અનંત-અનાદિ નગરી વડનગરની વિરાસતને દુનિયા સમક્ષ રજૂ કરવાની એક અનોખી તક..
સદીઓ જૂની સાંસ્કૃતિક પરંપરા, કીર્તિ તોરણ જેવી ઐતિહાસિક ધરોહર, હાટકેશ્વર મહાદેવનું પવિત્ર ધામ, બૌદ્ધ સંસ્કૃતિના અવશેષો ધરાવતું વડનગર આપણી ગૌરવશાળી વિરાસતનું જીવંત પ્રતીક છે.
આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વડનગરમાં શ્રાવણોત્સવની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા MyGov પ્લેટફોર્મના સહયોગથી એક રીલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રાવણના ચાર અઠવાડિયા દરમિયાન ચાર અલગ-અલગ થીમ પર આ સ્પર્ધા યોજાશે. પ્રથમ સપ્તાહની થીમ છે – "અનંત અનાદિ વડનગર".
આકર્ષક ઇનામો જીતવાની તક સાથે આપ સૌ આ ચારેય રીલ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો છો.
આવો, શ્રાવણના આ પાવન અવસરે વડનગરના વૈભવ, સંસ્કૃતિ, આસ્થા અને વિરાસતનું ગૌરવગાન કરીએ અને આપણી આ અમૂલ્ય ધરોહરને સર્જનાત્મક રીતે સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર કરીએ.
મારી લાગણી છે કે વધુમાં વધુ યુવાનો, સર્જકો અને નાગરિકો આ અનોખી પહેલમાં ઉત્સાહપૂર્વક જોડાય.
આવો, સુંદર રીલના માધ્યમથી વડનગરના વિવિધ પાસાઓને વણી લઈને આ ઐતિહાસિક નગરની ભવ્યતાને વંદન કરીએ, અને હાટકેશ્વર મહાદેવના આશીર્વાદ સાથે શ્રાવણોત્સવને આસ્થાભેર ઉજવીએ.
રીલ કોમ્પિટિશનમાં જોડાવાની લીંક:
https://t.co/vEPI6KGvUp
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કોઈપણ કુદરતી આપત્તિના સમયે નાગરિકોની સુરક્ષા એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
ખેડા જિલ્લા વહીવટી તંત્રએ ભારે વરસાદના પગલે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને રાહત-મદદ પહોંચાડીને નાગરિકોની સેવા, સુરક્ષા અને સહાય માટે સદૈવ તત્પર હોવાનું સિદ્ધ કર્યું છે.
ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી મહેસાણા જિલ્લાની જાહેર જનતાને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતી રાખી સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવે છે. બિનજરૂરી મુસાફરી ટાળો તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરો.
@CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
પરીક્ષાર્થીઓની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા માટે…
જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયક અંતર્ગત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે.
#FairExamsSecureYouth
આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodiજીના સક્ષમ નેતૃત્વ હેઠળ સંસદ દ્વારા 'પબ્લિક એક્ઝામિનેશન્સ સુધારા વિધેયક' પસાર થવું એ દેશના યુવાધનના ભવિષ્યને સુરક્ષિત કરવાની ઐતિહાસિક પહેલ છે.
પેપર લીક માફિયાઓ સામે ૧૦ વર્ષની જેલ, ૧૦ કરોડ રૂપિયા સુધીનો દંડ અને સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની કડક જોગવાઈથી દેશની સમગ્ર પરીક્ષા પ્રણાલી વધુ પારદર્શક અને વિશ્વાસનીય બનશે.
આદરણીય મોદીજીના વિઝન સાથે ગુજરાત સરકાર પણ 'મેરિટ ફર્સ્ટ' અને સંપૂર્ણ પારદર્શિતાના સંકલ્પ સાથે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ છે.
#FairExamsSecureYouth
कच्छ-सौराष्ट्र में विकास के नए अध्याय की शुरुआत। प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में वाइब्रेंट गुजरात रीजनल कॉन्फ्रेंस का शुभारंभ। #VibrantGujaratViksitBharat
વડનગરમાં ૧૧મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે
૧૦૦ જેટલા આંતરરાષ્ટ્રીય પતંગબાજો દ્વારા વિવિધ આકાર, રંગ અને કલાત્મક ડિઝાઇન ધરાવતા પતંગો આકાશમાં ઉડાવવામાં આવશે
ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરનાર મહોત્સવ.
@ddo_mehsana
ભક્તિ અને આસ્થાનું તીર્થ સ્થાન એટલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ...
માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની પાવન ધરતી પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'
#SomnathSwabhimanParv#SomnathSwabhimanParvMEH
ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યું છે ત્યારે પતંગની મજા લેવાની સાથે સુરક્ષાને પણ ભૂલશો નહિ.
પતંગની દોરી ગળામાં આવી જવાના લીધે અકસ્માત થવાના કિસ્સા આપણે અગાઉ જોયા છે. પણ હવે આવું ન થાય એ માટે આપણે સુરક્ષાનો વિશેષ ખ્યાલ રાખીએ.
ચાઈનીઝ દોરી કે અત્યંત ધારદાર દોરી ન વાપરવા ઉપરાંત સ્કુટર-બાઈક પર રક્ષાત્મક ફિટિંગ્સ લગાવવા જેવી બાબતોનો ખ્યાલ રાખશો. હેલ્મેટ અવશ્ય પહેરશો.
સુરક્ષિત રહીએ અને બીજાની સુરક્ષાનો પણ ખ્યાલ રાખીએ.
#MakarSankranti2026