને દુ:ખી છું.
આ મુશ્કેલ સમયમાં મારી પ્રાર્થનાઓ તે તમામ પરિવારો સાથે છે જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે.
ઈશ્વર તેમને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તથા ઘાયલોની જલ્દી થી સ્વસ્થ થવાની કામના.