મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની ન્યૂયોર્ક મુલાકાત દરમિયાન વિશ્વની અગ્રણી અમેરિકન મલ્ટિનેશનલ ટ્રાન્સપોર્ટેશન ટેકનોલોજી કંપનીના ચીફ બિઝનેસ ઓફિસર શ્રી મધુ કન્નન સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી સાથેની બેઠકમાં શ્રી કન્નને ગુજરાતના Tier-2 અને Tier-3 શહેરોમાં ઉબરના વિસ્તરણ બાબતે ઊંડો રસ દર્શાવ્યો હતો, જેનાથી રાજ્યના નાના અને મધ્યમ શહેરોમાં પરિવહન અને કનેક્ટિવિટીની સુવિધાઓ વધુ મજબૂત બનવાની સંભાવના છે.
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય સ્તરની રમતગમતની ઇવેન્ટ્સ માટે પણ ઉબરે ભાગીદારીની સંભાવનાઓ અંગે રસ દાખવ્યો હતો. આ પ્રકારના સહયોગથી ખેલાડીઓ અને મુલાકાતીઓ માટે સુગમ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં નવી તકો સર્જાઈ શકે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે AI, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટરમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં સહયોગની સંભાવનાઓ ચકાસવા ન્યૂયોર્કના યોર્કટાઉન હાઈટ્સ ખાતે આવેલા IBM રિસર્ચની મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ
આ મુલાકાત દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર સેક્ટર્સમાં થઈ રહેલા અદ્યતન રિસર્ચ અને ઇનોવેશનની જાણકારી મેળવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભારત અને ગુજરાતમાં R&D ક્ષમતાઓને વધુ મજબૂત બનાવવા માટે સહયોગ, નોલેજ શેરિંગ અને ઈનોવેશનના ક્ષેત્રે રહેલી તકો અંગે પણ વિચારવિમર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યૂયોર્કમાં ટિલમેન ગ્લોબલ હોલ્ડિંગના ફાઉન્ડર અને ચેરમેન શ્રી સંજીવ આહુજા સાથે બેઠક યોજી હતી.
શ્રી આહુજાએ ગુજરાત સરકારની પ્રો-એક્ટિવ પોલિસીઝ, ખાસ કરીને પ્રોગ્રેસિવ ડેટા સેન્ટર પોલિસીની આ બેઠકમાં પ્રશંસા કરવાની સાથોસાથ યોગ્ય પોલિસી-એન્વાયરમેન્ટ અને સરકાર-ઉદ્યોગ વચ્ચેનો મજબૂત સહયોગ ડેટા સેન્ટર સેક્ટરના વિકાસને વધુ ઝડપી બનાવશે તેવો મત વ્યક્ત ���ર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગોલુબ કેપિટલના ન્યૂયોર્ક ખાતેના કો-પ્રેસિડેન્ટ શ્રી જેરી કીફ સાથે બેઠક યોજી હતી.
ગોલુબ કેપિટલ કંપનીએ ગિફ્ટ સિટીમાં રોકાણ કરવામાં અને બેન્કિંગ, ઇન્શ્યોરન્સ તથા એક્સચેન્જ ક્ષેત્રે તેના સહયોગી ગ્લોબલ પ્લેયર્સને ગિફ્ટ સિટીના પ્લેટફોર્મ સાથે જોડવામાં ઊંડો રસ દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના ગુજરાત ટીમ સાથેના અમેરિકા પ્રવાસ દરમિયાન ન્યૂયોર્ક ખાતે જેપી મોર્ગનના ગ્લોબલ હેડ ઓફ પેમેન્ટ્સ શ્રી મેક્સ ન્યુકિર્ચન સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગિફ્ટ સિટીને વૈશ્વિક કક્ષાએ ગ્લોબલ ફાઈનાન્સિયલ સેન્ટર તર��કે વધુ સુદ્રઢ બનાવવાની દિશામાં ચર્ચા હાથ ધરી હતી.
જેપી મોર્ગનના પ્રતિનિધિએ ગિફ્ટ સિટીમાં પોતાની પ્રેઝન્સ વધારવાની અને બિઝનેસ એક્સપાન્શનની યોજનાની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગ્લોબલ ફાઈનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશન્સનો વધતો વિશ્વાસ ગિફ્ટ સિટીને અગ્રણી વૈશ્વિક નાણાકીય કેન્દ્ર તરીકે વધુ સુદ્રઢ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
The 'Collector in Classroom' initiative by Chhota Udepur District Collector shows the true power of proactive public service and transformative governance. The weekly visits of ‘Collector Didi’ to tribal girls' schools have sparked hope and built immense confidence among young girls. This exemplary model of governance reflects the commitment to build ‘Viksit Gujarat for Viksit Bharat’ by ensuring education and upliftment of every child.
IAS Officer Gargi Jain's 'Collector in Classroom' Initiative Cuts Tribal Girls' Dropout by 60% in Gujarat's Chhota Udepur
From ‘Madam Collector’ to ‘Collector Didi’, How Gargi Jain Is Keeping Tribal Girls in School
When Gargi Jain an IAS officer of 2015 batch of Gujarat cadre took charge of Chhota Udepur in 2025, she began walking into tribal girls' schools every week instead of waiting for students to reach her office. What started as informal conversations became Collector in Classroom, a mentoring programme now reaching over 750 girls. A year on, the district's girls' dropout rate has fallen by nearly 60%.
A story to be retold elsewhere too...
https://t.co/I1l7erEms5
The way for every Collector.
@PMOIndia@mygovindia@DCsofIndia
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ન્યુયોર્ક ખાતે ��સેટ મેનેજમેન્ટ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે વિશ્વની અગ્રણી કંપની બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર અને ડેવલોપમેન્ટ માટેના ગ્લોબલ હેડ સુશ્રી સમારા કોહેન સાથે વન-ટુ-વન બેઠક કરી હતી.
સુશ્રી સમારા કોહેને ન્યૂયોર્કમાં હેડ ક્વાર્ટર ધરાવતી, 1998માં સ્થપાયેલી અને 100થી વધુ દેશોમાં સેવાઓ પૂરી પાડતી બ્લેકરોક કંપની એસેટ મેનેજમેન્ટ, ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ, રિસ્ક મેનેજમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટિંગ જેવા સેક્ટર્સમાં ઝડપથી વિકસતા અર્થતંત્ર માટે વિશ્વસનીય ભાગીદાર બની શકે તેમ છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રી સમક્ષ આપી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્થપાયેલ ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફિનટેક હબ તરીકે વર્લ્ડ ક્લાસ ફાઈનાન્સિયલ ઇકો સિસ્ટમથી સજ્જ હોવાની રૂપરેખા આપીને બ્લેકરોકને ગિફ્ટ સિટીમાં ઝડપથી સેવા ��િસ્તરણ માટે અને આગામી વાઇબ્રન્ટ સમિટમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વાયબ્રન્ટ સમિટ 2027ના પૂર્વાધરૂપે યુ.એસ. પ્રવાસ દરમિયાન ન્યુયોર્કમાં આઈ.ટી. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેવાઓના વિશ્વના સૌથી મોટા સર્વિસ પ્રોવાઇડરમાં સ્થાન પામેલી કિન્ડ્રીલ કંપનીના ગ્લોબલ હેડ ઓફ ડિલિવરી શ્રી ઝેકર્સેસ કુપર સાથે બેઠક યોજી હતી.
કિન્ડ્રીલના શ્રી કુપરે બેઠક દરમિયાન એ.આઈ. સ્ટ્રેટેજિઝ, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટઅપ્સના સ્કીલિંગ તથા નોલેજ શેરિંગ અને મેન્ટરશીપ માટે રાજ્ય સરકાર સાથે સહયોગ માટે ઉત્સુક્તા દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ.આઈ. તથા ડેટા સેન્ટર, એડવાન્સ મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોમાં નેક્સ્ટ જનરેશન ઇન્વેસ્ટમેન્ટ માટે ઝડપથી ચોઈસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બની રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. તેમણે ગુજરાતન��� દેશનું ગ્રોથ એન્જિન અને પ્રોડક્શન પાવર હાઉસ ગણાવી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વોશિંગ્ટન ખાતે વર્લ્ડ બેંકના ઉચ્ચ અધિકારીઓ સાથે રાઉન્ડ ટેબલ બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકમાં ગુજરાતના આર્થિ��� વિકાસ, નાણાકીય વ્યવસ્થાપન અને સરકારી સેવાઓમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના ઉપયોગ અંગે ગુજરાતનું વિઝન રજૂ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ દેશના ફિનટેક હબ તરીકે ખ્યાતિ પામેલ 'ગિફ્ટ સિટી'ને દેશના ફાયનાન્સિયલ સેક્ટરને ગ્લોબલ બનાવવાના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું સશક્ત માધ્યમ ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં મેગા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સના ધિરાણ અને અમ��ીકરણ માટે વર્લ્ડ બેંક સાથે વ્યૂહાત્મક સહયોગ અને ભાગીદારીની સંભાવનાઓની ચર્ચા કરી વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓને આગામી 'વાઈબ્રન્ટ સમિટ 2027'માં સહભાગી થવા માટે આમંત્રણ પાઠવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની યુએસ-કેનેડા મુલાકાત દરમિયાન વોશિંગ્ટન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતી ડાયાસ્પોરા સાથે સંવાદ કરીને ગુજરાતના સર્વાંગી વિકાસ, નાણાંકીય શિસ્ત, નવા રોકાણન�� તકો તથા ગિફ્ટ સિટી, સેમિકન્ડક્ટર, AI, ડેટા સેન્ટર્સ અને બાયોટેકનોલોજી જેવા ઉભરતા ક્ષેત્રોની વિપુલ વિકાસ સંભાવનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં વિકાસ માટે સુશાસન, શિસ્ત અને પારદર્શક વ્યવસ્થાના આધારે આગળ વધવાનો ગુજરાતનો અભિગમ રહ્યો છે. તેમણે વૈશ્વિક ગુજરાતી સમુદાયને ગિફ્ટ સિટીમાં રોકાણ કરી ગુજરાતના વિકાસમાં અને નાણાંકીય અર્થવ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવામાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના વિકાસમાં વૈશ્વિક ગુજરાતી સમુદાયની સહભાગિતાને મહત્વપૂર્ણ ગણાવવાની સાથોસાથ સરકાર, ઉદ્યોગજગત અને વૈશ્વિક ગુજરાતી સમુદાયની ત્રિવેણીથી વિકાસને વધુ વેગ મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વોશિંગટન ડી.સી. ખાતે વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ડેન બ્રાયન્ટ સાથે બેઠક યોજી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વોલમાર્ટ અને રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે મળીને વર્કશોપના આયોજનોથી MSMEની સેક્ટરલ સંભાવનાઓની ઓળખ તેમજ MSME અને નાના કાર���ગરો માટે સંભવિત વૈશ્વિક તકો અંગે વાયબ્રન્ટ સમિટ-2027માં સ્પષ્ટ રોડમેપ જાહેર કરવા બાબતે ફળદાયી પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી સાથેની આ બેઠકમાં વોલમાર્ટના ગ્લોબલ પબ્લિક પોલિસી એન્ડ ગવર્નમેન્ટ અફેર્સના એક્ઝિક્યુટીવ વાઈસ પ્રેસિડેન્ટે ગુજરાતના વિશાળ MSME પુલને સેન્સીટાઈઝ કરીને ગુણવત્તા સુધારણા દ્વારા નિકાસ તકો વધારવા અંગે પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના નેતૃત્વ હેઠળ અમેરિકાની મુલાકાતે ગયેલા ગુજરાત ડેલિગેશનના સભ્યો સાથે ઈન્ટરનેટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત કંપની ��ુગલની મૂલાકાત લઈને ત્યાંની ગતિવિધિઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
મુખ્યમંત્રીશ્રીની મૂલાકાત દરમિયાન ગુગલના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી ચંદુ થોટાએ યુવા કૌશલ્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે AI તાલીમ તેમજ કૃષિમાં પાક પેટર્ન, ક્લાઈમેટ એન્ડ સોઈલ માટે AIના ઉપયોગ સહિતના ક્ષેત્રોમાં ગુજરાત સાથે કામ કરવા બાબતે ઉત્સુક્તા દર્શાવી હતી. આ ઉપરાંત, તેમણે ડેટા સિક્યુરિટી માટે ગુગલ વર્કપ્લેસ સુવેરિન AIના ��પયોગ માટે પણ મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત ડેલિગેશન સાથે વિચાર વિમર્શ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ પર્પ્લેક્સિટીના CEO શ્રી અરવિંદ શ્રીનિવાસ સાથે વન-ટુ-વન બેઠક યોજીને ગુજરાતમાં એન્જીન્યરીંગ તેમજ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે પર્પ્લેક્સિટીની પ્રેઝન્સ સ્થાપવાની સંભાવનાઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
શ્રી અરવિંદ શ્રીનિવાસે ગુજરાતમાં ડેટા સેન્ટર સેટ-અપ અથવા ડેવલપર અને પર્પ્લેક્સિટી વચ્ચે હાઈબ્રીડ સેટ-અપની દિશામાં પણ રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2027 સંદર્ભે યુ.એસ. મુલાકાતે ગયેલા ગુજરાત ડેલિગેશનના સ���્યોએ તેમના પ્રવાસના ��્રીજા દિવસે સેમીકન્ડક્ટર ક્ષેત્રે અગ્રણી કંપની માઇક્રોન ટેક્નોલોજીની મૂલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેબ્રુઆરી-2026માં સાણંદ ખાતે માઈક્રોન સેમિકંડક્ટર ફેસેલિટીનો પ્રારંભ કરાવ્યો તેની સ્મૃતિ તાજી કરતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાનશ્રીની વિઝનરી લિડરશીપમાં ગુજરાતના સાણંદ અને ધોલેરા સેમિકન્ડક્ટર ફેસેલિટી પ્લાન્ટના મુખ્ય કેન્દ્રો તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યા છે.
માઈક્રોનને સાણંદ ફેસેલિટી માટે 20 એકર જમીનની માત્ર એક જ દિવસમાં આપેલી મંજૂરી માટે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરવાની સાથોસાથ માઈક્રોન યુનિટનું સફળ વ્યાપારી ઉત્પાદન ત્વરાએ શરૂ થઈ શકે તે માટે રાજ્ય સરકારના પ્રો-એક્ટીવ અભિગમને માઈક્રોનના ચેરમેન શ્રી સંજય મહેરોત્રાએ બિરદાવ્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટે�� તથા ગુજરાત ડેલિગેશનના સભ્યોએ સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલની ઓફિસની મુલાકાત લીધી હતી, જ્યાં કોન્સ્યુલ જનરલ ડૉ. કે. શ્રીકર રેડ્ડીએ મુખ્યમંત્રીશ્રી સહિતના ડેલિગેશનના સભ્યોને આવકાર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ @CGISFO ટીમનો ઉષ્માભર્યા આતિથ્ય બદલ આભાર વ્યક્ત કરીને દ્વિપક્ષીય સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અને ભારતીય સમુદાયને સહાયરૂપ બનવા માટે તેમના સમર્પિત પ્રયાસોની પ્રશં���ા કરી હતી.