#જેલ_સિપાહી કર્મચારીઓ ની વાસ્તવિકતા અને વિનમ્રભાવે એક માંગણી🙏
👮પોલીસ વિભાગમાં સૌથી કપરી નોકરી જેલ પોલીસ ના કર્મચારીઓ ની હોય છે કેમ કે જે તે સ્થાનિક પોલીસ આરોપી/ગુનેગાર ને પકડીને જ્યારે જેલ હવાલે કરે છે ત્યારબાદ તેની દેખરેખ અને "#માનવ_સુધારણા_અને_વૈચારિક_પરિવર્તન" ના ભાગરૂપે અનુસાશન સાધી કામ લેવાનું કાર્ય #જેલ_સિપાહીનું હોય છે.
➡️ઘણા ખૂંખાર કેદીઓ પણ આ પ્રકારની જેલ માં હોય છે. જે ખૂબ ગંભીર પ્રકારના ગુના આચરી આવ્યા હોય છે ને ઘણા તો રીઢા ગુનેગાર બની ગયા હોય છે તેની જોડે જેલ પોલીસ ને ફરજના ભાગરૂપે રહેવાનું અને તેને સુધારવાનું કાર્ય કરતું રહેવાનું હોય છે.
થોડા સમય પહેલા માનનીય ગૃહ રાજ્યમંત્રી @sanghaviharsh દ્વારા અલગ અલગ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે "જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ" હેઠળ પ્રોત્સાહન ભથ્થા આપેલ પરંતુ એમાંથી જેલ સિપાહીના કર્મચારીઓ ને દુર રાખેલ હતા.
જેલ સિપાહી તે પોલીસ નો જ એક ભાગ છે. તેની પસંદગી પ્રક્રિયા - ગ્રેડ પણ યોગ્ય માપદંડો સાથે અન્ય પોલીસ પરીક્ષાઓ ની માફક જ હોય છે. શું સરકાર જેલ સિપાહીને #પોલીસ_બેડાના_કર્મચારી નથી ગણતી ?
એક જ માધ્યમ થી કેડર ટુ કેડરની ભરતી થાય છે, બિન હથિયારી,હથિયારી,SRPF,જેલ સિપાહી તો પ્રોત્સાહન ભથ્થાં માં ભેદભાવની નીતિ શા માટે ? થોડા જ સમય પહેલા ATS કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ આપવામાં આવ્યું છે.
જેલ મેન્યુલ પ્રમાણે નીતિ નિયમો ને ધ્યાનમાં રાખી દરેક #જેલ_સિપાહી/કર્મચારી જોખમ સાથે પોતાની ફરજ બજાવતો હોય છે.તો આ દરેક જેલ સિપાહીઓને પ્રોત્સાહન ભથ્થા નો વિશેષતઃ લાભ મળવો જ જોઈએ એવી અમારી માંગણી અને લાગણી છે.🙏
✍️યુવરાજસિંહ જાડેજા(યુયુત્સુ)
ગાડી ઉધા રસ્તે નથીને ?
નકલી PSI ની માહિતી સાચી છે કે નહી તે મુખ્યવાત છે જેને બહાર પાડી પ્રજા/સરકાર ના હિત મા છે તે સન્માન ના અધિકારી છે " યુવરાજસિંહ ". પરંતુ રાત દિવસ ફક્ત એને માહિતી કોને આપી, શુ કામ આપી તેની ચિતા કરવાથી ગુજરાત ના બેરોજગાર નુ ભલુ થશે ? ગાડી ઉધા પાટે નથી ને ?
GPSC વર્ગ 1,2ની પ્રિલિમ પરીક્ષા આ રવિવારે છે. પરીક્ષાની તૈયારી ઓછી થશે તો ચાલશે પરંતુ તૈયારી બરાબર થઈ નથી, મને કંઈ આવડતું નથી, પેપર બહુ અઘરું હોય છે જેવા નકારાત્મક વિચારોથી બચવા પર અને આત્મવિશ્વાસ પર ધ્યાન આપવા સૌ સ્પર્ધકોને મારું સૂચન છે
સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ
સરકાર અનામત વર્ગસાથે ધરાહાર અન્યાય કરી રહી છે મોદીસરકાર એલ.આર.ડી.2018/19ના 20% વેટિંગલિસ્ટના તમામ ઉમેદવારોને નિમણૂક આપો આટલી જગ્યાઓ ખાલી હોવા છતાં અમારે આંદોલન કરવા પડે છે હવે તમે ન્યાય કરો તો સારું બાકી આનું પરિણામ આગળ જતા ગંભીર આવશે
@PMOIndia@jigneshmevani80@devanshijoshi
#LRD_MALE_2018_19
આવનારી 23-11 માં અમને ન્યાયલય ઉપર પૂરો વિશ્વાસ છે કે તે અમારા ભવિષ્યને ધ્યાન માં રાખી જલ્દી અમને ન્યાય કરશે
જે અમે અત્યારે સુધી સરકાર ના ભરોસે હતા તે આવનારી 23-11 ના રોજ ગુજરાત નામદાર હાઇકોર્ટે ન્યાય આપશે તેવી આશા છે 🙏🙏🙏
@YAJadeja @Anand_Yagnik #highcourt