@Sajanmer1 Hello sir tne police training sathe preparation kri hti....
Hu constable na select thyo chhu mare aeni training sathe preparation Kem krvi tme Kem handel krta ... Mahiti aapjo sir
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની જિલ્લા ફાળવણી ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવતી નથી. આ અંગેની કામગીરી ડી.જી.પી.શ્રીની કચેરી દ્વારા કરવામાં આવતી હોય, જો કોઇ રજુઆત હોય તો ડી.જી.પી. કચેરીનો સંપર્ક કરવો.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજ શરૂ થનાર છે. જે માટે કોલલેટર તા.૧૨/૦૧/૨૦૨૬ના રોજ કલાક ૧૪:૦૦ થી Ojas વેબસાઇટ https://t.co/ls6sIxSuOY ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની શારીરિક કસોટી તા.૨૧/૦૧/૨૦૨૬ના રોજથી શરૂ થનાર છે. જેના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે. જેની ઉમેદવારોએ નોંધ લેવી.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે તા.૩૧.૧૨.૨૦૨૫ નારોજ જાહેર કરેલ યાદીના એક થી વધુ (Multiple) અરજી કરનાર કુલ-૫૮,૨૨૮ ઉમેદવારો ઉપરાંત એક થી વધુ (Multiple) અરજી કરનાર કુલ-૧,૧૨૧ ઉમેદવારોની અરજીઓ રદ કરવાની વિગતો ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની એક કરતા વધુ (Multiple) અરજીઓને રદ્દ / મર્જ કરવા બાબતેની જરૂરી સુચનાઓ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I ઉપર મુકવામાં આવેલ છે. જે તમામ ઉમેદવારોએ કાળજીપૂર્વક જોઇ લેવી.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202324/1 અન્વયે તા.૧૩/૦૪/૨૦૨૫ નારોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરની લેખિત પરીક્ષાના પેપર-૧ (પાર્ટ-A અને પાર્ટ-B) માં કવોલીફાઇડ થયેલ ઉમેદવારોના પેપર-ર ના ગુણ જોવા માટે https://t.co/2r7w4xiQBR તથા https://t.co/wvsBPYFSFG ઉપર કલીક કરો.
જાહેરાત ક્રમાંકઃ GPRB/202526/1 અન્વયે પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તા.૨૩/૧૨/૨૦૨૫ (રાત્રી કલાકઃ ૨૩.૫૯) છે. જે ઉમેદવારની અરજી કન્ફર્મ થયેલ હશે તે જ અરજી માન્ય રહેશે. જો કોઇ ઉમેદવારો અરજી કરવા ઇચ્છતા હોય તેઓએ તાત્કાલીક અરજી કરી, કન્ફર્મ કરવાની રહેશે.
જાહેરાત ક્રમાંકઃGPRB/202324/1 અન્વયે લોકરક્ષક કેડરની સમગ્ર ભરતી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરી, લોકરક્ષક કેડરનું આખરી પરીણામ આજ તા.૧૨-૧૨-૨૦૨૫ના રોજ મુખ્ય સચિવશ્રી, ગુજરાત રાજય તથા પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજયનાઓને સુપ્રત કરેલ છે.