મને ગુજરાતના યુવાનો પર પૂરો ભરોસો છે કે તેઓ સંમતિ પત્રની વ્યવસ્થા સફળ બનાવશે. જેઓએ પરીક્ષા આપવી નથી તેઓ સંમતિ પત્ર ભરશે નહીં. સંમતિ પત્રની સંખ્યાથી પણ એવું જણાય છે.
લદાખમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર લશ્કરના જવાનોના આત્માના કલ્યાણ માટે તથા તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ મળે તે માટે ઇશ્વરને પ્રાર્થના. ઇજા પામેલા જવાનો જલદી સાજા થાય તે માટે દિલથી દુઆ.
@Hasmukhpatelips Sir Amne kai rite khabar pade ke Arji tamara sudhi pahochi che tame rubaru avanu to na padi che aava ma arji pahochi hoy ane aena par koi karya vahi na karvama ave ane tame kahi do ke arji aavij nathi to amare su karvanu pachi aema
પો.સ.ઇ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીના ગુણ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ છે તેમાં જ દર્શાવેલ છે કે ઉમેદવારને કોઈ વાંધો હોય તો તા. ૨૧/૦૧/૨૦૨૧ સુધીમાં બોર્ડને ટપાલથી અરજી કરી શકે છે.
https://t.co/tmN2AZAj0k
#LRD
હું પહેલા દિવસથી ઉમેદવારોને ચેતવી રહ્યો હતો કે ભરતીમાં શારીરિક કે લેખિત કસોટીમાં ખોટી રીતે પાસ કરવાનો અવકાશ નથી માટે કોઈ લાલચ માં આવશો નહીં. છતાં પણ આ ઉમેદવારો લાલચમાં આવીને આમાં ફસાયા છે. ખુશીની વાત છે કે રાજકોટ શહેર પોલીસે ત્વરિત પગલા લઇ બે લોકોની ધરપકડ કરી છે.
ભરતીમાં લાલચ આપી પૈસા પડાવનાર બે ઈસમો વિરુદ્ધ તાત્કાલિક ગુનો દાખલ કરી રાજકોટ પોલીસે આ રીતે અન્ય લોકો ફસાયા હોય તો તેમને માટે પણ ફરિયાદ કરવાનો માર્ગ ચીંધ્યો છે. આશા છે કે અન્ય લોકો પણ જો આ રીતે છેતરાયા હોય તો આગળ આવી ફરિયાદ કરશે.
#LRDS
પોલીસમાં ભરતી કરાવવાની લાલચ આપી પૈસા પડાવનાર બે ઇસમો વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસે ગુનો દાખલ કરી ધરપકડ કરી.
આ રીતે છેતરપિંડી કરનાર વિરુદ્ધ પહેલો ગુનો દાખલ કરવા બદલ રાજકોટ શહેર પોલીસને અભિનંદન. અન્ય કોઇ જગ્યાએ પણ આવું થયું હોય તો માહિતી આપવા સૌને વિનંતી
#LRDS#LRD_ભરતી