અમદાવાદ ખાતે આયોજિત ‘સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ 2026’ માં સહભાગી થઈને સોશિયલ મીડિયા કન્ટેન્ટ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવનારા પ્રતિભાશાળી યુવા ક્રિએટર્સ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.
વિશ્વ સંવાદ કેન્દ્ર અને સપ્તરંગ ક્રિએટર્સ કોમ્યુનિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમ ખરેખર પ્રશંસનીય છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં થયેલી ડેટા ક્રાંતિ અને સસ્તા સ્માર્ટફોન્સને કારણે આજે સોશિયલ મીડિયા જન-જન સુધી પહોંચ્યું છે.
સોશિયલ મીડિયા હવે માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નથી, પણ જ્ઞાનના આદાન-પ્રદાન અને સમાજમાં હકારાત્મક પરિવર્તન લાવવાનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે.
આપણા ગુજરાતના અને દેશના કન્ટેન્ટ ક્રિએટર્સ પોતાની કલા અને તજજ્ઞતાથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપી રહ્યા છે, તે આનંદની વાત છે.
તમામ વિજેતા ક્રિએટર્સને ખૂબ ખૂબ અભિનંદન અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે "વિશ્વ સંવાદ કેન્દ્ર, ગુજરાત" અને "સપ્તરંગ ફિલ્મ સોસાયટી" દ્વારા આયોજિત "સપ્તરંગ ક્રિએટર્સ ફેસ્ટ - 2026" ની એવોર્ડ સેરેમનીમાં ઉપસ્થિત રહી ગુજરાતી ડિજિટલ મીડિયા અને સર્જનાત્મકતા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપતા યુવા સર્જકોનું સન્માન કરવાની આનંદમય તક મળી.
આવા સર્જનાત્મક યુવાનો ગુજરાતના ઉજ્જવળ ડિજિટલ ભવિષ્યના સાચા શિલ્પી છે. તેમને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ!
સોશ્યલ મીડિયા ઈન્ફ્લુએન્સર મિત્રોને ખાસ વિનંતી, આપ આપના પ્રભાવશાળી માધ્યમ દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ ફેલાવો,
• માર્ગ સુરક્ષા માટે લોકો હેલ્મેટ પહેરવાની આદત વિકસાવે
• પર્યાવરણ બચાવવા વધુમાં વધુ વૃક્ષારોપણ કરે
• સ્વચ્છતા જાળવવામાં પોતાનું યોગદાન આપે
• ખાદ્ય ચીજવસ્તુઓનો શક્ય એટલો ઓછો બગાડ કરે
આ નાના પ્રયત્નો મળીને એક સુંદર, સ્વસ્થ અને જવાબદાર સમાજનું નિર્માણ કરી શકે છે. આપનો સહકાર અત્યંત મૂલ્યવાન છે. 🙏
🎧 Listen clearly! 31st | 10am–10pm #SCF2026
Namaskar, Creators! This Is Your Final Registration Window.
31st March- from 10AM To 10PM.
Registrations Are Re-Opening — Only For 4 Categories:
🎙️ Best Podcaster
🌾 Best Rural Life Creator
🌱 Green Champion Of The Year
🎮 Gaming
1300+ and counting! 🚀 The wave is getting bigger, and the energy is unmatched.
The Saptrang Creators Fest 2026 is bringing together the brightest digital minds under one roof.
✨ Nominate Now and secure your spot in the next big wave of creativity!
#SCF2026#VSKGujarat
🎬✨ Saptrang Creators Fest 2026 — Where Creators Get Their Crown! ✨🏆
Gujarat’s biggest creators fest is here and Ahmedabad is ready to celebrate!
📌 Venue: BAOU, SG Highway, Ahmedabad
🗓️ 5th April 2026, Sunday — 9:00 AM
✅ Min 10K Followers Required to Participate