જ્યાં દેખો ત્યાં ગંદકીના ઢગ: સંજેલી નગરમાં સ્વચ્છતા અભિયાન માત્ર કાગળ, માંડલી રોડ પર કચરાનો ઢગ, સંજેલી પંચાયત તંત્રને રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય,
Dear Sir નગર ભરમાં આવેલી ગંદકી સાફ કરવામાં આવે તેવો આગ્રહ ભરી અપીલ @CollectorDahod@DahodDdo
એક શિક્ષક માટે આનાથી મોટું સન્માન શું હોઇ શકે, શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો અદભુત સમન્વય જોવા મળ્યો જે ખૂબ ભાગ્યે જ જોવા મળે..
વ્હાલા શિક્ષકની બદલી થતાં ચોંધાર આંસુએ રડતા બાળકો સાથે શિક્ષક પોતે હિબકે ચઢ્યા...
IPO (પ્રારંભિક જાહેર ઓફર) વિશે વિગતવાર માહિતી :
1. IPO નો અર્થ:
પ્રારંભિક જાહેર ઓફર (IPO) એ પ્રક્રિયા છે જેના દ્વારા ખાનગી/સરકારી કંપની પબ્લિક બને છે અને પોતાના શેરને જાહેરમાં વેચે છે. આ રીતે, કંપની નાણાં મેળવતી હોય છે જેનો ઉપયોગ કંપની ની વૃદ્ધિ , વિકાસ, દેવું ભરવા અને નવા પ્રોજેક્ટ્સમાં કરી શકે છે.
કોઈ પણ ખાનગી કે સરકારી કંપની સ્ટોક માર્કેટમાં ipo લાવવા માંગતી હોય તો તેને SEBI ની મંજૂરી લેવી પડે છે (સિક્યોરિટીઝ અને એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા) ની મંજૂરી લેવી પડે છે.
Ipo ભરવા માટે કુલ 3 દિવસ મળે છે પરંતુ જો શનિ/રવિવાર યા કોઈ જાહેર રજા આવી જાય તો એ પ્રમાણે દિવસ લાંબાવાય છે.
IPO બે પ્રકાર ના હોય છે SME અને મેઈન બોર્ડ IPO .
1)આ વળી SME (Small and Medium Enterprise , નાના અને મધ્યમ ઉદ્યોગ) . SME ipo Retail કેટેગરી મો ભરવા 1 લાખ થી 1.5 લાખ ફંડ હોવું જોઈએ.
2) મેઈન બોર્ડ IPO
આ પ્રકાર માં ipo માં અરજી કરવા Retail કેટેગરી માં 15 હજાર આજુબાજુ નું ફંડ હોવું જોઈએ.
3) શેર હોલ્ડર કોટા
કોઈ કંપની તેનો ipo લઈને માર્કેટમાં આવે છે તો , જો એની પહેલેથી કોઈ કંપની માર્કેટમાં લિસ્ટેડ છે તો તે કંપની નો તમે 1 શેર લઈ ને તમે શેર Holder કેટેગરી માટે Eligible બનો છો.
મતલબ તમે તે ipo માં એક સાથે 2 અરજી કરી શકો છો ( Retail & Share Holder Quata).
4) હવે તમે 1 લોટ ભરો કે 100 લોટ ભરો, પરંતુ તે ipo over subscribe ( જરૂર થી વધારે ભરાઈ જવું ) થયો હસે તો તમને ફક્ત 1 જ લોટ મળસે.
એટલે બને ત્યાં સુધી 1 જ લોટ ભરવો 👍
5) Ipo ક્યારે ભરવો :
Ipo 3 દિવસ ચાલે છે અને સમય 10:00 Am થી 5:00 Pm હોય છે એટલે ગમે ત્યારે ભરી શકાય, પરંતુ છેલ્લા દિવસે ભરવાનું ટાળવું કેમ કે ત્યારે ipo નું મેન્ડેટ અમુક વાર આવતું નથી ,જેનાથી ipo રિજેક્ટ થાય છે.
6) કયો ipo ભરવો અને કયો ipo ના ભરાય ?
કંપની સારું પ્રદર્શન કરતી હોય, દર વર્ષે કંપની નફો કરતી હોય અને નફાં માં વધારો થતો હોય, કંપની ની કુલ આવક માં પણ વધારો થતો હોય, કંપની ઉપર દેવું(Debt) બને ત્યાં સુધી ના હોય અથવા ઓછું હોય, કંપની નું મેનેજમેન્ટ સારું હોય, કંપની ના પ્રમોટર સારા હોય. ભવિષ્યમાં કંપની નું વિકાસ ઝડપી વધે એવું હોય. એ બધાં પાસા જોઈને ipo ભરી શકાય.
3) GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ)
Ipo નું લિસ્ટીંગ કેટલા એ થશે એ GMP ઉપર થી અંદાજ આવી જાય છે, GMP લીગલ નથી .
એવું કહી શકું હું કે જે ipo ની GMP 40% કે તેનાથી વધારે હોય તો તે ipo ભરવો જોઈએ.👍
4) ipo ભરવા શું કરવું પડે?
Ipo ભરવા તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે,
5) ડિમેટ એકાઉન્ટ કોણ ખોલી આપે ?
માર્કેટ મો ઘણાં બધાં બ્રોકર છે જેમ કે Angel one, Motilal Oswal, Groww, Zerodha, Upstox, Dhani, IIFL, HDFC sky, etc.
બને ત્યાં સુધી કોઈ Franchise દ્વારા ખોલાવવું સારું કેમ કે ઓનલાઇન સર્વિસ માં મજા ના પણ આવે .
Note: જે જે ની ઈચ્છા , હું કોઈ બ્રોકર નું પ્રમોશન કરતો નથી.
6) 1 ડિમેટ એકાઉન્ટ થી 1 જ ipo ભરી શકાય છે, પરંતુ લોટ ગમે તેટલા ભરી શકાય but લાગવાનો હસે તો ફક્ત 1 જ લોટ લાગશે 👍
7) ipo ની કેટેગરી કેટલી કુલ ?
👉🏻 રિટેલ: 15 હજાર આજુ બાજુ ની અરજી.
👉🏻S-HNI: 2 લાખ આજુબાજુ ની અરજી.
👉🏻 B-HNI: 10 લાખ આજુબાજુ ની અરજી.
8) સફળ થયેલ IPO થોડા તમારી સમક્ષ જણાવું છું.
👉IREDA Ipo ભાવ 32 (Nov 2023), હાલમાં ભાવ 230
👉RVNL Ipo ભાવ 19 (April 2019) , હાલમાં ભાવ 545
👉Kalyan jewellers ipo ભાવ 87 (March 2021) , હાલમાં ભાવ 730 .
IPO વિશે માહિતી સારી લાગી હોય તો ચોક્કસ થી Re-post કરજો, કૉમેન્ટ કરજો, અને પોસ્ટ ને share કરજો.🙏🏻🙏🏻
બીજી કઈ પણ ipo વિશે ડાઉટ હોય તો કોમેન્ટ મોં જણાવો .👍
આભાર તમારો...🙏🙏🙏
શૈલેષ સાંખલા...
#IPO #IPOAlert #IPOs #IPOListing #Allotment #Coldplayindia
સંજેલીનાકાવડાના મુવાડા પ્રાથમિક શાળાના ગાયત્રી પરિવાર દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ
કાવડાનામુવાડા પ્રાથમિક શાળામાં શક્તિપીઠ ગાયત્રી પરિવાર આયોજિત ભારતીય સંસ્કૃતિની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.
@CollectorDahod@DahodDdo#exam#Sanjeli#aapnusanjeli
સિંગવડ ના તોરણી શાળામાંથી ધો.1ની બાળકીની નિર્મમ હત્યાનો મામલો
નાક મોઢું દબાવી દેતા શ્વાસ રૂંધાતા મોત થયાનું પ્રાથમિક તારણ,
ઓરડા અને કમ્પાઉન્ડની વચ્ચે ગલીયારામાંથી મૃતદેહ મળી આવ્યો હતો,
દાહોદ ખાતે પોસ્ટમોર્ટમ કરાવાયું પોલીસ વડા પણ દોડી આવ્યા હતા,
#MFW#CCE#Garime
"ગુજરાત દાહોદનાં આદિવાસીઓનું કમ્ફર્ટ ફૂડ, દાલ પાનિયા"
ગુજરાત તેની પરંપરા, ભાષા, બોલી, પહેરવેશ અને વિવિધ વાનગીઓના સ્વાદનું ગજબનું વૈવિધ્ય ધરાવે છે. આજે વાત કરવાની છે સમન્વય વસ્તી ધરાવતા આદિવાસી જિલ્લાની એટલે આપણો સરહદી જિલ્લો દાહોદની. ગુજરાતના પૂર્વના પ્રવેશ દ્વાર અને ઉગતા સૂર્યના પ્રદેશ તરીકે ઓળખ ધરાવતો દાહોદ જિલ્લો એક પૌરાણિક પ્રાંત છે અને આદિવાસીઓનો મૂળ પ્રદેશ પણ છે. દાહોદની વાત આવે એટલે ત્યાંના આદિવાસી સમાજની વૈવિધ્યસભર સંસ્કૃતિ સાથે લોકોનો પ્રેમભાવ યાદ આવે છે. અહીંયા વસતા આદિવાસીઓ ગ્રામજનો મળતાવડા સ્વભાવના હોવાની સાથે મહેનતકશ, ખમીરવંતા અને ખડતલ હોય છે અને તેમની પાસે પોતાની આગવી સાંસ્કૃતિક વિરાસત, રહેણીકહેણી છે.
આજકાલ જેમ જેમ જંકફુડનું જોર વધતુ જાય છે તેની સામે સાત્વિક ભોજનની પણ એટલી જ ડીમાન્ડ જોવા મળે છે. ગામડાની સાદગીના વૈભવ સાથે જયારે સ્વાદિષ્ટ દેશી પદ્ધતિ થી બનેલું ભોજન આરોગવા મળે છે તો અવરીત આનંદ પ્રાપ્ત થાય છે. ૨૧મી સદીના આધુનિક યુગમાં પણ દાહોદ જિલ્લાના આદિવાસીઓ દ્વારા દાળ પાનિયા અથવા દાળ પાણીયા કે પછી દાલ પાનિયા નામની વાનગી પરાંપરાંગત રીતે બનવવાનો રિવાજ આજે પણ યથાવત છે જેથી આજકાલ સ્વાદપ્રિય પ્રવાસીઓનું દાળપાનિયા વાનગી આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. તો ચાલો મારી સાથે દાહોદની ફેવરિટ વાનગીની લટાર મારવા.
દાલ પાનિયાનો ઇતિહાસ -
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને ગુજરાતની સીમાને જોડતો આ જિલ્લો પહેલા દોહદ તરીકે ઓળખાતો હતો. પરંતુ સમય બદલાતા અને આદિવાસીઓની સ્થાનિક ભાષામાં મિક્સ હિન્દી ગુજરાતી ભાષાના લીધે દાહોદ શબ્દમાં પરિવર્તિત થઇ ગયું. દરેક પ્રાંત અને પ્રદેશ તેના ખાનપાન માટે આગવી ઓળખ ધરાવે છે. એજ રીતે દાહોદમાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મકાઈ, અડદ, ડાંગર, મગ, ચણા, વગેરે પાકની ખેતી કરવામાં આવે છે માટે સદીઓથી આદિવાસીઓ ખાસ પ્રસંગોમાં મેહનત માંગી લે તેવું વ્યંજન એટલે કે દાલપાનિયા બનાવે છે. ઘઉં મોંઘા હોવાના લીધે વર્ષો પહેલા આદિવાસી સમાજની મહિલાઓ એ સફેદ મકાઈના લોટ માંથી બાટી જેવા પાનિયા બનાવ્યા હતા. પણ શેકતી વખતે તે બટકી જતા હતા. એટલે તેઓએ જુગાડ રૂપે આંકડાના અને ખાખરાના પાનનો ઉપયોગ કરી વચ્ચે મકાઈની બાટી જેવા પાનિયા ગોઠવી શેકવાનું ચાલુ કર્યું. ત્યારથી આ વાનગીનો ઇતિહાસ રચાયો.
વન ભોજન તરીકે ઓળખાતી આદિવાસી સંસ્કૃતિની અભિન્ન રીતે જોડાયેલી પરંપરાગત વાનગી દાળ પાનિયા પ્રખ્યાત પ્રાચીન પ્રાદેશિક ભારતીય વાનગીઓમાંની એક બની ગઈ. આ વાનગીનો પ્રચાર ધીમે ધીમે રાજ ઘરાનાઓના પરિવારોમાં પણ થવા લાગ્યો અને મહેલોના મેન્યુ માં દાળ પાનિયાને સ્થાન મળ્યું. મધ્યપ્રદેશ માં મળતા દાળપાનિયા વાનગીમાં પાનિયા તુવરની દાળ સાથે પીરસાય છે અને તેમા આંબલી અને ગોળ વાપરવામાં આવે છે. એટલે તે દાહોદમાં મળતી અડદની દાળ કરતા વધારે પ્રમાણ માં ગળ-ચટ્ટી અને ખટ-મીઠી હોય છે. વનવગડા સાથે આદિવાસીઓનો એક અલગ જ જોડાણ જોવા મળે છે. માટે દાહોદ કે અન્ય જિલ્લા માંથી ફરવા આવતા દરેક પ્રવાસીઓની જઠરાગ્નિને પ્રદીપ્ત કરી અહીંયાના આદિવાસીઓ પ્રેમથી પરંપરાગત પદ્ધતિથી બનતી દાળપાનિયા વાનગી ઘરે બનાવી જમાડે છે. આ વાનગી પાનમાં બાંધીને બનાવવામાં આવતી હોવાને લીધે કદાચ એનું નામ પાનિયુ પડ્યું હશે.
દાળપાનિયા એટલે શું
દેશી રીતે ચૂલા પર બનતી અડદની દાળ કહો કે દાલ અને મકાઈના લોટ માંથી બનતા બાટી જેવા પાનિયા દાહોદમાં ફરવા આવતા લોકો દ્વારા આરોગવામાં આવે છે. આ વાનગીમાં વપરાતી તમામ સામગ્રી દેશી અને સાત્વિક હોય છે. અહીંયા પશુધન હોવાથી ઘી પણ હંમેશા શુદ્ધ મળી રહે છે. આ વાનગીમાં સ્વાદ સાથે ગુણવત્તા પણ સમાયેલી છે. દાહોદ માં કોઈ પણ સારા પ્રસંગે આ દાલપાનિયા બને છે. પાનિયાને મોટાભાગે દાહોદમાં ખાખરા કે આંકડાના પાનમાં રાખી છાણાના ભઠ્ઠામાં શેકી બનાવવામાં આવે છે. પણ ગુજરાતના લોકો બાટી કુકર કે પછી તંદુરસ્ત માં ઘરે બનાવતા થઇ ગયા છે.
કઈ રીતે બને?
પાનિયા - બે કપ મકાઈના કરકરા લોટમાં બે થી ત્રણ ચમચી ઘીનું મોણઆપી તેમા જીરું અને સ્વાદ મુજબ મીઠુ ઉમેરી એક કપ દૂધથી સરખી રીતે મસળી રોટલીના લોટ થી સહેજ કઠણ ચીકણો લોટ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાંથી નાના ગોળ આકારમાં લૂઆ બનાવીને સેજ થીપી આકડાના અથવા ખાખરાના પાનમાં વચ્ચે મૂકી જંગલમાંથી વીણેલા અડિયા છાણાં પર બન્ને બાજુથી બરાબર શેકવામાં આવે છે. ઇંગારામાં ધીમે ધીમે શેકાયા બાદ બળી ગયેલા પાન માંથી બહાર કાઢી પાનિયાને ખુલ્લા કરી આછા લાલ રંગના થાય ત્યાં સુધી શેકવામાં આવે છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે #REInvest2024 ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનો માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઊર્જા મંત્રી શ્રી પ્રહલાદ જોષી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી.આર.પાટીલ, કેન્દ્રીય ઊર્જા રાજ્યમંત્રી શ્રી શ્રીપાદ નાઇક ઉપરાંત આંધ્રપ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તિસગઢ અને ગોવાના મુખ્યમંત્રીશ્રીઓ તેમજ ડેનમાર્ક અને જર્મનીના મિનિસ્ટર્સ સહિત દેશ-વિદેશના અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.
માનનીય વડાપ્રધાનશ્રીએ આ અવસરે ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો.
#PMinGujarat