📌તાજેતરમાં નિમણૂકો અપાયા બાદ કેટલાક ઉમેદવારોને હાજર કરતા ન હોવાની ફરિયાદ મળી..
📍શિક્ષણ સહાયકોને હાજર ન કરનારી શાળા-મંડળ સામે શિક્ષાત્મક કાર્યવાહીના આદેશ...
🛑જિલ્લા શિક્ષણાધિકારીએ આવા મંડળો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી ભરતી સમિતિને જાણ કરવાની રહશે.
📌પૈસા માગશે તો મંડળને બક્ષવામાં નહીં આવે: રા.ક. શિક્ષણ મંત્રી
સોર્સ: નવગુજરાત સમય ન્યૂઝ પેપર ✍️
@hdraval93
🚧#સડક_થી_શાળા_સુધીની_સફર 🏫
🤵🏻 અવિસ્મરણીય સંઘર્ષની નારીશક્તિ — શિક્ષક ભરતીની વીરાંગનાઓ 🧑🏻🏫
જ્યારે કોઈ નારી હક અને અધિકાર માટે ગર્જના કરે ત્યારે ઈતિહાસના પાનાંઓ ધબકવા માંડે છે. આ યુગમાં, જ્યારે બહુસાંસ્કૃતિક અવરોધો અને પિતૃસત્તાત્મક બંધનો હોય, ત્યારે કોઈ #સ્ત્રી ��ળવળની આગેવાની લે છે ત્યારે તે માત્ર એક લડાઈ નથી — તે ક્રાંતિ બને છે, જે ભવિષ્યમાં નવો આયામ સર્જે છે.
આવી જ એક અદ્વિતીય ક્રાંતિ સર્જી છે — શિક્ષક ભરતીની #વીરાંગનાઓ એ. જેમણે પોતાના જીવનનાં સુખ-દુઃખ, પારિવારિક જવાબદારીઓ અને અગણિત અવરોધો છતાં પણ #સત્તા નો ભય ત્યજીને, રસ્તા પર ઉભા રહી સંઘર્ષ કર્યો. આજે તેઓ #કાયમી_શિક્ષિકા તરીકે નિયુક્ત થઈ છે, અને પોતાની આ પ્રચંડ લડતથી #પ્રેરણાસ્તંભ બની.
👇🏻🔥 #ક્રા��તિની_શિલ્પકારો : અદભુત નારી શક્તિનો સંગમ 🔥👇🏻
આ ચળવળમાં અનેક વીરાંગનાઓએ પોતાના શૌર્ય અને સાહસથી ઈતિહાસ રચ્યો છે. ચાલો, આ અદભુત નારી શક્તિના દર્શન કરીએ:
🧑🏻🏫શકુંતલાબેન રાઠવા🧑🏻🏫
એમની પાસે માત્ર શબ્દ નથી, પણ ક્રાંતિકારી સ્વર છે. સૌમ્યતા સાથે સંઘર્ષ કરવો ખૂબ સારી રીતે આવડે છે. સતત મેદાન પર અત્યાચારો, અન્યાય અને અનીતિ સામે ઝઝૂમતી આ બાહોશ લડાકુ નારી. રિવર્સ દાંડિયાત્રા હોય કે ગાંધીનગરના ચળવળના મોરચા દરેક જગ્યાએ અડિખમ હાજરી આપીને પીડિતોની વાણી બન્યા છે. બેખોફ અને સ્પષ્ટવક્તા શકુંતલાબેન એવી વીરાંગના જેનો અવાજ પતંગિયાની જેમ ઉંચે ઉડે છે અને વાવાઝોડા સામે લડે છે.
💻વિભૂતિબેન બથવાર :
ઘણીવાર તમે પડદા પાછળના હીરો વિશે સાંભળ્યું હશે, આ એ જ હીરો છે – ટેકનોલોજીના ક્ષેત્રે મજબૂત ���થ્થર. પડદા પાછળ કામ કરતા હીરોની જેમ એમનું કાર્ય અત્યંત મૂલ્યવાન છે. પોસ્ટરો બનાવવા હોય કે અભિયાન ચલાવવાનું, દરેક સોશિયલ મીડિયા માધ્યમથી આંદોલનને જીવંત રાખવું હોય કે છેવાડાના વ્યક્તિ સુધી માહિતી પહોંચાડવનું કર્યા કર્યું. ઘરેલુ જવાબદારીઓ વચ્ચે પણ ગાંધીનગરના ચળવળમાં અચૂક હાજરી આપનાર આ એક ��્રેરણારૂપ સ્ત્રી છે, જેણે ડિજિટલ યુદ્ધના મેદાનમાં ક્રાંતિનું બ્યુગલ વગાડ્યું.
🧑🏻💻 ટ્વિંકલબેન રાઠોડ:
સાદગી સાથે ક્રાંતિકારીતા - ટ્વિંકલ એ વાતનો જીવંત દાખલો છે કે નમ્રતા અને લડાયકતા સાથે coexist કરી શકે છે. પોલીસના ઘર્ષણમાં પણ ક્યારેય પાછી ન પડેલી, અને દરેક વિરોધ કાર્યક્રમમાં એમની ઉગ્ર અને દ્રઢતા સાથે ઉપસ્થિતિ જોવા મળી. તેઓ શાંત જ્વાળામુખી જેવા છે, જે જરૂર પડ્યે ભભૂકી ઉઠે છે.
🧑🏻🏫રક્ષાબ��ન પટેલ અને તૃષાબેન પટેલ:
ઉત્તર ગુજરાતથી ગાંધીનગરના રસ્તા જાણે ગોખાઈ ગયા હોઈ, છેલ્લા ત્રણ વર્ષમાં અનેકવાર લડત માટે આવ્યા. આયોજન, રચનાત્મક કાર્યક્રમ અને દ્રઢ સંકલ્પ આ બહેનોના લક્ષણ છે. આવેદનપત્ર હોય કે આંદોલન તમને આ જોડી અવશ્ય જોવા મળે. પોતાના વિસ્તારમાં પણ રચનાત્મક કાર્યક્રમ આપવાથી લઈને સચિવાલયના ગેટ સુધી લડતો આપી.
🧑🏻🏫 નેહાબેન રાજપૂત:
સંઘર્ષની યાત્રામાં સ્ત્રી શક્તિનું પ્રતિનિધિત્વ કરીને, પારિવારિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ લડતને ભવ્ય અને ભવિષ્યદ્રષ્ટિથી આગળ ધપાવતી શક્તિ બની. મંચ અને મીડિયામાં એવા દમદાર દલીલો અને તર્ક આપ્યા કે ભાજપના નેતાઓના શબ્દો ધ્રુજવા લાગ્યા.
🧑🏻🏫 ક્રિષ્ના ઉનાગર:
શિક્ષિકા બનવાનું સપનું અને એ દરમિયાન ગર્ભાવસ્થા છતાંયે સંઘર્ષમાંથી પગ પાછા ખેંચ્યા નહીં. તે એક માતા તરીકે, એક લડાયક તરીકે અને એક સપનાને સાચવતી અને લડાઈને પ્રત્યક્ષ ��ાખી ઝઝૂમી. તેમની લડત એ માત્ર નોકરી માટેની લડાઈ નહોતી, તે એક વ્યૂહરચિત સામાજિક પરિવર્તનની ચળવળ હતી. જ્યાં આપણા સમાજમાં મહિલાઓને મૌન રહેવું શીખવાય છે, ત્યાં આ મહિલાઓએ રસ્તા પર આવીને સાબિત કર્યું કે "અમે નોકરી નહીં, ન્યાય જીતવા લડ્યાં છીએ!" "અમે ભવિષ્ય માટે લડ્યાં છીએ — તકલીફો વચ્ચે પણ અવાજ બન્યાં છીએ!" #ક્રિષ્નાબેન એ વાતનું જીવંત ઉદાહરણ છે કે માતૃત્વ અને ક્રાંતિ એક સાથે જીવી શકે છે.
🧑🏻🏫 મેઘ��� પટેલ:
એ નારી જેની વાણીમાં સત્તાને ધ્રુજાવવાની તાકાત છે. તેના બોલ ફક્ત શબ્દો નથી, પરંતુ એક એવો પ્રચંડ પડકાર છે જે સત્તાપક્ષના પાયા હલાવી દે છે. તેની આક્રમકતા માત્ર ગુસ્સો નથી, પરંતુ ન્યાય માટેની અતૂટ પ્રતિબદ્ધતા, બાહોશ નેતૃત્વ અને એક અગ્નિશિખા છે.
👆🏻આ ઉપરાંત, પૂજા દેસાઈ, મમતા પટેલ, અર્ચના દરજી, નીતા ડાભી, પ્રીતિ ગજ્જર, પૂજાબેન રાઠવા, નંદની ચૌધરી, આરતીબેન લુહાર, નેહલબેન પરમાર, મિતાલીબેન, પાયલબેન... જેવા તમા��� નામી-અનામી પાયાનાં પથ્થરો અને ક્રાંતિની એ #જ્વાળા છે જેણે અંધકારને ચીરીને પ્રકાશ પાથર્યો છે. આ તમામની દરેક લડાઈ, દરેક શબ્દ, #ક્રાંતિકારી પરિવર્તનની હાકલ છે.કાળે પણ યાદ રાખવા જેવી ક્રાંતિની આ તમામ વીરાંગનાઓને આજે નમન કરીએ છીએ, જેઓ આપણા સમાજના બળવાન પાયા છે. આ નારી શક્તિ આપણા સંતાનો માટે પ્રકાશપથ છે અને દરેક નારી માટે શૌર્યનું પ્રતીક છે.
✍🏻 યુવરાજસિંહ જાડેજા
@diliprajputbboy
@tejasmajithiya5
@devanshijoshi71
@nidhirpatel6
મારે 24-07-2025 એ ધોરણ ૬-૮ માં જિલ્લા પસંદગી છે, પરંતુ હું હાલ જિલ્લા ન્યાયાલય જૂનાગઢ મારા વતન માં જ ફરજ બજાવું છું ઉપરાંત હું ગૌણ સેવા દ્વારા લેવાયેલ CCE GROUP A માં પણ Social Welfare Inspector તરીકે પસંદગી પામ્યો છું. આથી હું મારો આ હક જતો કરીને યોગ્ય થઈશ અને બીજા ને યોગ્ય તક મળે તે માટે અભિવાદન પાઠવું છું…
લિ. માનસ ઘોડાસરા
દિલગીરી સાથે જણાવવાનું કે અમાર��� પરિવારના મોભી અમારા જીવનની પ્રેરણા એવા મારા પિતાશ્રી મનસુખભાઈ મોતીભાઈ ડીંડોર તા.૦૨/૦૭/૨૦૨૫,બુધવારના દેવલોક પામ્યાં છે. તેમના નિર્વાણને વંદન સહ પરમકૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ અર્પે અને એમના ચરણોમાં સ્થાન આપે એવી પ્રભુને પ્રાર્થના🙏
💫 રખેને આજ કાલ કોઈ વાદળ વરસે🌧️🌧️ 🌧️
🌧️ મળતી માહિતી મુજબ #માધ્યમિક GOV. અને GIA. બંનેની જિલ્લાવાર અને શાળા વાર જગ્યાઓ આજે સાંજે અથવા તો મોડામાં મોડું કાલે વેબસાઈટ પર પ���રસિદ્ધ થઈ શકે છે.
👉 વિશેષમાં એવી માહિતી છે કે આવનાર 2 દિવસમાં અથવા 5 તારીખ સુધીમાં માધ્યમિક ની શાળા પસંદગીની પ્રોસેસ ચાલુ થઈ જશે.
📌હાલની #શિક્ષણ_સહાયક ભરતી અન્વયેની બેઠક પરથી મળતી માહિતી મુજબ...એક બે દિવસમાં ઉચ્ચ માધ્યમ��કની પ્રકિયા ચાલુ થઈ શકવાની સંપૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે.
💢હવે આખરે જોવા જઈએ તો એજન્સીના કાર્ય પ્રણાલી પર આધાર રાખે છે કે કેટલો સમય ડેટા પરથી લગાડે છે.🌧️🌧️
📌#ઉચ્ચ_માધ્યમિક GOV. અને GIA. બંનેનું એકસાથે શાળા પસંદગી (rechoice) સંભવિત બે ત્રણ દિવસમાં આવી શકે છે.✍️
📝મળતી માહિતી મુજબ dv લિસ્ટમાં સમાવિષ્ટ મુજબ 3 ગણા ઉમેદવારોને choice માટેની તક મળી શકે છે.કેમ કે મેરીટના ધોરણે જનરલમાં સમાવિષ્ટ કોઈ ઉમેદવાર કેટેગરી ક્લેમનો ઉપયોગ કરે છે તો નીચેના ઉમેદવારને up લઈ વધુમાં વધુ સીટો પૂરી થાય અને સીટો ન બગડે એ બાબતે કોઈ હકારાત્મક નિર્ણય આવી શકે એમ છે.
શિક્ષણ વિભાગના અધિકારીઓ #શિક્ષણમંત્રી ને પણ ઉઠ્ઠા ભરાવી જાય છે !
📌શિક્ષણ વિભાગ ના અધિકારીઓ હવે નવું નજરાણું (ગતકડું) લાવ્યા છે. હવે એવું કહેવાનું થાય કે શિક્ષણસહાયક (૯ થી ૧૨)ની શાળા પસંદગીની સમાંતરે વિદ્યાસહાયક (1 થી 8) માં પણ "#જિલ્લા_પસંદગી" કરાવી દઈશું પરંતુ નિમણૂકપત્ર તો ક્રમિક જ આપીશું, હજી બણગા તો એવા જ ફુંકે છે કે ભરતી તો ક્રમિક જ થશે..😄
👆🏻હવે તમે જ વિચારો શું આ #ક્રમિક_ભરતી કહેવાય ? 🤔
આનાથી નુકશાન કે ફાયદો શું તે વિગતે જોઈએ....👇🏻
📌માની લો કે ૯ થી ૧૨ માં શાળા પસંદગી, શાળા ફાળવણી પણ કરી દેવામાં આવે છે પરંતુ એમને શાળામાં હાજર જ નહીં કરવામાં આવે એટલે એ જ ઉમેદવાર ફરીથી ધો. ૧ થી ૫ અને ૬ થી ૮ (વિદ્યાસહાયક)માં પણ જિલ્લા પસંદગી કરવા તો આવશે જ, જેને લઈને એક જ ઉમેદવાર બે ત્રણ સીટ રોકશે. જેને કારણે વિદ્યા સહાયક (૧ થી ૮) સારું મેરિટ ધરાવતો ઉમેદવાર પણ પોતાની મનપસંદ જગ્યાથી #વંચિત રહશે.
📌વાસ્તવિક ઉદાહરણ સાથે સમજીએ..
યાદ રાખજો આ ઘટના આપની સાથે પણ ઘટી શકે છે.👇🏻
એક "X" ઉમેદવાર કે જે ઉચ્ચ માધ્યમિકમાં હિન્દી માધ્યમના વિષયમાં 1 જગ્યા સામે પહેલો જ ક્રમાંક ધરાવતો હતો. ગજબની વાત તો એ છે કે X નામના ઉમેદવાર જે શાળામાં બે ��ર્ષથી જ્ઞાનસહાયક માં નોકરી કરતો હતો, અને એ જ શાળાનું નામ કાયમી શિક્ષક ભરતીમાં શાળાઓની યાદીમાં પણ છે જ્યારે X ઉમેદવાર શાળા પસંદગી કરશે ત્યારે પ્રથમ ક્રમાંક ના કારણે તેમને તેના જ વિસ્તારની અને મનપસંદ શાળા મળી પણ જવાની છે. પરંતુ ક્રમિક ભરતી ન થવાને કારણે એમણે અન્ય માધ્યમ (૬થી ૮) સામજિક વિજ્ઞાનમાં જિલ્લા પસંદગી કરી એક સીટ રોકી, જેમને લઈને Y ઉમેદવાર એક સીટ માટે નોકરીથી વંચિત રહી ગયો.....એ જ X ઉમેદવા�� જ્યારે ઉચ્ચ માધ્યમિકની ભરતી થશે ત્યારે કૂદીને ત્યાં જતો જ રહશે.
👆🏻હ��લમાં સમગ્ર ભરતી પ્રક્રિયામાં આ જ પરિસ્થિતિ ઉભી થવા જઈ રહી છે. જેમને લઈને મોટાભાગના ઉમેદવારો સારા મેરીટ ક્રમાંક પર હોવા છતાં પણ વતનથી દૂર જવું પડશે અને એમનું નુકશાન અંદાજિત ૯/૧૦ વર્ષ સુધી ભોગવવું પડશે....કેમ કે વિદ્યાસહાયક નું મહેકમ મોટાભાગે પૂર્ણ થઈ જશે એટલે બદલીના ચાન્સ પણ ઘટી જશે.
📌માની લો કે ૯ થી ૧૨ ની ભરતી પ્રકિયા આવી જ રીતે કાચબા ગતિએ આગળ વધે છે અને ખુલતા સત્ર એ પહેલા ૧ થી ૮(વિદ્યા સહાય��) અને ૧૧/૧૨ સરકારી/ગ્રાન્ટેડ ને ઊઘડતી શાળાએ અંદાજિત પહેલા અઠવાડિયામાં હાજર કરી દે છે, તો #વિદ્યાસહાયક માં લાગી ગયેલ ઉમેદવાર જ્યારે ૯/૧૦ સરકારી/ગ્રાન્ટેડ માં હાજર કરવાની પ્રોસેસ આવશે ત્યાં સુધી વિદ્યા સહાયક તરીકે ફરજ બજાવી અને પાછળથી રાજીનામુ આપી દેશે જેમને લઈને એ સીટ બગડશે અને એ વેઇટિંગમાં નહીં પણ નહિ જ ભરાઈ કેમ કે ફરજ બજાવેલી સીટ જો ખાલી પડે છે એમને નવી ભરતીમાં ગણતરી લેવામાં આવશે. એટલે જો આવી રીતે જોવા જઈએ તો ઘણું નુકશાન થઈ શકે છે.
📌👆🏻હવે પ્રોસેસ ઝડપી કરવાના નામે શિક્ષણ વિભાગના અધિકારીઓ બધું ગોટાળે ચડા��ી #ફિન્ડલુ વાળી રહ્યા છે.
📌જો આ જ પ્રકારે ભરતી કરવી હતી તો આ જ ભરતી બે વર્ષ પહેલા પણ થઈ શકતી હતી તો પછી ઉમેદવારોને આટલી રાહ જોવડાવવાનો મતલબ શું !?
📌અત્યાર સુધી ક્રમિકના નામે 1/9/2023 થી વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને છેલ્લે તો ક્રમિક ભરતીનો છેદ ઉડાડવાની જ વાત થઈ ! બાકી ભરતી ક્રમિક જ કરવી હોય તો એ વૈકલ્પિક વ્યવસ્થાને જ એક મહિનો ખેંચી કાયમી શિક્ષક માટેની સમાંતરે ક્રમિકની પ્રોસેસ ચાલુ રાખી પૂર્ણ ��રી શકાય.
📌કાયમી શિક્ષક આ રીતે શાળા માં હાજર થઈને જો શાળા છોડી દે તો વિદ્યાર્થી અને શિક્ષણ વ્યવસ્થા ને પણ નુકશાન જ છે.
🛑અધિકારીઓને આ રીતે જ જો ભરતી કરવી હતી તો ઉમેદવારોને ક્રમિક ભરતીના સપના દેખાડી એની સાથે અંતે શકુનિ ચાલ રમી છેતરપિંડી કેમ કરવામાં આવી ?
🛑અત્યાર સુધી લોભામણી ને ડાહી ડાહી વાતો કરીને ઉમેદવારોને તો અંધારામાં જ રાખ્યા.
👆🏻આમ, અધિકારીઓ શિક્ષણમંત્રી ને ગમે તે રીતે ઉઠ્ઠા ભણાવી પોતાની મનમાની જ કરી રહ્યા છે.
💥ઉમેદવારોને ટકોર :- દૂધ અને દહીં બંનેમાં હાથ રાખવા વાળાને છેલ્લે છાસ પણ નસીબ નથી થતી ��ટલે ગમે તે એક બાજુ રહેવું વધારે હિતાવહ.💥
#વિદ્યા_સહાયક
#શિક્ષણ_સહાયક
#TET #TAT
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@jigneshmevani80
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@Chaitar_Vasava
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@GujaratFirst
@Chaitar_Vasava
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@baldevmer
@BenefitNews24
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
💥આજે સાંજે #ઉચ્ચતર_માધ્યમિક ની શાળા ફાળવણી આવી શકે છે. સરકારી (HS) ઉમેદવારને ખબર પડી જશે કે એમને કઈ શાળા મળી ગઈ છે.
📌આવતી કાલથી ઉચ્ચતર માધ્યમિક અનુદાનિત શાળા પસંદગી ચાલુ થઈ શકે છે.
🛑જે ઉમેદવાર મિત્રોને સરકારી(HS) માં શાળા ફાળવણી મળી જાય છે એ ઉમેદવાર મ���ત્રો મહેરબાની કરીને ગ્રાન્ટેડ (HS)માં શાળા પસંદગી ન કરશોજી જેમના લીધે ગ્રાન્ટેડમાં ત્રણ ગણા ઉમેદવારો શાળા પસંદગી કરશે એમાંથી વધુમાં વધુ ઉમેદવારનું શિક્ષક બનવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે.
🙌ઉમેદવાર મિત્રો સાથ ,સહકાર અને સહયોગ આપી આપના હાથે આ #પુણ્ય મેળવવાની તક અચુકથી લેજો.
#અનુભવની_કલમે ✍️