સદા અગ્રેસર ગુજરાત..!
આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ સાકાર કરવા લોંગ ટર્મ વિઝન સાથે સર્વગ્રાહી વિકાસ માટેનો રોડમેપ કંડારતા ગુજરાતના સમાચાર.
#અગ્રેસર_ગુજરાત
ભરૂચની મારી મુલાકાત દરમિયાન સેવાકીય કાર્યો સાથે જોડાયેલા મહાનુભાવો સાથે મુલાકાતનો હૃદયસ્પર્શી અવસર પ્રાપ્ત થયો.
ગરીબ-અનાથ દર્દીઓની જીંદગી બચાવવા માટે સુંદર કામગીરી કરી રહેલા શ્રી રાકેશભાઈ ભટ્ટને મળીને તેમની લોકકલ્યાણની પ્રવૃત્તિઓ અંગે જાણકારી લીધી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભારતના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે 12 વર્ષના સુશાસનમાં આયુષ્માન ભારત યોજના સહિત વિવિધ આરોગ્યલક્ષી પહેલનો અસરકારક અમલ થયો છે. જેના લીધે સામાન્યજનને ગુણવત્તાલક્ષી આરોગ્ય સારવાર સરળતાથી પ્રાપ્ત થઈ રહી છે, જે અંગે તેમની સાથે ચર્ચા કરી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખાતરો પૂરા પાડીને કૃષિ ઉત્પાદકતા વધારવાના તેમજ દેશને કેમિકલ્સ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાના ધ્યેય સાથે વર્ષ 1976માં ભરૂચ ખાતે સ્થાપિત વિશ્વનો સૌથી મોટો સિંગલ-સ્ટ્રીમ એમોનિયા-યુરિયા પ્લાન્ટ ધરાવતા ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના સંયુક્ત સાહસ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં આયોજિત ગોલ્ડન જ્યુબીલી સેલીબ્રેશન સેરેમનીમાં ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે @GNFCLTD નાં 50 વર્ષની સફળતાની ગાથા આલેખતી કોફિટેબલ બુકનું વિમોચન કર્યુ હતું.
માનનીય મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં NEET-2026 પરીક્ષાના સફળ અને સુચારૂ આયોજન માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. પરીક્ષા દરમિયાન સુવ્યવસ્થિત આયોજન, સુરક્ષા વ્યવસ્થા તથા સંકલન અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#NEET2026#Education
Driven by the vision of Hon’ble PM Shri Narendra Modi Ji to build a self-reliant and energy-secure India, Gujarat is taking a giant leap in the clean energy transition.
Today, I was pleased to perform the groundbreaking for Hitachi Energy's ₹ 2,000 Cr Large Power Transformer facility in Karjan, Vadodara.
This state-of-the-art facility is a significant boost to #MakeInIndia, as it will produce advanced transformers essential for transmitting renewable power.
Beyond technology, this project will empower our youth by creating significant employment and skill development opportunities, further strengthening Gujarat’s position as a global manufacturing powerhouse.
With a focus on sustainability and innovation, we remain committed to fostering an ecosystem where global industries can thrive while contributing to a greener and more prosperous India.
@hitachienergy
ભારતમાલા પરિયોજના અંતર્ગત ગુજરાતના હાઈવે બન્યા પ્રગતિના ધોરીમાર્ગ.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની 12 વર્ષની વિઝનરી લિડરશીપમાં ભારતના રોડ નેટવર્કના વિકાસની સ્પીડ અને સ્કેલમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળેલ છે. ગુણવત્તાયુક્ત અને અત્યાધુનિક ટેકનોલોજી આધારિત સુદ્રઢ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ થકી નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર માટે ‘ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન’ સુનિશ્ચિત કરવાની નેમ સાથે માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં વર્ષ 2017માં દેશમાં શરૂ કરવામાં આવી ભારતમાલા પરિયોજના.
ભારતમાલા પરિયોજના હેઠળ ગુજરાતમાં પ્રથમ તબક્કામાં મંજૂર કરવામાં આવેલ ₹65,000 કરોડના ખર્ચે 1557 કિલોમીટરના 45 પ્રોજેક્ટમાંથી 1068 કિલોમીટર માર્ગ નિર્માણનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પરિયોજના અંતર્ગત ગુજરાતના વિકાસને નવી દિશા આપતા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં રાજસ્થાનના સાંચોરથી ગુજરાતના પાટણ જિલ્લાના સાંતલપુર સુધી અંદાજે 125 કિ.મી લંબાઇનો 6-લેન ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે, અમૃતસર-જામનગર વચ્ચે આશરે 1256 કિલોમીટરનો ઇકોનોમીક કોરિડોર, અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો સમાવેશ થાય છે, જેમાં વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના પેકેજ 6 અને 7નું તાજેતરમાં જ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
'વિકસિત ભારત, વિકસિત ગુજરાત' પરિકલ્પના સાકાર કરવામાં માઇલસ્ટોન સમાન આ પરિયોજના હેઠળ નવનિર્મિત ફ્રેઈટ કોરિડોર અને એક્સપ્રેસ-વેના નેટવર્ક ઉપરાંત મોટાં શહેરો, સરહદી રસ્તાઓ, બંદરો અને દરિયાકાંઠાના રસ્તાઓના નેટવર્ક થકી પ્રશસ્ત થઈ રહ્યો છે ગુજરાતની પ્રગતિનો ધોરીમાર્ગ.
#GujaratSuccessDiary
આજ રોજ જિલ્લાના મહેસૂલી અધિકારીશ્રીઓની સમીક્ષા બેઠક યોજવામાં આવી. બેઠકમાં iORA, e-Dhara, સરકારી જમીન ફાળવણી, IRCMS, CM Dashboard તથા RIC Vigilance Cases સહિતની મહત્ત્વપૂર્ણ મહેસૂલી કામગીરીઓની પ્રગતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. કામગીરીઓ સમયબદ્ધ, પારદર્શક અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તેમજ પેન્ડન્સી ઘટાડવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#Ahmedabad #RevenueAdministration #GoodGovernance
12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના...
12 વર્ષ દેશના સર્વગ્રાહી-સર્વસમાવેશી વિકાસના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 12 વર્ષના અત્યાર સુધીના અવિરત કાર્યકાળ દરમિયાન દેશમાં સર્વગ્રાહી વિકાસના નવા માપદંડો સ્થાપિત થયા છે અને સમગ્ર દેશ 'સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ' ના મંત્ર સાથે થઈ રહેલ રાષ્ટ્રનિર્માણનું ગૌરવ અનુભવે છે.
#LongestServingElectedPMModi
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરદર્શી નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષ દરમિયાન દેશમાં કનેક્ટિવિટી અને પરિવહન ક્ષેત્રે અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળ્યું છે ત્યારે, ‘વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત’ પરિકલ્પનાને સાકાર કરવામાં મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ આજે સુગમ અને સુરક્ષિત અર્બન પરિવહનનું ઉદાહરણ બનેલ છે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2ના સફળ અમલીકરણ બાદ ફેઝ 2(A) અંતર્ગત આજે કેન્દ્રીય કેબિનેટ દ્વારા કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના કોરિડોરને મંજૂરી આપવામાં આવતાં લાખો નાગરિકોના દૈનિક જીવનનો અભિન્ન હિસ્સો બનેલ મેટ્રો રેલ કુલ 78 કિલોમીટર લાંબા નેટવર્ક અને 60 જેટલાં સ્ટેશનો સાથે અમદાવાદના આધુનિક વિકાસને આપી રહી છે તેજ ગતિ.
ગુજરાત સરકારના ‘ઇઝ ઑફ લિવિંગ’ના મંત્રને સાકાર કરતી આ પરિવહન સેવાનો દૈનિક 1.6 લાખથી વધુ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ અને પ્રવાસીઓ સાથે અત્યાર સુધીમાં કુલ 13 કરોડથી વધુ લોકોએ લાભ લીધો છે અને આ ‘સ્માર્ટ પરિવહન’ સેવા બની છે અમદાવાદની લાઈફલાઈન.
ગુજરાત સરકારના સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ દ્વારા નાગરિક સેવાઓને ડિજિટલ સ્વરૂપે વધુ સુલભ અને પારદર્શક બનાવવામાં આવી છે. વિવિધ પ્રમાણપત્રો, રેશનકાર્ડ સેવાઓ તથા અન્ય મહત્વપૂર્ણ સેવાઓ હવે ઓનલાઈન ઉપલબ્ધ છે.
#DigitalGujarat#CitizenFirst#GoodGovernance#GujaratGovernment
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નર્મદા યોજનાના વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ખેડૂતોના પાક માટે સિંચાઈના પાણીની જરૂરિયાત ધ્યાનમાં લઈને રાજ્યના ખેડૂતોના વિશાળ હિતમાં આયોજન કરતાં વહેલાં એટલે કે આગામી તા.11 જૂન, ગુરૂવારથી નર્મદા યોજનાની નહેરોમાંથી સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में बीते 12 वर्ष जनसेवा, सुशासन और राष्ट्रनिर्माण के स्वर्णिम अध्याय रहे हैं।
गरीबों के जीवन में सम्मान, किसानों के लिए नई संभावनाएँ, महिलाओं का बढ़ता आत्मविश्वास, युवाओं के लिए अवसरों का विस्तार और आधुनिक भारत के निर्माण हेतु अभूतपूर्व कार्यों ने देश की विकास यात्रा को नई गति प्रदान की है।
आज भारत आर्थिक प्रगति, तकनीकी नवाचार, सशक्त इंफ्रास्ट्रक्चर और सांस्कृतिक गौरव के साथ विश्व मंच पर नई ऊँचाइयों को स्पर्श कर रहा है।
विकसित भारत के संकल्प को साकार करने की दिशा में यह 12 वर्षों की यात्रा हर देशवासी के विश्वास और सहभागिता की शक्ति का प्रतीक है।
@narendramodi
#12YearsOfSeva
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત "એક પેડ માં કે નામ" અભિયાનથી દેશવાસીઓમાં વૃક્ષારોપણ અંગે અનેરી ચેતનાનો સંચાર થયો છે.
જે હેઠળ, આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહએ ગાંધીનગર લોકસભા વિસ્તારને સૌથી હરિયાળો બનાવવાની નેમ રાખી છે.
આ અભિયાનમાં ગાંધીનગર લોકસભાના નાગરિકોને જોડવા એક ખાસ વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે: https://t.co/LuivI4sOLm
મેં આજે આ વેબસાઈટ પર વૃક્ષારોપણ કરવા રજીસ્ટ્રેશન કરાવ્યું. સાથેજ, હું જે વૃક્ષ રોપું તેની માવજતની પ્રતિજ્ઞા પણ કરી.
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં રહેતા સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આપ પણ રજીસ્ટ્રેશન કરી આ અભિયાનમાં જોડાવ.
આવો, આપણે સૌ પ્રકૃતિનું જતન કરવા સહિયારો પ્રયાસ કરીએ. ગાંધીનગર લોકસભાને તેમજ આપણા રાજ્ય તથા દેશને હરિયાળા, સ્વચ્છ અને સુંદર બનાવીએ.
@NarendraModi@AmitShah
#EkPedMaaKeNaam