ભારતીય જનતા પાર્ટીના મારા યુવા સાથી શ્રી હર્ષભાઈ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ, તેમજ રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તથા રાજ્યમંત્રી તરીકે શપથ લેનાર સૌ સાથી મંત્રીશ્રીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપ��ે ‘વિકસિત ભારત - વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે અવિરત પુરુષાર્થ કરી રહ્યા છીએ, ત્યારે આ વિકાસયજ્ઞને આપણે નવી ઊર્જા સાથે વધુ તેજ ગતિએ આગળ વધારીશું.
આપણી પ્રાચીન વિરાસતને તેમજ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ માનવીય મૂલ્યોને જાળવીને ગુજરાતને વિકાસના પંથે સદૈવ અગ્રેસર રાખીશું. તેમજ, રાજ્યના પ્રત્યેક નાગરિકની સુખાકારી સુનિશ્ચિત કરવામાં આપણે પુરુષાર્થની પરાકાષ્ઠા કરીશું.
વર્ષ 2035 માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ થાય ત્યાં સુધીના ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ પણ આપણી સામે છે, ત્યારે આપણે સૌ સાથે મળીને જન-જનના કલ્યાણને હૃદયે રાખીને ગુજરાતને વિકાસના નવા શિખરે લઈ જઈશું તેવો મને વિશ્વાસ છે.
ગુજરાત સરકારના નવનિયુક્ત કેબિનેટ મંત્રીશ્રી (સામાજિક ન્યાય અને અધિકારીતા પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ) વિભાગ ડૉ. પ્રદ્યુમન વાજા સાથે શુભેચ્છા મુલાકાત કરી તેમજ યશસ્વી કાર્યકાળ માટેના અભિનંદન પાઠવ્યા.
@drpradyumanvaja
Congratulations to all the newly sworn-in ministers of Gujarat! Wishing you great success in your journey ahead. May your leadership bring progress, prosperity, and inclusive growth to the people of Gujarat.
અમરેલી જિલ્લાના નાનકડા ગામ બાઢડાના તરુણાબેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'ન��ો ડ્રોન દીદી યોજના' થકી ભરી છે આત્મનિર્ભરતાની ઉડાન.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ અને પહેલથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓની આર્થિક ઉન્નતિના ખૂલ્યાં છે નવા દ્વાર.
#NamoDroneDidi
#ViksitBharatAmbassador
નમો એપમાં વિકસિત ભારત એમ્બેસેડર તરીકે જોડાઓ. સકારાત્મક સંદેશા મોકલવા અને નકલી વાર્તાઓને નાબૂદ કરવા માટે નું ઍક્સેસ ટૂલ - આ બધું એક જ જગ્યાએ. આવો આપણે સાથે મળીને ભ��રતની વિકાસગાથાને આગળ લઇ જઇએ.
via NaMo App
#ViksitBharatAmbassador
નમો એપ પર પીએમ મોદી સાથે જોડાઓ અને ભારત વિશે સકારાત્મક વાર્તાઓને વિસ્તૃત કરો. વિકસિત ભારત ના એમ્બેસેડર બનો અને 2047 સુધીમાં ભારતને વિકસિત દેશમાં રૂપાંતર���ત કરવાના સામૂહિક સંકલ્પમાં યોગદાન આપો. ચાલો વિશ્વ સમક્ષ ભારતની શક્તિ અને ક્ષમતાનું પ્રદર્શન કરીએ.