આજરોજ સોનગઢ તાલુકાના વડપાડા પ્ર-ટોકરવા અને સાંઢકુવા ગામે T.D.O સાહેબશ્રી અને S.B.M શાખાના કર્મચારીઓ દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ બનાવેલ સામુહિક શૌચાલય તેમજ ગોબરધન યુનિટની સ્થળ વિઝીટ કરવામાં આવી હતી.
વૃક્ષારોપણ માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્યનું પણ રક્ષણ છે. ચાલો, સૌ સાથે મળી વધુમાં વધુ વૃક્ષો વાવીએ અને હરિયાળું, સ્વચ્છ તથા સમૃદ્ધ ગામ બનાવીએ.
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ગામ વડપાડા (પ્રા. ટોકરવા), તા. સોનગઢ ખાતે સમુદાયિક સ્વચ્છતા સંકુલ (CSC) ના નિર્માણ કાર્યનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું.
આજ રોજ તાપી જિલ્લામાં માન.નિયામક સાહેબશ્રી દ્વારા વ્યારા તાલુકાના ચાંપાવાડી ગામ ખાતે એકતા મોડેલ ક્લસ્ટર કક્ષા સંઘની મુલાકાત લેવામાં આવી. જેમાં એકતા મોડેલ ક્લસ્ટર કક્ષા સંઘની પેટા સમિતિઓની અને તેમની કામગીરી બાબતે જાણકારી મેળવી અને તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
આજ રોજ તાપી જિલ્લામાં માન.નિયામક સાહેબ શ્રી દ્વારા RSETI સેન્ટર ઇન્દુ ખાતે મુલાકાત કરવામાં આવી.સેન્ટરમાં તાલીમાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી તથા સેન્ટરમાં ચાલી રહેલ પશુપાલનની તાલીમ અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.