*નાયબ કલેક્ટર મહીસાગર શ્રી એચ. ટી. મકવાણાની આકસ્મિક તપાસમાં રૂ. 12 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ ઝડપાઈ*
નાના સોનેલા ગામે “અર્બુદા બંગલોઝ” ખાતે ખુલ્લા પ્લોટ તરીકે થયેલા વેચાણ દસ્તાવેજોમાં સ્થળ પર બે માળના RCC બાંધકામો મળી આવ્યા
11 સપ્ટેમ્બર, 1893 ના રોજ શિકાગો ખાતે આયોજિત વિશ્વ ધર્મ સંસદમાં યુગપુરુષ સ્વામી વિવેકાનંદજીએ ભારતીય દર્શન, વૈદિક વિરાસત અને સનાતન સંસ્કૃતિના ગૌરવપૂર્ણ વિચારોથી સમગ્ર વિશ્વને મંત્રમુગ્ધ કર્યું હતું.
“અમેરિકાના મારા ભાઈઓ અને બહેનો”ના ઉદ્બોધન સાથે તેમણે વસુધૈવ કુટુંબકમ્, વૈશ્વિક બંધુત્વ અને પરસ્પર સદ્ભાવનાનો અમર સંદેશ આપ્યો, અને વૈશ્વિક મંચ પર ભારતની આધ્યાત્મિક શક્તિનો વિજયધ્વજ લહેરાવ્યો.
ભારતીય ચિંતનને વૈશ્વિક સ્તરે અપ્રતિમ સન્માન અપાવનારા આ ઐતિહાસિક 'દિગ્વિજય દિવસ' નિમિત્તે રાષ્ટ્રચેતનાના જ્યોતિર્ધર સ્વામી વિવેકાનંદજીને કોટિ કોટિ વંદન.
Shared a memory 7 years ago....
આજ રોજ છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ તાલુકા ના ખૂબ જ અંતરિયાળ ગામ જેવા કે તુરખેડા , કોટબી ગામોમાં માનવગરીમાં યોજના અંતર્ગત તારીખ ૧૮/૦૮/૨૦૧૯ ના દિવસે જે લાભાર્થીઓને ફોર્મ વિતરણ કર્યા તા તે.લાભાર્થીઓને ને આજે તા.૦૯/૦૯/૨૦૧૯ ના રોજ રૂબરૂમાં જઈને ઘંટી આપી.
At Swarnim Sankul-2, Gandhinagar, met citizens from various parts of the state, heard their representations, and issued necessary directions to the concerned officials for prompt resolution of their grievances.
#GoodGovernance#TeamGujarat#PeopleFirst
ગાંધીનગર સચિવાલય ખાતે વિવિધ વિસ્તારોમાંથી પધારેલા આગેવાનો અને નાગરિકો સાથે મુલાકાત કરી. તેમની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી અને પ્રશ્નોના અસરકારક તથા સમયબદ્ધ નિરાકરણ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
બેઠકમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરીના સંભવિત કેસોની ઓળખ, સ્થળ તપાસ, દસ્તાવેજોની ચકાસણી, બજાર કિંમત તથા વાસ્તવિક વ્યવહારની હકીકતોની ચકાસણી અને જરૂરી હોય ત્યાં સ્ટેમ્પ ડ્યુટીની વસૂલાત માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વિખ્યાત શિક્ષણવિદ્, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, 'ભારત રત્ન' ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન.
તેમની જન્મજયંતીના ઉપલક્ષમાં ઉજવાતા 'શિક્ષક દિવસ' ની તમામ શિક્ષકોને હાર્દિક શુભકામનાઓ.
ગામ નમુના નંબર-૭ ક્ષતિ-સુધારણા અરજી માટેની ઓનલાઇન પ્રક્રિયા iORA I #ખાતેદાર નામમાં #સુધારો#Revenue#iORA#Digital#Gujarat
મહેસુલ વિભાગના ડિજિટલ પોર્ટલ i-ORA પર નાગરિકોને મળતી વિવિધ મહેસુલી સેવાઓમાં વધુ સરળતા લાવવા તથા અરજી કરતાં સમયે થતી ક્ષતિઓનાં કારણે થતા વિલંબને અટકાવવા આ માર્ગદર્શક વિડિયો પ્રસ્તુત કરીએ છીએ.
1. સૌપ્રથમ i-ORA પર જઈને ઓનલાઇન એપ્લિકેશન પર ક્લિક કરો, જ્યાં નવી અરજીનો હેતુ “હક્ક પત્રક સંબંધીત અરજી તથા અરજીનો પ્રકાર ગામ નમુના નંબર ૭ ક્ષતિ સુધારણા અરજી” પસંદ કરો, અરજદારનો મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દાખલ કરો, કેપ્ચા દાખલ કર્યા બાદ ઓટીપી જનરેટ કરો.
2. સ્ક્રીન પર જિલ્લાનું નામ, તાલુકાનું નામ, ગામનું નામ દાખલ કર્યા બાદ અરજદારના મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પર આવેલો ઓટીપી દાખલ કરી સબમિટ બટન પર ક્લિક કરો.
3. સ્ક્રીન પર દર્શાવેલ અરજી પત્રકમાં જરૂરી વિગતો દાખલ કરો.
4. ક્ષતિ સુધારા અરજી જમીનનાં ખાતા નંબર અથવા સર્વે નંબર મુજબ કરી શકાય છે.
5. ગામ નમુના નંબર ૭માં ક્ષતિ સુધારા અરજી (૧) ખાતેદાર નામમાં સુધારો (૨) બીજા હક વિગતમાં સુધારો (૩) બોજા વિગતમાં સુધારો (૪) સત્તા પ્રકારમાં સુધારો (૫) જમીન ઉપયોગમાં સુધારો (૬) ક્ષેત્રફળમાં સુધારો અથવા (૭) આકારમાં સુધારો કરવા કરી શકાય છે,
6. જે મુજબ લાગુ વિકલ્પ પસંદ કરી જરૂરી સુધારાની વિગતો દાખલ કરવી.
ખાસ સુચના:-
૧) જે ખાતામાં એક થી વધુ સર્વે નંબર હોય તે ખાતામાં ખાતેદાર નામમાં સુધારો હોય અને તેની સાથે સર્વે નંબર સંલગ્ન વિગતમાં સુધારા (જેમ કે બીજા હક્ક વિગત, બોજા વિગત, સત્તાપ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર) હોય તો બંને માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે.
૨) જે ખાતામાં એક થી વધુ સર્વે નંબર હોય અને એક થી વધુ સર્વે નંબરમાં સંલગ્ન વિગતમાં સુધારા (જેમ કે બીજા હક્ક વિગત, બોજા વિગત, સત્તાપ્રકાર, જમીન ઉપયોગ, ક્ષેત્રફળ અને આકાર) હોય તો સર્વે નંબર દીઠ અલગ-અલગ અરજી કરવાની રહેશે.
7. અરજીની ચકાસણી કર્યા બાદ કન્ફર્મ બટન પર ક્લિક કરો, ત્યારબાદ અરજીની પ્રિન્ટ લઈ તમામ કબજેદારોની સહી કરો. જો સહીના સ્થાને અંગૂઠો કરવાનો હોય તો પુરુષનાં ડાબા હાથનાં તથા મહિલાનાં જમણા હાથનાં અંગૂઠાનું નિશાન કરી અંગુઠો ઓળખાવવાનો રહેશે તેમજ અંગૂઠો ઓળખાવનારનું નામ તથા સહી કરવાની રહેશે.
8. હવે સહી કરેલ અરજીપત્રક તેમજ અરજદારની માંગણી મુજબનાં સુધારાને લગત પ્રમાણિત કરેલ આધાર પુરાવાની નકલ સ્પષ્ટપણે વાંચી શકાય તે રીતે સ્કેન કરી અપલોડ કરવાની રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ સબમીટ બટન દબાવવાનું રહેશે જેથી અરજદારની અરજી લગત કચેરીએ ઓનલાઇન દાખલ થઈ જશે.
9. ગામ નમૂના નંબર ૭ ક્ષતિ સુધારા અરજીની સેવા વિનામૂલ્યે ઉપલબ્ધ હોય, કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી.
હવે અરજદાર અરજીમાં આપેલ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી પર અરજી પરત્વે થયેલ કામગીરીની વિગત ચકાસી શકશે.
@CMOGuj@MLASanjaysinh@InfoGujarat@JayantiRavi
નવી જવાબદારી… નવી ઊર્જા… નવી પ્રતિબદ્ધતા
નાયબ કલેક્ટર–1 તરીકે મહીસાગર ખાતે ચાર્જ સંભાળ્યો.
નવી જવાબદારી સાથે નવી આશાઓ અને નાગરિકોની અપેક્ષાઓને સાકાર કરવાની નવી તક મળી છે.
*🙏 સમરસતા કળશ યાત્રા🙏*
*સંત શિરોમણી શ્રી રવિદાસ મહારાજની ૬૫૦મી જન્મજયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે “સમરસતા સંકલ્પ અભિયાન” અંતર્ગત આજરોજ કાટુ ગ્રામ પંચાયત ખાતે હનુમાન દાદા ના મંદિર થી મહાકાલી માતા ના મંદિર સુધી કળશ યાત્રા યોજાઈ અને ભજન સત્સંગ માં હાજરી આપી.*
આજરોજ કચ્છ જિલ્લા ખાતે ભારતીય જનતા પાર્ટી - ગુજરાત દ્વારા આયોજિત 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત આયોજિત “પ્રશિક્ષણ વર્ગ” માં ઉપસ્થિત રહી ‘દેશ સમક્ષ પડકારો તથા નિદાન માટે આપણા પ્રયાસો’ વિષય ઉપર માર્ગદર્શન આપ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમેરિકામાં સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક અને સંવાદ યોજીને પોતાના યુ,એસ. પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં થયેલ આર્થિક, સાંસ્કૃતિક અને સામાજિક વિકાસની રૂપરેખા આપી માનનીય વડાપ્રધાનશ્રીનું ‘વિકસિત ભારત’નું વિઝન શેર કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની પ્રભાવક વૈશ્વિક વિકાસ ગાથા પ્રસ્તુત કરવાની સાથોસાથ માનનીય વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત-2047’ સંકલ્પને સાકાર કરવામાં ‘વિકસિત ગુજરાત-2047’થી લીડ લેવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી અગ્રણીઓએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ગુજરાતની અવિરત વિકાસ યાત્રાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મળેલ ગતિ બાબતે સરાહના સહ સંતોષની લાગણી રજૂ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી સમુદાયો ખાસ કરીને સિલીકોન વેલીમાં સેમિકન્ડક્ટર, AI ટેક્નોલોજી અને ઈનોવેશનના ઈમર્જીંગ સેક્ટરમાં જે નોંધપાત્ર યોગદાન આપે છે તેની પ્રસંશા કરવાની સાથોસાથ ઈન્વેસ્ટમેન્ટ, કો-ઓપરેશન, નોલેજ એન્ડ ઓપોર્ચ્યુનિટી માટે ગુજરાતી સમુદાયો સાથે મળીને ઈનોવેશન ઈકોસિસ્ટમથી શક્તિશાળી-સમૃદ્ધ ગુજરાતના નિર્માણની અપેક્ષા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજી જેવા ન્યુ-એજ સેક્ટર્સ માટે ગુજરાતને વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવામાં આગામી વાયબ્રન્ટ સમિટ-2027 એક સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી સમુદાય તેમજ ઉદ્યોગ-વેપાર અગ્રણીઓને આ સમિટમાં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું.