GSRTC દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગેનો આપનો અનુભવ અમારા માટે અત્યંત મહત્વનો છે. સેવા ગમી હોય કે કોઈ સૂચન/ફરિયાદ હોય, QR કોડ સ્કેન કરીને તમારો કિંમતી અભિપ્રાય જરૂર આપો.
#GSRTC#DadaNiSawari
શિસ્ત, સચોટ સમયપાલન અને સંપૂર્ણ સુરક્ષા સાથે GSRTC દરરોજ રાજ્યના લાખો વિદ્યાર્થીઓને તેમના લક્ષ્ય સુધી પહોંચાડવાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે.
આ યુવા પેઢીનો વિશ્વાસ જ છે #GSRTC_ની_ઓળખ.
#GSRTC#DadaNiSawari#GSRTC_ની_ઓળખ
સાચું ટીમવર્ક એ માત્ર રમતગમતના મેદાન પૂરતું મર્યાદિત નથી હોતું, પરંતુ આપણી દૈનિક સેવામાં પણ પ્રદર્શિત થાય છે. ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક અને ડેપો સ્ટાફના અથાક સહિયારા પ્રયાસો જ GSRTC ને ગુજરાતની જીવાદોરી બનાવે છે
#GSRTC#SportsDay#DadaNiSawari
GSRTC જામનગર વિભાગ
વ્યસનમુક્તિ અને રક્ષાબંધન કાર્યક્રમ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સાથે સંયુક્ત રીતે જામજોધપુર,ધ્રોલ ખાતે આયોજિત કાર્યક્રમ ”#RakshaBandhan#Vyasamukti#GSRTC#Jamnagar#SafeTravel
ગુજરાત સરકારના 'સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ' અંતર્ગત GSRTC વેરાવળ ડેપો, નગરપાલિકા અને સદભાવના સેવા ટ્રસ્ટના સહયોગથી ડેપો વર્કશોપ તથા બસ સ્ટેન્ડ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. સ્વચ્છતા અને પર્યાવરણ જતન તરફ એક સુંદર કદમ!
#GSRTC#DadaNiSawari
GSRTC જામનગર વિભાગ
ના ખંભાળિયા ડેપો ખાતે ઓપન હાઉસ મીટિંગ
શ્રી જન્માષ્ટમી તહેવાર સમયે ડ્રાઈવર અને કંડક્ટરોને સુરક્ષિત વાહન ચલાવવા તેમજ મુસાફર જનતા સાથે સારો વિનય વર્તન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું.
#Janmashtami#OpenHouse#GSRTC#Khambhaliya
@OfficialGsrtc
The bus driver is blatantly using handphonea in both the ear while driving bus on expressway while going 70 80 kmph.
Is this the training or rules that has been taught while appointment of the drivers?
GSRTCના નિષ્ઠાવાન કર્મચારીઓએ બસમાં મુસાફરો દ્વારા ભૂલથી રહી ગયેલા મોબાઈલ, રોકડ રકમ અને અન્ય કિંમતી સામાનને તેમના મૂળ માલિકો સુધી સહી-સલામત પહોંચાડી માનવતા અને ફરજ પ્રત્યેનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.
#GSRTC#DadaNiSawari
રોજિંદા અપડાઉન કરતા મુસાફરો માટે GSRTC લાવ્યું છે મોટા સમાચાર!
દૈનિક મુસાફર પાસ યોજનામાં ભાડા રાહત વધારીને હવે ૫૦ ટકા સુધી કરાઈ છે, માસિક પાસમાં હવે માત્ર ૧૫ દિવસના ભાડામાં ૩૦ દિવસ મુસાફરી કરી શકાશે, જ્યારે ત્રિમાસિક પાસમાં માત્ર ૪૫ દિવસનું ભાડું ચૂકવીને ૯૦ દિવસ સુધીની મુસાફરીનો લાભ મળશે. આ નિર્ણયથી રાજ્યના ૨.૫ લાખથી વધુ નોકરિયાત અને ધંધાર્થી વર્ગને સીધો આર્થિક ફાયદો થશે.
#GSRTC #DadaNiSawari
જસદણ એસ.ટી. બસ સ્ટેશન ખાતે GSRTC સ્ટાફ અને યુનિક સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ રેલી અને શેરી નાટક થકી સ્વચ્છતાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો.
મુસાફરોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ આવે અને બસ સ્ટેશન પરિસર કાયમી ધોરણે સ્વચ્છ રહે તે હેતુથી તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓએ સાથે મળીને સ્વચ્છતાના શપથ ગ્રહણ કર્યા.
#GSRTC #DadaNiSawari
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત તરફ પ્રવાસ કરતા તમામ સ્નેહી મુસાફરોને વિનંતી કે આપની મુસાફરી વધુ સરળ અને સુગમ રહે તે માટે ગીતા મંદિર ટર્મિનલ-૨ નો ઉપયોગ કરવો.
આપના માર્ગદર્શન અર્થે વિવિધ રૂટ અને તેના પ્લેટફોર્મની વિગતવાર માહિતી આપતું પત્રક અહીં દર્શાવેલ છે.
#GSRTC#DadaNiSawari
અમદાવાદના મુસાફરોને મળી નવી ભેટ..
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અત્યાધુનિક ગીતામંદિર બસ ટર્મિનલ-2 (નોર્થ બ્લોક) આઇકોનિક બસપોર્ટ’નું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ દરમિયાન વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવીણ માળી અને શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અનેક સુવિધાઓથી સુસજ્જ આ આઇકોનિક બસપોર્ટ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) અને મેસર્સ હબટાઉન બસ ટર્મિનલ (અમદાવાદ) પ્રા. લિ. ના સંયુક્ત ઉપક્રમે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે તૈયાર કરવામાં આવ્યું છે.
#GSRTC #DadaNiSawari
ગુજરાતના વિવિધ GSRTC ડેપોમાં સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશને વધુ વેગ આપવાના હેતુથી આરોગ્ય તપાસ અને રક્તદાન કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છતા સાથે સ્વાસ્થ્ય જાગૃતિ અને સેવાભાવની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવી.
#GSRTC #DadaNiSawari